ભાવનગર જિલ્લામાં કરાર આધારિત કાયદા અધિકારીની નિમણૂંક અંગે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ભાવનગર જિલ્લામાં કરાર આધારિત કાયદા અધિકારીની નિમણૂંક અંગે સરકારશ્રીના મહેસુલ વિભાગ, ગાંધીનગર દ્વારા કલેક્ટર કચેરી, ભાવનગર ખાતે ૧૧ (અગીયાર) માસની મુદ્દત માટે ઉભી કરવામાં આવેલ કરાર આધારિત કાયદા અધિકારીની ૧ (એક) જગ્યા ઉપર નિમણૂંક કરવાની છે. આ અંગેના અરજી પત્રકો તા.૦૩/૦૩/૨૦૨૨ ના રોજ ૧૭:૦૦ કલાક સુધીમાં મંગાવવામાં આવે છે.

સદરહું કરાર આધારિત કાયદા અધિકારીની જગ્યા માટેના માપદંડ જેવા કે, શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા નિમણૂંકની બોલીઓ અને શરતો અંગેની માહિતી મહેકમ શાખા, કલેક્ટર કચેરી, ભાવનગર ખાતેથી કચેરી સમય દરમ્યાન મેળવી શકાશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment