બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી વિનોદભાઈ મોરડિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ પ્રભારીમંત્રી વિનોદભાઈ મોરડિયાના અધ્યક્ષસ્‍થાને આજે બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની તથા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યોજના અંતર્ગત ૨૦૨૨-૨૩નાં વર્ષ માટે રજૂ કરવામાં આવેલ અંદાજીત રકમ રૂ.૭૧૫.૪૮ લાખના ૨૨૨ વિકાસના કામોના આયોજનને મંજૂર કરવામાં આવ્યું હતું. પ્રભારીમંત્રી વિનોદભાઈ મોરડિયાએ આ બેઠકમાં ઉપસ્થિત અધિકારી-પદાધિકારીઓને આયોજન મંડળમાં રજુ થતાં લોક સુખાકારીના કામો પૈકી પીવાના પાણી, રસ્તા, ગટર, પ્રાથમિક શિક્ષણ, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય જેવી સુવિધાઓને લગતા અગત્યતા ધરાવતા કામોને અગ્રિમતા આપી મંજુર કરવા અનુરોધ કર્યો હતો. આ જિલ્લા…

Read More

ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી ૨૦૨૨-૨૭ – ગુજરાતની નવી બાયોટેક્નોલોજી પોલિસી જાહેર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, ભાવનગર “બાયોટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું વિઝન સાકાર કરશે-બાયોટેક્નોલોજી પોલિસી-ર૦રર-ર૭” : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીએ જાહેર કરેલી નવી બાયોટેક્નોલોજી પોલિસીની વિશેષતાઓ-વિશિષ્ટ જોગવાઇઓ • સમગ્ર દેશમાં બાયોટેક્નોલોજી ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રાજ્યોમાં સ્થાન પ્રાપ્ત કરશે • બાયો પ્લાસ્ટિકસથી લઇને જિન સ્પ્લાઇસીંગ અને સ્ટેમ સેલ થેરાપી જેવા ક્ષેત્રોમાં આ પોલિસી પ્રોત્સાહક બનશે • રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રે રૂ. ૨૦,૦૦૦ કરોડથી વધારેનું મૂડી રોકાણ થવાની સંભાવના • ઈનોવેટીવ CAPEX તેમજ OPEX મોડેલથી દેશની આત્મનિર્ભરતામાં ફાળો આપનાર સ્પેશ્યલ પ્રોજેક્ટસને રૂ. ૨૦૦ કરોડની મહત્તમ મર્યાદામાં કુલ મૂડી ખર્ચના ૨૫% સુધીની સહાય અને વધુમાં વધુ…

Read More

આઇ ખેડુત પોર્ટલ પર વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરવી

હિન્દ ન્યુઝ, ભુજ         ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in (આઇ ખેડૂત) પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સને ૨૦૨૨-૨૩ માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારએ સને ૨૦૨૨-૨૩ માટે આઇ ખેડુત પોર્ટલ તા.૨૧/૦૨/૨૦૨૨ થી તા.૨૧/૦૩/૨૦૨૨ સુધીમાં ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવનાર છે. જે ધ્યાને લઇ જીલ્લાના તમામ ખેડુતોને તેઓની જરૂરીયાતના ધટકોમાં સહાય મેળવવા માટે સુચિત સમયમર્યાદામાં આઇ ખેડૂત…

Read More

શિક્ષકોના હિતમાં રાજ્ય સરકારના મહત્વના નિર્ણયો

હિન્દ ન્યુઝ, ગુજરાત Ø અત્યા૨ સુધી જે તે જિલ્લામાં ખાલી જગ્યાના ૪૦ ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ અપાતો હતો જે હવે ૧૦૦ ટકા જગ્યા પ૨ જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે Ø જિલ્લા ફેર અરસપરસ અને જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા તે જોગવાઇ દૂ૨ ક૨વામાં આવી Ø ૧૦ વર્ષ એક જ જગ્યાએ નોકરી ક૨વાની શરતે જે શિક્ષકોને નિમણૂંક આપવામાં આવી છે તેવા શિક્ષકો પાંચ વર્ષ પછી પણ બદલી માટે અરજી કરી શકશે Ø જે સ૨કારી કર્મચારીઓ રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલીપાત્ર છે તેવા કર્મચારીઓના પતિ…

Read More

વૈશ્વિક મહામારી કોરોના બાદ તા. ૧૭-૨-૨૨થી પુન:આંગણવાડી શરૂ

હિન્દ ન્યુઝ, ભુજ             વૈશ્વિક મહામારી કોરોના બાદ તા. ૧૭-૨-૨૨થી પુન:આંગણવાડી શરૂ થતાં કચ્છની વર્કર બહેનની લાગણી હૃદયના ઉદ્દગારમાં વ્યક્ત થઇ છે. આજરોજ અચાનક જ બે વર્ષ થી બંધ પડેલા બાલમંદિર રૂપી મંદિરોના દ્વાર બાળકો માટે ખુલ્યા.. નો અદભૂત આનંદ શબ્દોમાં ના વર્ણવી શકાય.. કારણ એ અમારા મંદિરોના ભગવાન રૂપી બાળકો.. વિનાના સુના મંદિરો આજે કલરવથી ગુંજી ઉઠશે…. ચારેબાજુ થી માતાઓના આનંદ નો પાર ન રહ્યો….બાળકો સાથે મસ્તી કરવાનો મારો સમય મને પાછો મળ્યો છે ત્યારે અનેક સવાલો મારા મનમાં ઉભા થયા છે!!!!…કાલે સવારે બાળકો…

Read More

કચ્છમાં કોવીડ-૧૯ ગાઇડલાઇન મુજબ ૨૧૧૬ આંગણવાડીઓ પુન:શરૂ કરાઇ

હિન્દ ન્યુઝ, ભુજ                  ભારતમાં નોવેલ કોરોના વાઈરસનું સંક્રમણ ટાળવા કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ-૨૦૨૦ થી લોકડાઉન લાગુ કરવામાં આવેલ હતું. જે અંતર્ગત રાજયના આંગણવાડી કેન્દ્રો તા. ૧૬ માર્ચ ૨૦૨૦ થી બંધ કરવા નિર્ણય લેવામાં આવેલ હાલમાં પ્રાથમિક શાળાઓનું શિક્ષણ શરૂ થયેલ હોઈ તથા નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતી જોતા હવે પછીથી જરૂરી સાવચેતીના પગલા સાથે આંગણવાડી કેન્દ્રો ખોલી શકાય તેવો નિર્ણય કરવામાં આવેલ છે . આથી તા. ૧૭/૦૨/૨૦૨૨ થી આંગણવાડી કેન્દ્રો નિયમિત ધોરણે શરૂ કરવા અંગે નિર્ણય કરવામાં આવેલ છે. આઈ.સી.ડી.એસ.ની તમામ પ્રવૃતિઓ સાથે…

Read More

જૂનાગઢ જિલ્લાના ૧૧ ગામની ૧૪૯૭ કિશોરી, મહિલાઓને ૪ મહિનામાં સ્વરક્ષણની તાલીમ આપી સક્ષમ બનાવી

હિન્દન્યુઝ, જૂનાગઢ યુવતી અને મહિલાઓને સક્ષમ બનાવવા રાજ્ય સરકારશ્રી કટીબધ્ધ છે. જેના માટે યુવતી, મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે છે. જેમાં જુડો, લાઠી દાવ, ચુની દાવ સહિતના દાવ શીખવાડવામાં આવે છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે જિલ્લાની કિશોરીઓ, મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે છે. જેમાં માત્ર ૪ મહિનામાં ૧૧ ગામની ૧૪૯૭ કિશોરી, મહિલાઓને સ્વરક્ષણની તાલીમ આપી સક્ષમ બનાવી છે. યુવતી, મહિલાઓની પજવણીને લગતી ઘટનાને ધ્યાને રાખીને યુવતી, મહિલાઓને સક્ષમ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવે…

Read More

સરકાર અમારા જેવા કારીગરોને પ્રોત્સાહિત કરે છે : અજરખ કારીગર નાસીરભાઇ ખત્રી

હિન્દ ન્યુઝ, ભુજ              મારુ નામ નાસીર ઇસ્માઇલ ખત્રી છે. ગુજરાતમાં અહીં સ્ટોલનો ચાર્જ લેવામાં આવતો નથી. બહારથી આવનારને રહેવા જમવા અને આવવા જવાનો પણ ખર્ચ આપી સરકાર કારીગરોને પ્રોત્સાહિત કરે છે. હું ભુજ અજરખપુરથી આવુ છું. હાથ શાળા નિગમ, વસ્ત્રમંત્રાલય તરફથી TADA (પ્રવાસભથુ)પણ આપે છે આવા સ્ટોલથી અમને કસ્ટમર સાથે સીધો સંપર્ક થાય છે અને એક સાથે વધુ ઓર્ડર પણ મળી જાય છે. ગુર્જરી બજાર જેવું આ ભુજ હાટ સૌને ઘણું ઉપયોગી છે, છેલ્લા ૨૦ વર્ષથી ભુજના અજરખપુર ગામે અને હાલે ૮મી પેઢીથી અજરખ…

Read More

આનાથી ૧૦૦ ઉપરાંત મહિલાઓને રોજગારી મળી રહી છે – ધલ અલ્ફાના ફકીરમામદ ભુજ, બુધવારઃ “ બે વર્ષથી જીલાની સખીમંડળનો સ્ટોર ભુજ હાટ ખાતે ચાલુ છે. ગ્રામ્ય મહિલાઓના એમ્બ્રોયડરી, કેનલ મેકીંગ, ભરતકામ વગેરેની હાલે “ગાંધી શિલ્પ બજાર” ના મેળામાં સ્ટોલમાં વેચાણ કરી રહી છે. મેળાનો વિનામૂલ્યે ઉપરાંત પણ નજીવા રૂ.૨૫ ના દૈનિક ભાડે નિયમિત અહીં સ્ટોલ લાગેલો છે. આનાથી ૧૦૦ ઉપરાંત મહિલાઓને રોજગારી મળી રહી છે.” આ શબ્દો છે જીલાની સખીમંડળના પ્રમુખશ્રી ધલ અલ્ફાના બેનના સોફટટોય, કેનલ મેકીંગ, જવેલરી ડિઝાઈનની તાલીમ આપનારા અલ્ફાનાબેન છેલ્લા પાંચ વર્ષથી સખીમંડળ દ્વારા વિવિધ ગામોની ગ્રામ્ય કારીગર, હુનરબાજ મહિલાઓના કસબને માર્કેટ દ્વારા લોકોના હાથમાં પહોંચાડી રહયા છે. હાલે ભાનુશાળીનગર, ભુજ ખાતે ભુજ હાટમાં ચાલી રહેલા ૨૧મી ફેબ્રુઆરી સુધી ચાલનારા “ગાંધી શિલ્પ બજાર” માં સ્ટોલ લગાવનારા અલ્ફાનાબાનું કહે છે ભુજ હાટ કારીગર અને મહેનતુ મહિલાઓ માટે ઉત્તમ સુવિધાવાળું છે. હંમેશા આવી સુવિધા મળે તો શિલ્પકાર, કારીગર અને અમારા જેવી સખીમંડળની બહેનોને સારુ માર્કેટ અને રોજગારી મળી રહે. સરકારની આ વ્યવસ્થા સારી એવી છે. આનાથી અમે બે પૈસા ભેગા કરી શકીએ છીએ.

હિન્દ ન્યુઝ, ભુજ         બે વર્ષથી જીલાની સખીમંડળનો સ્ટોર ભુજ હાટ ખાતે ચાલુ છે. ગ્રામ્ય મહિલાઓના એમ્બ્રોયડરી, કેનલ મેકીંગ, ભરતકામ વગેરેની હાલે “ગાંધી શિલ્પ બજાર” ના મેળામાં સ્ટોલમાં વેચાણ કરી રહી છે. મેળાનો વિનામૂલ્યે ઉપરાંત પણ નજીવા રૂ.૨૫ ના દૈનિક ભાડે નિયમિત અહીં સ્ટોલ લાગેલો છે. આનાથી ૧૦૦ ઉપરાંત મહિલાઓને રોજગારી મળી રહી છે.” આ શબ્દો છે જીલાની સખીમંડળના પ્રમુખ ધલ અલ્ફાના બેનના સોફટટોય, કેનલ મેકીંગ, જવેલરી ડિઝાઈનની તાલીમ આપનારા અલ્ફાનાબેન છેલ્લા પાંચ વર્ષથી સખીમંડળ દ્વારા વિવિધ ગામોની ગ્રામ્ય કારીગર, હુનરબાજ મહિલાઓના કસબને માર્કેટ દ્વારા લોકોના હાથમાં…

Read More

સી.પી.ચોકસી કોલેજના NSS ના સ્વયંસેવકો ૧૧ હજાર છોડનું વૃક્ષારોપણ કરશે

સોમનાથ ટ્રસ્ટ ના 11 લાખ વૃક્ષો વાવવા ના સંકલ્પમાં સહભાગી થશે વિદ્યાર્થી સ્વયંસેવકો હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  શ્રી સોમનાથ એજ્યુકેશન સોસાયટી વેરાવળ સંચાલિત મતિ સી.પી.ચોકસી આર્ટ્સ & કોમર્સ કોલેજ વેરાવળ ખાતે એન.એસ.એસ દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટ ના અગિયાર લાખ વૃક્ષ વાવવાના સંકલ્પ માં સહભાગી થવા કાર્યક્રમ યોજાયો હતો. ટ્રસ્ટ દ્વારા નિયત કરાયેલ ફોર્મ  ભરી શ્રમદાન કરીને nss ના સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓ શહેર અને ગ્રામ્ય વિસ્તાર ને હરિયાળો કરવા માટે શ્રમદાન કરશે. વિધાર્થીઓ આ કાર્ય ને ઉત્સાહ સાથે કરી અગિયાર હજાર વૃક્ષ ના છોડ નિયત કરાયેલ નિયમો અનુસાર વિતરણ કરશે અને રોપાયેલા છોળ ઉજારવા…

Read More