અખિલ ભારત ગીરનાર આરોહણ – અવરોહણ સ્‍પર્ધા તા.૨૦ ફેબ્રુઆરીના યોજાશે

 હિન્દ ન્યુઝ, જૂનાગઢ 

        કુલ ૪૪૯ સ્પર્ધકો ભાગ લેશે

૭ ગુજરાત રાજયના રમત-ગમત, યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્રારા જૂનાગઢ જિલ્‍લા વહીવટી તંત્રના ઉપક્રમે આગામી તા.૨૦/૨/ ૨૦૨૨ ના રોજ જૂનાગઢ ખાતે રાજયના યુવક અને યુવતિઓ માટેની અખિલ ભારત ગીરનાર આરોહણ – અવરોહણ સ્‍પર્ધા યોજાશે. અખિલ ભારત ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી તા.૨૦/૨/૨૦૨૨ના રોજ યોજાશે. જેમાં કુલ ૪૪૯ સ્પર્ધકો ભાગ લેનાર છે. જેમાં સીનીયર ભાઈઓ ૧૯૫, જુનીયર ભાઈઓ ૮૯, સીનીયર બહેનો ૯૫, જુનીયર બહેનો ૭૦ ભાગ લેશે. સીનીયર ભાઈઓ માટે ૭ કલાકે જુનીયર ભાઈઓ માટે ૭ -૨૦ કલાકે જયારે સીનીયર અને જુનીયર બહેનો માટે ૭-૩૫ કલાકે સ્પર્ધા શરૂ થશે. આ સ્‍પર્ધાના આગલા દિવસોમાં તા.૧૮,૧૯ ફેબ્રુઆરી ના રોજ દરેક સ્પર્ધકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવશે. જ્યારે તા.૧૮ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ બપોર ૨ વાગ્યા પછી તળપદા કોળી જ્ઞાતિની વાડી, ભવનાથ, જૂનાગઢ ખાતે રીપોર્ટીંગ કરવામાં આવશે.

Related posts

Leave a Comment