સમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી ઓક્ટોબર/૨૦૨૧ – નવેમ્બર/૨૦૨૧નાં માસ દરમિયાન તા.૨૪/૧૦/૨૦૨૧ નાં રોજ સંકટ ચતુર્થી, તા.૩૧/૧૦/૨૦૨૧ નાં રોજ રાષ્ટ્રીય એકતા દિન, તા.૦૨/૧૧/૨૦૨૧ નાં રોજ ધનતેરસ, તા.૦૩/૧૧/૨૦૨૧ નાં રોજ કાળીચૌદશ, તા.૦૪/૧૧/૨૦૨૧ નાં રોજ દિવાળી, તા.૦૫/૧૧/૨૦૨૧ નાં રોજ બેસતુ વર્ષ, તા.૦૬/૧૧/૨૦૨૧ નાં રોજ ભાઇબીજ તથા તા.૦૯/૧૧/૨૦૨૧ નાં રોજ લાભ પાંચમ વગેરે તહેવારો/ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી…

Read More

ઉખરલાં ગામની મુલાકાત લઇને છેલ્લાં એક વર્ષ દરમિયાન જન્મેલ દિકરીના ઘરની મુલાકાત લઇ દીકરી જન્મના વધામણાં કર્યા

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર કલેક્ટર યોગેશ નિરગુડેએ ઘોઘા તાલુકાના ઉખરલાં ગામની મુલાકાત લઇને છેલ્લાં એક વર્ષ દરમિયાન જન્મેલ દિકરીના ઘરની મુલાકાત લઇ દીકરી જન્મના વધામણાં કર્યા હતાં. તેમની સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ પણ જોડાયાં હતાં. ભાવનગર કલેક્ટરએ નવરાત્રીના નવલાં દિવસો દરમિયાન તેમની રૂટીન મુલાકાત દરમિયાન ઉખરલાં ગામમાં જન્મેલ દિકરીઓના ઘરે ઢોલ- નગારાં સાથે ગામના આગેવાનો સાથે પહોચ્યાં હતાં. કલેક્ટરએ આ રીતે રાજ્ય સરકાર દ્વારા ‘બેટી બચાવો- બેટી પઢાવો’ના અભિયાનમાં સૂર પૂરાવ્યો હતો. સમાજમાં દિકરો- દીકરી એક સમાન છે તેનો સંદેશ પણ કલેક્ટરએ આ રીતે આપ્યો હતો. કલેક્ટરએ ‘બેટી…

Read More

ભાવનગર જિલ્લા ખાતે “આઝાદી કા અમૃત્ત મહિત્સવ” અંતર્ગત જિલ્લાકક્ષા સાહસિક પ્રવૃત્તિઓની શિબિરનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર કચેરી દ્વારા અને ભાવનગર જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી સંચાલિત ભાવનગર જીલ્લાના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક યુવતીઓ માટે શારીરિક ક્ષમતા વધે અને સહાસિક અને તેઓનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાના હેતુથી તથા ભાવનગરના યુવાનોમાં સહાસિકતાના ગુણનો વિકાસ થાય અને આકસ્મિક આવી પડેલી પૂર, આગ, ભૂકંપ જેવી હોનારતમાં આપાત કાલીન સમયમાં જિલ્લાના યુવાનોની ભાવનગર જિલ્લાને મદદ મળી રહે તેવા આશયથી રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થી, બિનવિદ્યાર્થી યુવક-યુવતીઓને સાહસિક પ્રવૃત્તિઓની શિબિરનું આયોજન થનાર છે.…

Read More

ભાવનગરના કલાજગતમાં ચિરંજીવ યોગદાન કરનાર નાટ્યકર્મી વિનોદ અમલાણીનું અવસાન

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના જાણીતા નાટયકર્મી લેખક- દિગ્દર્શક વિનોદભાઈ અમલાણીનું ટૂંકી બીમારીમાં અવસાન થતાં નગરના કલાકારો અને કલાપ્રેમીઓ ઉપરાંત તેમના વિશાળ મિત્રવર્તુળમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે. જૂનાગઢના વતની અમલાણીએ તેઓના ભાવનગર ખાતેના લાંબા સમયના તત્કાલિન સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રના અધિકારી તરીકેના કાર્યકાળમાં ભાવનગરમાં વિઝ્યુઅલ આર્ટ્સ નામની નાટય સંસ્થાની સ્થાપના કરીને કલાક્ષેત્રમાં કરેલાં નોંધપાત્ર અને ચિરંજીવ યોગદાન બદલ શહેર તેમને કદી વિસરી શકશે નહીં. સ્વ. વિનોદભાઈએ સ્થાપેલી વિઝ્યુયલ આર્ટ્સ સંસ્થાએ અનેક યુવા કલાકારોને તાલીમબધ્ધ કરીને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સફળતા અપાવી છે. રંગભૂમિને કદાપિ વ્યાવસાયિક ઉપાર્જનનું માધ્યમ બનાવ્યા વગર તદ્દન…

Read More

ભાવનગરના પ્રખ્યાત રાજપરાના ખોડિયાર મંદિરે મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત સરકાર દ્વારા નવરાત્રીના નવ દિવસ ગુજરાતના જાણીતા શક્તિપીઠો ખાતે જગતજનનીની મહાઆરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત આજે ભાવનગરના રાજપરા ખાતે આવેલ ખોડિયાર માતાના જાણીતાં મંદિરે પ્રવાસન વિભાગ દ્રારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શક્તિની ભક્તિની ઉપાસનાના પાવન પ્રસંગ એવાં નવરાત્રીના છઠ્ઠા દિવસે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર.સી. મકવાણા આ અવસરે વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં. આ અવસરે મંત્રીએ કહ્યું કે, વિસરાયેલી સંસ્કૃતિને સમાજ જીવનમાં પ્રસ્થાપિત કરવાનું કાર્ય નવરાત્રિ જેવાં મહોત્સવ થકી રાજ્યમાં થયું છે. તેમણે કહ્યું કે, ઉત્સવો અને તહેવારો એ તો સનાતન…

Read More

ત્રીજી લહેર ના ખતરા ને રોકવા માટે બનાસકાંઠા જિલ્લા ના શહેરો ની સાથે ગ્રામીણ વિસ્તાર સજ્જ ઘાણા ગામે શાળા ના બાળકો ને આર્યુવેદીક ઉકાળા નું વિતરણ કરી સ્વસ્થ રહેવા ની હાકલ કરાઈ

હિન્દ ન્યુઝ, લાખણી કોરોના કાળ નો સેકન્ડ ટર્મ એટલે કે ઘર ઘર મોત નો માતમ, 10 દિવસ ના ગાળા માં ન કોઈ ગામ કે ન કોઈ ઘર બચ્યું મોટા ભાગના ઘરો થી અનેક લોકો એ જીવ ગુમાવ્યા હતા.એ પરિસ્થિતિ યાદ આવતા જ હાલ પન કંપારી આવી જાય છે ત્યારે ત્રીજી લહેર ના ભણકારા વાગી રહ્યા છે ત્યારે વધુ નુકશાન ન જાય એ માટે શહેરો ની સાથે ગામડા પણ સજ્જ બન્યા છે એ મુજબ લાખણી ના ઘાણા ગામે ખેડૂત આગેવાન દોલાભાઇ ખાગડા એ શાળા ના બાળકો ને આયુર્વેદિક ઉકાળા નું વિતરણ…

Read More

બનાસકાંઠા ના લાખણી તાલુકાના અસાસણ ગામ મા લાયબ્રેરી નુ ઉદ્ઘાટન કરવા મા આવ્યું

હિન્દ ન્યુઝ, લાખણી સૌ ભણો સૌ આગળ વધો નુ વાક્ય સાર્થક કરતા અસાસણ ના ગામ લોકો બનાસકાંઠા લાખણી તાલુકામાં આવેલુ એક નાનકડુ ગામ એટલે અસાસણ ગામ જ્યાં ગામના જાગ્રુત યુવાનો અને આગેવાનો એ ગામના ભાઈ ઓ અને બહેનો ભણી ગણીને આગળ વધે તે હેતુથી ગામ મા જ બનાવી લાયબ્રેરી અસાસણ ગામ ના ભાઈ ઓ અને બહેનો અલગ અલગ નોકરી મા છે અને હજી પણ વધારે ગામ ના ભાઈ બહેન જોડાય એના માટે ગામ લોકો એ કર્યું આયોજન અસાસણ ગામ ના તમામ લોકો ખેતી અને પશુપાલન ના ધંધા સાથે સંકળાયેલા છે…

Read More

કાંકરેજ તાલુકા ના ઉણ ગામમા ગુજરાત સરકાર રાજ્ય કક્ષા ના શિક્ષણ મંત્રી બન્યા પછી પધારેલ વાઘેલા કીર્તિસિંહ

હિન્દ ન્યુઝ, કાંકરેજ ઉણ ગામમાં દરબાર ગઢ માં આવેલમાં હિંગળાજ ભવાની માતાજી ના મંદિરે રીત રિવાજ મુજબ ની માન્યતા ની માનતા પુરી થાય એ માટે પધારેલ મંત્રી કીર્તિસિંહ એ માતાજી ના દર્શન કરી ને માં હિંગળાજ ભવાની ના આશીર્વાદ લીધા હતા. મંત્રી નું સ્વાગત વાજતા ગાજતા ઢોલ સાથે કીર્તિસિંહ વાઘેલા નું રજવાડી છાપો બંધાવીને માતાજી ની માન્યતા પૂર્ણ કરી. અન્ય ગામના આગેવાનો અને સરપંચ અને જનતા પ્રેમી દ્વારા લોક લાડીલા મંત્રી કીર્તિસિંહ સામેયા સાથે સ્વાગત કરવામાં આવ્યું. અહેવાલ : ઓમપુરી ગૌસ્વામી, દિયોદર

Read More

બેટી બચાઓ,બેટી પઢાઓ યોજના અંતર્ગત ભેંસાણ ખાતે ૫૩૦ લાભાર્થીઓને પિન્ક કાર્ડ અપાયા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લા વહીવટતંત્ર દ્વારા પિન્ક કાર્ડ યોજનાનો પ્રારંભ કરાયો છે. બેટી બચાઓ, બેટી પઢાઓને પ્રોત્સાહન આપવા સાથે મારી દિકરી મારૂ અભિમાન, મારૂ સ્વાભિમાન અને દિકરી વ્હાલનો દરિયો ને સાર્થક કરવા આ પિન્ક કાર્ડ યોજના શરૂ કરાઇ છે. જેના ભાગરૂપે ભેંસાણ તાલુકામાં ૫૩૦ લાભાર્થીઓને પ્રાંત અધિકારી ભૂમી કેશવાલા, મામલતદાર નીરવ ભટ્ટના હસ્તે પિન્ક કાર્ડ અપાયા હતા. તા. ૮ ઓકટબર થી નવીન પહેલના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા વહીવટતંત્ર દ્વારા આ પિન્ક કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે. પ્રાંત અધિકારી જૂનાગઢ દ્વારા લાગુ કરવામાં આવેલ પિન્ક કાર્ડ યોજનાના બહોળા પ્રતિસાદ બાદ,…

Read More

હળવદના સુસવાવ ગામેથી અજાણ્યા પુરુષની લાશ મળી, વારસદારોએ હળવદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા

હિન્દ ન્યુઝ, મોરબી હળવદ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધાયેલ છે. જે અનુસાર કોઈ અજાણ્યો પુરુષ ઉ.વ. આશરે ૩૦ થી ૩૫ તા.૦૨/૧૦/૨૦૨૧ રોજ હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં રામજીભાઈ પુનાભાઈ કણઝરીયા જાતે-દલવાડીની કાઠ નામની વાડીમાં જુવારના પાક માંથી એક અજાણ્યા પુરૂષની લાશ મળી હતી. મરણ જનારની લાશની કોઇ ઓળખ થયેલ ન હોય કે તેના વાલી વારસ મળી આવેલ નથી. મરણ જનાર પુરૂષ ઉ.વ. આશરે ૩૦ થી ૩૫ વર્ષનો શરીરે કાળા રંગનો શર્ટ તથા કાળા કલર જીન્સ પેન્ટ પહેરેલ હોય (કમરનું માપ ૩૦ ઈંચ અને પેન્ટની લંબાઈ ૪૧ ઈંચ) અને મરણજનાર…

Read More