હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા કક્ષાનો એપ્રિલ-૨૦૨૨ નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮/૦૪/૨૦૨૨નાં રોજ ૧૧:૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિ વિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવી એક વિષયની એક અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા સાથે રજૂ કરી શકશે અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૪/૨૦૨૨ સુધીમાં રજાના દિવસો સિવાય રોજ સવારના ૧૧:૦૦ કલાક થી ૬:૧૦ કલાક સુધી કલેકટર કચેરી, રજીસ્ટ્રી શાખા ખાતે સ્વીકારવામાં આવશે. આ ફરીયાદ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ…
Read MoreMonth: April 2022
તાલુકા કક્ષાનો સ્વાગત નિવારણ કાર્યક્રમ તા.૨૭ નાં રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર તાલુકા કક્ષાનો એપ્રિલ-૨૦૨૨નો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૭/૦૪/૨૦૨૨નાં રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજાનાર છે. જેમા જિલ્લા કલેક્ટરશ્રી મહુવા ખાતે, જિલ્લા વિકાસ અધિકારી પાલીતાણા તાલુકા ખાતે તેમજ પોલીસ અધિક્ષક ઉમરાળા તાલુકાનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમા ઉપસ્થિત રહેશે. તેમજ અન્ય તાલુકા સ્વાગત કાર્યક્રમનુ વર્ગ-૧ના અધિકારીઓ સંચાલન કરશે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. આ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત અંગેની અરજીઓ સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત તલાટી કમ મંત્રીને રજુ કરવા અધિક કલેક્ટર ભાવનગરની…
Read Moreભાવનગર જિલ્લામાં કુલ નોંધાયેલ ૨,૦૬,૪૮૧ બાળકોમાંથી ૧,૬૧,૭૯૧ બાળકો મધ્યાહન ભોજન મેળવી રહ્યાં છે
હિન્દ ન્યુઝ, ભાવનગર ઘોઘા તાલુકાની ૭૨ શાળાઓમાં કુલ ૬,૨૧૨ બાળકોએ ૨૦૦ મીલી ફલેવર્ડ મિલ્કનો લાભ મેળવી રહ્યાં છે તા.૨૧/૦૨/૨૦૨૨ થી સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાઓ ૧૦૦% બાળકોની હાજરીથી શરૂ કરવા નિર્ણય થયેલ છે. જે સબંધમાં પ્રાથમિક શાળાઓમાં પણ રાજ્ય સરકાર દ્વારા બપોરનું મધ્યાહન ભોજન તા.૩૧/૦૩/૨૦૨૨ ના રોજ શરૂ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યમાં અંદાજે ૭૦૦ દિવસ બાદ તા.૩૧/૦૩/૨૦૨૨ ના રોજ આ યોજના પુન: ચાલુ થઈ છે. ભાવનગર જિલ્લાની ૯૪૫ શાળાઓ પૈકી ૯૪૧ શાળાઓમાં બાળકોને બપોરનું ભોજન સરકાર દ્વારા નિયત થયેલ મેન્યુ અનુસાર દાળ, ઢોકળી તેમજ અમુક શાળાઓમાં…
Read Moreમાનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી સાથેનો લાઈવ કાર્યક્રમ “પરીક્ષા પે ચર્ચા” શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ માં યોજવામાં આવ્યો
હિન્દ ન્યુઝ, થાનગઢ આજની પરીક્ષા ના ચિંતાના પ્રશ્ર્નો, ઓનલાઇન પ્રશ્ર્નો, ઓફલાઈન પ્રશ્ર્નો, પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? તેવા પ્રશ્ર્નો, આવા અનેક વિદ્યાર્થીઓને પરીક્ષામાં પ્રશ્ર્નો મુંજવતા હોય છે જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આપણા ગુરુજી બનીને દરેક વિધાર્થીઓના પરીક્ષાના પ્રશ્નોના જવાબ આપીને ખુબ જ સુંદર માર્ગદર્શન પુરૂ પાડ્યું છે “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ ની માહિતી બી.આર. સી.ભવન થાનગઢ દ્વારા પુરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમને પ્રધાનાચાર્ય હસમુખગુરુજી તથા સહપ્રધાનાચાર્ય રાજેન્દ્રગુરુજી તથા સરસ્વતી વિદ્યામંદિર પરિવાર થાનગઢ દ્રારા સફળ બનાવ્યો હતો. રિપોર્ટર : જયેશ મોરી, થાનગઢ
Read Moreહનીટ્રેપ નો કારશો રચી નિવૃત શિક્ષક (બ્રાહ્મણ ) નું મકાન પચાવી પાડવા અંગે ની ફરિયાદ ૭૩,વિધાનસભા (ગોંડલ) નાં ધારાસભ્યના દ્વારે પહોંચી
હિન્દ ન્યુઝ, ગોંડલ ગોંડલ ભોજરાજપરા વિસ્તારમાં આવેલ અંબિકાનગર માં રહેતા નિવૃત શિક્ષક (જાતે બ્રાહ્મણ ) સ્વ.હરસુખલાલ પંડ્યા ની સાથે હની ટ્રેપ જેવો કારશો(ષડયંત્ર) રચી તેના મકાનનો દસ્તાવેજ કરાવી લઈ મકાનના તાળા તોડી સર-સામાન સાથે મકાનનો કબ્જો કરી લેવા બાબત ની મોટા દડવા ગામનાં નયનપરી પ્રતાપપરી ગૌસ્વામી સાથે ગુન્હામાં સામેલ મહિલા સહિતના (છ) શખ્સો વિરુદ્ધ ની ફરિયાદ માં ગોંડલ સીટી પોલીસે ગુન્હાની ગંભીરતા સમજી ગુન્હો ડિટેકટ કરવાનાં બદલે સમાધાનની ફોર્મ્યુલા અપનાવી સમગ્ર મામલો રફે દફે કરી દઈ પોતાની ઉપરથી ભાર ઉતારી નાખ્યો હોવા બાબત ની ફરિયાદ રાજકોટ ગ્રામ્ય એસ.પી.થી લઈ કલેક્ટર…
Read More