રાજપીપલા ખાતે માતૃભાષા સજ્જતા અને સર્જનાત્મક્તા ચિંતન શિબિર સાથે વિશ્વ માતૃભાષા દિવસની કરાયેલી ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજપીપલા          નર્મદા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે તા.૨૧ મી ફેબ્રુઆરી,૨૦૨૨ ના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે આજે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે માતૃભાષા સજ્જતા અને સર્જનાત્મક્તા ચિંતન શિબિર યોજાઇ હતી. જેને DIET ના પ્રાચાર્ય એમ.જી.શેખ, નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી અને સાહિત્યકાર નૈષધ મકવાણા, જિલ્લા શિક્ષણાધિકારી જયેશ પટેલ, રાજપીપલા એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગુજરાતી વિભાગના ડૉ. એસ.કે.પટેલ અને ગુજરાતી વિષયના શિક્ષકોની ઉપસ્થિતીમાં દિપ પ્રાગટ્ય ધ્વારા ખૂલ્લી મૂકાઇ હતી.            વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સૂચન મુજબ માતૃભાષાના…

Read More

વિકાસના રોલ મોડેલ ગુજરાતે ક્લાયમેટ ચેન્જના પડકારો સામે પર્યાવરણીય સુરક્ષા-સજ્જતા સાથે વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  વડાપ્રધાનએ COP-26માં પર્યાવરણ રક્ષા માટે આપેલા પંચામૃત લક્ષ્ય 2070 સુધીમાં નેટ ઝિરોનો લક્ષ્યાંક પાર પાડવામાં પણ ગુજરાત લીડ લેવા સજ્જ બિલ્ડીંગ અ કલાયમેટ- રેઝિલીયન્ટ ગુજરાત-કલાયમેટ ચેન્જ વિભાગ આયોજીત બહુવિધ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની અધ્યક્ષીય ઉપસ્થિતી  કલાયમેટ ચેન્જ વિભાગના બજેટમાં ઉત્તરોતર વધારો થયો છે  રિન્યુએબલ – ગ્રીન ક્લીન એનર્જી-જળ સંરક્ષણ-ઇલેક્ટ્રિક મોબિલિટી જેવા સફળ આયામોથી ગુજરાતે કલાયમેટ ચેન્જના પડકારોને તકમાં પરિવર્તીત કર્યા  ભાવિ પેઢીને ગ્રીન-ક્લીન-એન્વાયરમેન્ટ આપવાનો સહિયારો સંકલ્પ અને પ્રતિબદ્ધતા માટે મુખ્યમંત્રીનું આહવાન  ક્લાયમેટ ચેન્જ વિભાગના યુનિસેફ, ઈ.યુ, આઇ.સી.એલ.ઈ.આઇ., IIM-અમદાવાદ, IIT-ગાંધીનગર, એમ.એસ.યુનિવર્સિટી સાથે એમ.ઓ.યુ.  ગુજરાત યુનિવર્સિટી…

Read More

રાધનપુર ખાતે નિર્માણાધિન ફિલ્ટરેશન પ્લાન્ટની મુલાકાત લેતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, રાધનપુર   • અંદાજે રૂ.77.77 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી નર્મદા કેનાલ આધારીત બી.કે.-3 (પી-2) જુથ યોજનાની પ્રગતિની સમિક્ષા કરી જરૂરી સુચનો કરતાં મુખ્યમંત્રી • આ યોજના પૂર્ણ થયેથી રાધનપુર તાલુકાના 65 ગામ અને રાધનપુર શહેરના 1.74 લાખ નાગરિકોને પાઈપલાઈન દ્વારા મળશે સમયસર અને પુરતું પીવાનું શુદ્ધ પાણી \ • કુલ 251.05 કી.મી.ની પાઈપલાઈનના નેટવર્ક દ્વારા જળ વિતરણની વ્યવસ્થા                 મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાધનપુર ખાતે પાણી પુરવઠા વિભાગની રાધનપુર ગૃપ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવી રહેલા 60 એમ.એલ.ડી ક્ષમતાના ફિલ્ટરેશન પ્લાન્ટની મુલાકાત…

Read More

વેરાવળ ના પોષ વિસ્તારમાં બની હીંચકારી ઘટના

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ઘરમાં એકલી યુવતી પર અજાણ્યા યુવક નો હિંસક હુમલો યુવતી ને છરી વડે ઇજા પહોંચાડી નાસી છૂટ્યો ઘટના સ્થળે એસિડ ની બોટલ પણ મળી આવી એસિડ હુમલા નો પ્રયાસ 22 વર્ષીય વિપ્ર યુવતી ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી વેરાવળ ના ટાગોર 02 સોસાયટી ની ઘટના પોલીસ ઘટના સ્થળે પહોંચી હુમલાખોર યુવક ને પકડી પાડવા ચક્રો ગતિમાન ઘટના ના પગલે ચકચાર લોકો ના ટોળા ઉમટી પડ્યા રિપોર્ટર : કલ્પેશ જાની, વેરાવળ 

Read More

ભાવનગર જિલ્લામાં કરાર આધારિત કાયદા અધિકારીની નિમણૂંક અંગે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર જિલ્લામાં કરાર આધારિત કાયદા અધિકારીની નિમણૂંક અંગે સરકારશ્રીના મહેસુલ વિભાગ, ગાંધીનગર દ્વારા કલેક્ટર કચેરી, ભાવનગર ખાતે ૧૧ (અગીયાર) માસની મુદ્દત માટે ઉભી કરવામાં આવેલ કરાર આધારિત કાયદા અધિકારીની ૧ (એક) જગ્યા ઉપર નિમણૂંક કરવાની છે. આ અંગેના અરજી પત્રકો તા.૦૩/૦૩/૨૦૨૨ ના રોજ ૧૭:૦૦ કલાક સુધીમાં મંગાવવામાં આવે છે. સદરહું કરાર આધારિત કાયદા અધિકારીની જગ્યા માટેના માપદંડ જેવા કે, શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા નિમણૂંકની બોલીઓ અને શરતો અંગેની માહિતી મહેકમ શાખા, કલેક્ટર કચેરી, ભાવનગર ખાતેથી કચેરી સમય દરમ્યાન મેળવી શકાશે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More

વર્લ્ડ હેરિટેજ સાઈટ માં ગૌરવવંતુ સ્થાન પામેલી પાટણની રાણકી વાવની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, પાટણ            મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્લ્ડ હેરિટેજ સાઈટ માં સ્થાન પામેલી પાટણની રાણીની વાવની મુલાકાત લીધી હતી યુનેસ્કો એ જાહેર કરેલી વર્લ્ડ હેરિટેઝ સાઇટમાં સ્થાન પામેલી વિશ્વ વિરાસત પાટણની રાણીની વાવની મુલાકાત પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ વિરાસત માં તાજેતરમાં સ્થાન મેળવેલા ધોળાવીરા ની પણ ગત સપ્તાહે કચ્છમાં મુલાકાત લીધી હતી. ભૂપેન્દ્ર પટેલે આ રાણકી વાવ ના ઐતિહાસિક ભવ્ય વારસાની પ્રશંસા કરતા વિઝીટર બુકમાં લખ્યુ કે, આજે ઐતિહાસિક નજરાણું પાટણની રાણીની વાવને નિહાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ભારતની પ્રાચીન ભવ્યતાના દર્શન થયા છે તેનો…

Read More

સણોસરા લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે મંગળવારથી ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ સપ્તાહ પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્ર સરકાર દ્વારા ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ અંતર્ગત દેશના વિવિધ ૭૫ સ્થાનો પર સાપ્તાહિક આયોજનો થયા છે, જેનો મંગળવારથી પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાતના ત્રણ પૈકી સણોસરામાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા સણોસરા, માઈધાર અને ભાવનગર ખાતે વિજ્ઞાન સમજ હેતુ વિશિષ્ટ આયોજન પ્રારંભ થશે. લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેના નેતૃત્વ સાથેના આ ઉપક્રમનો પ્રારંભ લોકભારતી સણોસરા ખાતે મંગળવારે સવારે કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીના વડા મહિપતસિંહ ચાવડા તથા ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદના વડા રાજેન્દ્રભાઈ ખીમાણીની મુખ્ય ઉપસ્થિતિ સાથે થશે. એક સપ્તાહના વિજ્ઞાન વિષયના આ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો, વ્યાખ્યાન, નિદર્શન વગેરે આયોજનો થયા…

Read More

પ્રભાસ પાટણમાં જિલ્લાકક્ષાના કલા મહાકુંભ-૨૦૨૨નુ આયોજન

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ           પ્રભાસ પાટણમાં જિલ્લાકક્ષાના કલા મહાકુંભ-૨૦૨૨નુ તા.૨૫ તથા ૨૬ ફેબ્રુઆરીના આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તાલુકાકક્ષાએ વિજેતા બનેલા સ્પર્ધકો પોતાની રંગારંગ કૃતિઓ રજૂ કરશે. પ્રભાસ પાટણ ખાતેના સ્વામીનારાયણ ગુરૂકુળમાં સવારે ૦૯ કલાકે યોજાનાર આ કલામહાકુંભામાં તા.૨૫મીના રોજ  રાસ, ગરબા, લોકનૃત્ય, સમૂહગીત, વકતૃત્વ, નિબંધ, ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી, ભરતનાટ્યમ, અને કથ્થકની સ્પર્ધા રજૂ કરવામાં આવશે. તા.૨૬મીના રોજ યોજાનાર ૭ સ્પર્ધાઓમાં કાવ્ય લેખન, ગઝલ શાયરી, દુહા-છંદ-ચોપાઈ, લોકવાર્તા, ઓર્ગન, સ્કુલ બેન્ડ અને એકપાત્રિય અભિનયનો સમાવેશ થાય છે. રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને…

Read More

ગીર-સોમનાથ જિલ્લામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ રૂા. ૬.૫૪ કરોડની સહાય ચુકવાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ      રાજ્ય સરકારની ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાના માધ્યમથી ગીર સોમનાથ જિલ્લામાં ૨૪૯૯૪ જેટલી વૈધવ્ય ભોગવતી બહેનોને માસિક રૂ.૧૨૫૦નો પેન્શનનો લાભ મળી રહ્યો છે. આ યોજનાના માધ્યમથી ગંગાસ્વરૂપા બહેનો કોઈના ઓશિયાળા ન રહેતા તેમને કોઈની પાસે આર્થિક મદદ માટે કોઈની પાસે હાથ લાંબો કરવો પડતો નથી. આમ, રાજ્ય સરકારના પ્રયાસોથી ગંગાસ્વરૂપા બહેનો સ્વાવલંબન તરફ ડગ માંડવાની સાથે આત્મસન્માન સાથે પોતાનુ જીવન વ્યાપન કરી રહી છે.       ગીર સોમનાથ જિલ્લાના મહિલા અને બાળ વિકાસ અધિકારી જણાવે છે કે, ગંગા સ્વરૂપા યોજનામાં પેન્શનની રકમ લાભાર્થી બહેનોના ખાતામાં…

Read More

ગરીબ કલ્યાણમેળો ૨૦૨૧-૨૨ ગરીબ કલ્યાણમેળામાં વિવિધ ૧૬ વિભાગોની ૯૪ જેટલી વિવિધ યોજનાના લાભ અપાશે

હિન્દ ન્યુઝ, ભુજ           પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સીધો લાભ આપવાના ગરીબ કલ્યાણ મેળા હેઠળ કચ્છ જિલ્લામાં ૨૫મી ફેબ્રુઆરીએ ટાઉનહોલ ભુજ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે. જેમાં વિવિધ ૧૬ વિભાગોની ૯૪ જેટલી સહાય યોજનાઓનો લાભ લાભાર્થીઓને અપાશે. રાજ્ય સરકારની લોકકલ્યાણની યોજનાઓનો જરૂરિયાતમંદ લાભાર્થીઓને હાથોહાથ સીધો લાભ આપવાનો ગરીબ કલ્યાણ મેળો, વિધાનસભા અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યના વડપણ હેઠળ યોજાશે. આ મેળામાં લાભાર્થીઓને કોવીડ-૧૯ ગાઇડલાઇન પ્રમાણે મુખ્ય સ્ટેજ તેમજ પેટા ૧૫ સ્ટેજ દ્વારા સંબંધિત વિભાગો દ્વારા લાભાર્થીઓને સહાય વિતરણ કરાશે. અંદાજે રૂ. ૧૬૩ કરોડની શિક્ષણ, સામાજિક ન્યાય અને અધિકારિતા,…

Read More