મિશન ઇન્દ્રધનુષ હેઠળ પોરબંદર જિલ્લામાં બાળકો તથા સગર્ભા બહેનોને રસી મુકવામાં આવી

હિન્દ ન્યૂઝ, પોરબંદર મિશન ઇન્દ્રધનુષ ચોથા તબક્કા હેઠળ પોરબંદર જિલ્લામાં બાળકો તથા સગર્ભા બહેનોને જુદા-જુદા આરોગ્ય કેન્દ્રો ખાતે રસી મુકવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્રો ખાતે દર સોમવારે તથા બુધવારે રસી મુકવામાં આવે છે. આ ઉપરાંત કોઇ બાળક કે સગર્ભા બહેન રસી થી વંચિત ન રહે તે માટે ખાસ કેમ્પ દ્રારા બાકી રહેલા બાળકો તથા સગર્ભા બહેનોને રસી મુકવામા આવી હતી. જેરી કમળો, પોલિયો, ન્યુમોનિયા, ઓરી, રૂબેલા જેવા રોગોથી બાળકોને બચાવવા માટે આરોગ્ય વિભાગ દ્રારા તબક્કા પ્રમાણે મિશન ઇન્દ્રધનુષ હેઠળ રસી મુકવામાં આવે છે. પોરબંદર જિલ્લામાં એકપણ બાળક રસી વિહોણુ ન…

Read More

જૂનાગઢ એ, બી, અને સી ડિવીઝન દ્વારા ૭૦૦ જેટલી દિકરીઓને જુડો-કરાટે તાલીમ અપાઈ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ ૧૫ દિવસની તાલીમમાં દિકરીઓને જૂડો-કરાટે, ચૂની દાવ, હેન્ડ ફ્રી મુવમેન્ટ, જૂડો-રોલ, જૂડો-થ્રો, ફાયર રીંગ, બ્રેકીંગ, નાનચક્સ, માઉન્થ ફાયર સહિત સ્વરક્ષણના દાવ પેચ શીખડ્યા જૂનાગઢ જિલ્લા પોલિસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા એ-બી-અને સી ડિવિઝન અંતર્ગત ૭૦૦ જેટલી દિકરીઓને મહિલા સ્વરક્ષણ જૂડો-કરાટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા પોલિસ વડા રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન અંતર્ગત દિકરીઓને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ૧૫ દિવસ દિકરીઓને જૂડો-કરાટે, ચૂની દાવ, હેન્ડ ફ્રી મુવમેન્ટ, જૂડો-રોલ, જૂડો-થ્રો, ફાયર રીંગ, બ્રેકીંગ, નાનચક્સ, માઉન્થ ફાયર, તેમજ અલગ અલગ…

Read More

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યભાર (હવાલો) સંભાળતા અંકીત પન્નુ

હિન્દ ન્યુઝ, રાજપીપલા નર્મદા જિલ્લા વિકાસ અધિકારી તરીકે જુનાગઢના મદદનીશ કલેક્ટર અને સબ-ડિવીઝનલ મેજીસ્ટ્રેટ અંકીત પન્નુ (IAS) ની બદલી સાથે નિમણૂંક થતા નવનિયુક્ત અંકીત પન્નુએ ગઇકાલે રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો કાર્યભાર (હવાલો) સંભાળી લીધેલ છે. ભારતીય સનદી સેવાઓમાં સને-૨૦૧૮ ની સાલમાં પસંદગી પામેલા અંકીત પન્નુએ ઓગષ્ટ-૨૦૨૦ માં જુનાગઢ જિલ્લામાં જુનાગઢના મદદનીશ કલેક્ટર અને સબ-ડિવીઝનલ મેજીસ્ટ્રેટ તરીકે નિમણૂંક પામી તેમની યશસ્વી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. દિલ્હીના વતની અને દિલ્હી ટેકનોલોજીકલ યુનિવર્સિટીની બી.ટેકની પદવી ધરાવતા અને ૨૭ વર્ષની યુવા વયના અંકીત પન્નુ ખૂબજ મહેનતૂ અને ઉત્સાહી સનદી અધિકારી હોવાથી…

Read More

બોટાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે વાહનોના આવાગમન તેમજ વાહન પાર્કિંગ અર્થે જાહેરનામું

હિન્દ ન્યૂઝ, બોટાદ બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રે ટશ્રી મુકેશ પરમારે એક જાહેરનામા દ્વારા બોટાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા અને ટ્રાફિક્ના નિયંત્રણ માટે વાહનોના આવાગમન તેમજ વાહનોના પાર્કિંગ માટે એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે રેલ્વે સ્ટેશન રોડ, નવનિર્મિત અન્ડબ્રિજ, સાળંગપુર રોડ તથા ટાવર રોડ પરથી પાળીયાદ તરફ જતા વાહનોને ફક્ત સાળંગપુર ત્રણ રસ્તાથી ગોંડલ પાન પેલેસ થી મસ્તરામ મંદિર – સતવારા બોર્ડીંગ થઈ કાબા રૂપાની વાડીથી વકીલ પેટ્રોલપંપ સામેથી પાળીયાદ રોડ ઉપર પ્રવેશ કરવાનો રહેશે. તેવી જ રીતે પાળીયાદ તરફથી સાળંગપુર જતાં વાહનોને હવેલી ચોકથી મોબાઈલ બજાર,…

Read More

બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લામાં ફરમાવી હથિયાર બંધી

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તથા કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડલીવાળી લાકડી, લોખંડના પાઈપ, ભાલા તથા દંડા, બંદૂક, લાઠી અથવા શારીરીક હિંસામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ અને બોટાદ જિલ્લામાં જાહેર શાંતિ – સલામતી જાળવવા આગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતાં બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.આર.પરમારે એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લામાં હથિયાર બંધી ફરમાવી છે. આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે છરી, કુહાડી, ધારીયા,…

Read More

૧૩ મહિનામાં ૩૪ અંગદાતાઓ દ્વારા ૧૦૫ અંગોનું દાન : ૫૧ કિડની, ૨૯ લીવર, ૫ સ્વાદુપિંડ,૬ હ્યદય , ૨ હાથ અને ૬ જોડ ફેફસાનુ દાન મળ્યું

હિન્દ ન્યુઝ, અમદાવાદ           અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન ક્ષેત્રે “સેવાની શતાબ્દી” થઇ છે. ડિસેમ્બર ૨૦૨૧ થી શરૂ થયેલ અંગદાનને ૧૩ મહિના પૂર્ણ થયા.આ સમયગાળામાં સિવિલ હોસ્પિટલમાં ૩૪ વ્યક્તિઓના અંગદાનમાં સફળતા મળી છે. જેના થકી ૧૦૫ અંગો મળ્યા જેણે ૯૦ લોકોને નવજીવન આપ્યું. આ ૧૦૫ અંગોમાં ૫૧ કિડની, ૨૯ લીવર, ૫ સ્વાદુપિંડ ૬ હ્યદય , ૨ હાથ અને ૬ જોડ ફેફસાનો સમાવેશ થાય છે. આ અતિમહત્વના અંગો થકી વર્ષોથી અંગોની ખામીથી પીડામય અને સંધર્ષપૂર્ણ જીવન વ્યતિત કરી રહેલા જરૂરિયાતમંદ દર્દીઓની જીવનશૈલી બદલાઇ છે અને વર્ષોની પીડાનો અંત…

Read More

સાબરકાંઠા જિલ્લાની મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે રાષ્ટ્રિય ગ્રામિણ આજિવિકા મિશન અંતર્ગત એન.આર.એલ.એમ યોજના થકી સખી મંડળની એક લાખથી વધુ મહિલાઓને બેંક દ્રારા લોન આપવમાં આવી

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા               સાબરકાંઠા જિલ્લાની મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે રાષ્ટ્રિય ગ્રામિણ આજિવિકા મિશન અંતર્ગત એન.આર.એલ.એમ યોજના થકી સખી મંડળની એક લાખથી વધુ મહિલાઓને બેંક દ્રારા લોન આપવમાં આવી છે. ગ્રામ્ય વિસ્તારની ગરીબ મહિલાઓને સંગઠિત કરી તેઓને આર્થિક, સામાજીક, કૌટુંબિક, શૈક્ષણિક તેમજ આરોગ્ય વિષયક ક્ષેત્રમાં વિકાસ તરફ આગળ વધે તે હેતુને ધ્યાનમાં રાખી સરકારશ્રી ધ્વારા અનેકવિધ યોજનાઓનુ અમલીકરણ થઇ રહ્યુ છે. સાબકાંઠા જિલ્લામાં એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત ૧૦,૪૫૦ સખી મંડળો છે. જિલ્લામાં કુલ ૧,૦૮,૪૦૮ મહિલાઓ સખી મંડળને બેંક થકી આર્થિક સહાય મળેલ…

Read More

વિસાવદર તાલુકાના ખંભાળીયા ખાતે સેલ્ફ ડીફેન્સ તાલીમ યોજાઇ

૧૦૩ કિશોરીઓ એ જુડો, લાઠી, દાવ, ચુની દાવ, સ્વરક્ષણના દાવ શીખ્યા હિન્દ ન્યુઝ, જૂનાગઢ                        જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી તથા ડીસ્ટ્રક મીનરલ ફાઉન્ડેશનનાં સયુકત ઉપક્રમે સેલ્ફ ડિફેન્સ તાલીમ નું આયોજન જૂનાગઢ જિલ્લાના ખાણ કામથી પ્રભાવિત વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવ્યું હતુ. જેમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ખંભાલીયા ગામ ખાતે ગામની શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ હાઇસ્કુલ ખાતે ૮ (આઠ) દિવસીય તાલીમ કરવામાં આવી હતી. જેમાં કિશોરીઓને સ્વ-રક્ષણ ના દાવ શીખવવામાં આવ્યા હતા. જેમા કિશોરીઓને જુડો, લાઠી દાવ, ન્નચક…

Read More

અખિલ ભારત ગીરનાર આરોહણ – અવરોહણ સ્‍પર્ધા તા.૨૦ ફેબ્રુઆરીના યોજાશે

 હિન્દ ન્યુઝ, જૂનાગઢ          કુલ ૪૪૯ સ્પર્ધકો ભાગ લેશે ૭ ગુજરાત રાજયના રમત-ગમત, યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્રારા જૂનાગઢ જિલ્‍લા વહીવટી તંત્રના ઉપક્રમે આગામી તા.૨૦/૨/ ૨૦૨૨ ના રોજ જૂનાગઢ ખાતે રાજયના યુવક અને યુવતિઓ માટેની અખિલ ભારત ગીરનાર આરોહણ – અવરોહણ સ્‍પર્ધા યોજાશે. અખિલ ભારત ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી તા.૨૦/૨/૨૦૨૨ના રોજ યોજાશે. જેમાં કુલ ૪૪૯ સ્પર્ધકો ભાગ લેનાર છે. જેમાં સીનીયર ભાઈઓ ૧૯૫, જુનીયર ભાઈઓ ૮૯, સીનીયર બહેનો ૯૫, જુનીયર બહેનો ૭૦ ભાગ લેશે. સીનીયર ભાઈઓ માટે ૭ કલાકે જુનીયર ભાઈઓ માટે ૭ -૨૦…

Read More

સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૧૩મી ફેબ્રુઆરીના રોજ યોજાશે બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા

પરીક્ષાને ધ્યાને લઈ પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં ઝેરોક્ષ સેન્‍ટરો ખુલ્‍લા રાખી શકાશે નહીં હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર           સુરેન્‍દ્રનગર જિલ્લામાં આગામી તા.૧૩/૦૨/૨૦૨૨ના રોજ ગૌણસેવા પસંદગી મંડળ -ગાંધીનગર દ્વારા આયોજીત બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની સ્‍પર્ધાત્‍મક પરીક્ષા સુરેન્દ્રનગર જિલ્‍લા ખાતે પણ યોજાનાર છે. જેથી પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ સેન્‍ટરો બંધ રાખવા તેમજ પ્રતિબંધાત્‍મક હુકમો બહાર પાડવા જરૂરી જણાતા સુરેન્‍દ્રનગર જિલ્લાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ એન. ડી. ઝાલાએ તેમને મળેલ અધિકારની રૂએ સુરેન્‍દ્રનગર જિલ્‍લાના સબંધિત પરીક્ષા કેન્‍દ્રોના વિસ્‍તારમાં પરીક્ષાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે, તે માટે પરીક્ષા સ્‍થળોની…

Read More