૧૦૩ કિશોરીઓ એ જુડો, લાઠી, દાવ, ચુની દાવ, સ્વરક્ષણના દાવ શીખ્યા
હિન્દ ન્યુઝ, જૂનાગઢ
જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી તથા ડીસ્ટ્રક મીનરલ ફાઉન્ડેશનનાં સયુકત ઉપક્રમે સેલ્ફ ડિફેન્સ તાલીમ નું આયોજન જૂનાગઢ જિલ્લાના ખાણ કામથી પ્રભાવિત વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવ્યું હતુ. જેમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ખંભાલીયા ગામ ખાતે ગામની શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ હાઇસ્કુલ ખાતે ૮ (આઠ) દિવસીય તાલીમ કરવામાં આવી હતી. જેમાં કિશોરીઓને સ્વ-રક્ષણ ના દાવ શીખવવામાં આવ્યા હતા.

જેમા કિશોરીઓને જુડો, લાઠી દાવ, ન્નચક દાવ, ચુની દાવ અને અન્ય સ્વ-રક્ષણના દાવ શીખવવામાં આવ્યા હતા. સ્વ-રક્ષણ દ્વારા કેવી રીતે પોતાને સલામત રાખી શકાય તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત સહભાગી થયેલ તમામ કિશોરીઓને સેલ્ફ ડિફેન્સ કીટ અને IEC વિતરણ તેમજ પોષ્ટિક અલ્પાહાર આપવામાં આવ્યો હતો.આમ ગામની કુલ ૧૦૩ કિશોરીઓએ બહોળા પ્રમાણમાં સહભાગી થઇ લાભ મેળવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મહિલા શક્તિ કેન્દ્રની ટીમ દ્વારા કરવામાં આવેલ હતુ.



