એલવીએમએચ ગ્રુપ 1.16 લાખ કરોડ રૂપિયામાં અમેરિકાની 182 વર્ષ જુની જ્વેલરી કંપની ટિફનીને ખરીદશે

ન્યુયોર્કઃ વિશ્વનું સૌથી મોટું લક્ઝરી ફેશન ગ્રુપ એલવીએમએચ અમેરિકાની 182 વર્ષ જુની પ્રતિષ્ઠિત જ્વેલરી કંપની ટિફનીને 16.2 અબજ ડોલર(1.16 લાખ કરોડ રૂપિયા)માં ખરીદીશે. ફ્રાન્સના એલવીએમએચ સોમવારે આ માહિતી આપી. આ એલવીએમએચની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે. એલવીએમએચ 135 ડોલર પ્રતિ શેરના ભાવ પર ટિફિનીને ખરીદવા તૈયાર થયું છે. ટિફનીના વિશ્વભરમાં 300 સ્ટોર, 14 હજાર કર્મચારી ટિફનીની શરૂઆત ન્યુયોર્કમાં 1837માં થઈ હતી. 1961માં આવેલી આઈ ફિલ્મ બ્રેકફાસ્ટ એટ ટિફિનમાં પણ તે વિશે જણાવવામાં આવ્યું. કંપનીના પ્રોડક્ટ્સના પેકિંગમાં વાપરવામાં આવનાર બ્લૂ બોક્સ તેની ખાસ ઓળખ છે. વિશ્વભરમાં કંપનીના 300 સ્ટોર અને 14…

Read More

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ નેવલનો શેર અઢી મહીનામાં 950% વધ્યો

મુંબઈઃ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગનો શેર અઢી મહીનામાં 950% ચઢ્યો છે. 9 સપ્ટેમ્બર બાદ શેરમાં સતત તેજી જોવા મળી રહી છે. તે દિવસે બીએસઈ પર શેર 73 પૈસા પર બંધ થયો હતો, હાલની પ્રાઈસ 7.67 રૂપિયા છે. રિલાયન્સ નેવલના શેરમાં આ તેજીનો સૌથી લાંબો ગાળો છે. 2009માં શેરનું લિસ્ટિંગ થયું હતું. એનાલિસ્ટોના જણાવ્યા મુજબ શેરમાં ઝડપથી અટકાળબાજી થઈ શકે છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી ફર્મ કેઆરઆઈએસના ડાયરેક્ટર અરુણ કેજરીવાલનું કહેવું છે કે કેટલાક લોકો દ્વારા પોતાના હિતો માટે અટકળબાજી કરવી તે શેરમાં તેજીનું કારણ હોઈ શકે છે.…

Read More

ન્યૂઝીલેન્ડે પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને એક ઇનિંગ્સ અને 65 રને હરાવ્યું, 205 રનની ઇનિંગ્સ રમનાર બીજે વોટલિંગ મેન ઓફ ધ મેચ બન્યો

સ્પોર્ટ્સ ડેસ્ક: ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને પ્રથમ ટેસ્ટમાં ઓવલ ખાતે એક ઇનિંગ્સ અને 65 રને હરાવ્યું હતું. આ સાથે જ યજમાન ટીમે બે ટેસ્ટની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 55 રનમાં 3 વિકેટના સ્કોરથી અંતિમ દિવસની શરૂઆત કરનાર ઇંગ્લિશ ટીમ 197 રનમાં ઓલઆઉટ થઇ હતી. કિવિઝ માટે ફાસ્ટ બોલર નીલ વેગનરે 44 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. વેગનરે 17 બોલના ગાળામાં 3 વિકેટ ઝડપી ઇંગ્લેન્ડના મિડલ ઓર્ડરની કમર તોડી વેગનરના સ્પેલમાં ઇંગ્લિશ ફેલ થયું હતું. તેણે 17 બોલમાં 1 રન આપીને 3 વિકેટ લીધી હતી. પરિણામ રૂપે ઇંગ્લેન્ડ 132/5થી 138/8. તેણે…

Read More

2010ના દાયકામાં ઘરઆંગણે ટેસ્ટમાં ભારતની જીતની ટકાવારી 30% વધી, તેમ છતાં વો-પોન્ટિંગની ટીમને માત આપવામાં નિષ્ફ્ળ

ઇન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટમાં કોઈ ટીમને તેના ઘરઆંગણે હરાવી બહુ મોટી વાત કહેવાય. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડનો પ્રવાસ એશિયન ટીમો માટે લાંબા સમય સુધી નિરાશાજનક રહ્યો છે. બીજી તરફ SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) ટીમો એશિયામાં ઘણીવાર હાવી રહી છે. ભારતે તાજેતરમાં બાંગ્લાદેશને 2-0થી હરાવ્યું હતું અને તે સાથે જ 2010ના દાયકામાં અંતિમ ટેસ્ટ સીરિઝ રમી લીધી હતી. એક નજર કરીએ ભારતના આ દાયકામાં ઘરઆંગણે પ્રદર્શન પર અને પછી તેની સરખામણી 2000ના દાયકાની ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે કરીને જાણીએ કઈ ટીમ ઘરઆંગણે ઓલટાઈમ બેસ્ટ છે. ભારતે 2010ના દાયકામાં 18માંથી 16 સીરિઝ…

Read More

શોએબ અખ્તરે કહ્યું- અમે શીખવા નહીં, જીતવા માટે ઓસ્ટ્રેલિયા ગયા છીએ, બહાના કાઢવા ખોટા છે

સ્પોર્ટ્સ ડેસ્ક: પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ટીમ શીખવા નહીં, પરંતુ જીતવા ગઈ છે. બે ટેસ્ટની સીરિઝમાં બ્રિસ્બેન ખાતેની પ્રથમ ટેસ્ટ હાર્યા પછી અખ્તરે આ ટિપ્પણી કરી હતી. બ્રિસ્બેનમાં એક ઇનિંગ્સથી હાર્યા પછી હેડ કોચ અને ચીફ સિલેક્ટર મિસ્બાહ ઉલ હક અને બોલિંગ કોચ વકાર યૂનિસે કહ્યું હતું કે, ટીમને આ પ્રવાસ પર ઘણું શીખવા મળશે. આના જવાબમાં અખ્તરે કહ્યું કે- બહાના કાઢવા ખોટા છે. ટીમ સિલેક્શન પર સવાલ ઉઠાવ્યો કરાચીમાં આયોજિત એક કાર્યક્રમમાં અખ્તરે મીડિયાને કહ્યું કે, જયારે કોઈ ટીમ વિદેશ પ્રવાસે જાય છે તો…

Read More

ધોનીની નિવૃત્તિ અંગે કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું- IPL 2020ની રાહ જુઓ

સ્પોર્ટ્સ ડેસ્ક: મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિને લઈને વાતો ચાલી રહી છે ત્યારે કોચ રવિ શાસ્ત્રીએ મોટું નિવદેન આપ્યું છે. શાસ્ત્રીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) 2020ની રાહ જુઓ. કોચ અનુસાર ધોની ક્યારે રમવાનું શરૂ કરે છે અને IPLમાં તેનું પ્રદર્શન કેવું રહે છે તેના પર ઘણુંબધું નિર્ભર કરે છે. તેમજ બીજા વિકેટકીપર્સ કેવું રમી રહ્યા છે અને ધોનીની સરખામણીએ તેમનું ફોર્મ કેવું છે. શાસ્ત્રીએ વધુ ઉમેરતા કહ્યું કે, “T-20 વર્લ્ડ કપ પહેલા IPL સૌથી મોટી ટૂર્નામેન્ટ હશે. તે દરમિયાન 15 ખેલાડીઓ નક્કી થશે. તેથી હું કહેવા માગીશ કે શું…

Read More

નવાઝુદ્દીન સિદ્દિકીની ‘મેક માફિયા’ બેસ્ટ ડ્રામા સીરિઝનો એવોર્ડ જીતી, ‘સેફ હાર્બર’ આગળ ‘સેક્રેડ ગેમ્સ’ ના ટકી શકી

ન્યૂ યોર્કઃ 47મા ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સ 2019 તાજેતરમાં જ ન્યૂ યોર્કના મેનહટ્ટનની ન્યૂ યોર્ક હિલ્ટન મીડટાઉન હોટલમાં યોજાઈ ગયા હતાં. આ એવોર્ડ્સમાં ‘લસ્ટ સ્ટોરી’ બેસ્ટ મૂવી/મીની સીરિઝ માટે નોમિનેટ થઈ હતી. જોકે, આ એવોર્ડ ઓસ્ટ્રેલિયન થ્રિલર સીરિઝ ‘સેફ હાર્બર’ જીતી ગઈ હતી. ‘લસ્ટ સ્ટોરી’ તથા ‘સેક્રેડ ગેમ્સ’ની સ્ટાર-કાસ્ટ આ એવોર્ડ શોમાં જોવા મળી હતી. નવાઝે એવોર્ડ જીત્યો નવાઝુદ્દીન સિદ્દિકીની ‘મેકમાઈફિયા’ સીરિઝે બેસ્ટ ડ્રામા સીરિઝનો એવોર્ડ જીત્યો હતો. આ સીરિઝમાં નવાઝ ભારતીય બિઝનેસમેન દિલી મહેમૂદનો રોલ પ્લે કર્યો હતો. રાધિકાએ સોશિયલ મીડિયામાં તસવીરો શૅર કરી રાધિકાએ રેડ કાર્પેટની તસવીરો ઈન્સ્ટાગ્રામમાં શૅર કરી…

Read More

છ વર્ષ બાદ દિવ્યાંકા ત્રિપાઠી-કરન પટેલનો શો ‘યે હૈં મહોબ્બતેં’ બંધ થશે, સ્પિન-ઓફ શો ‘યે હૈં ચાહતેં’ આવશે

મુંબઈઃ એકતા કપૂરનો ડેઈલી શો ‘યે હૈં મહોબ્બતે’ છેલ્લાં છ વર્ષથી ટેલિકાસ્ટ થાય છે. આ શોમાં દિવ્યાંકા ત્રિપાઠી તથા કરન પટેલ મેઈલ લીડમાં છે. આ શો 2013થી પ્રસારિત થાય છે અને ટીઆરપી લિસ્ટમાં પણ જોવા મળે છે. આ શોમાં અનિત હસનંદાની, રૂહાનિક ધવન, અદિતી ભાટિયા, ક્રિષ્ના મુખર્જી, અભિષેક વર્મા સહિતના કલાકારો છે. છેલ્લાં ઘણાં જ સમયથી ચર્ચા થાય છે કે આ શો બંદ થવાનો છે. જોકે, હજી સુધી આ વાત કન્ફર્મ થઈ નથી. સ્પિન-ઓફ શો શરૂ થશે જાણીતા અંગ્રેજી અખબારમાં આ શો ડિસેમ્બરના અંત સુધીમાં પૂરો થશે, તેમ કહેવામાં આવ્યું છે.…

Read More

કૃતિ સેનને ‘પાણીપત’ અને ‘બાજીરાવ મસ્તાની’ની સરખામણી પર કહ્યું, કેરેક્ટર્સ અલગ-અલગ છે

બોલિવૂડ ડેસ્ક: અર્જુન કપૂર અને કૃતિ સેનન સ્ટારર ‘પાણીપત’ ફિલ્મનું ટ્રેલર થોડાં સમય પહેલાં જ રિલીઝ થયું હતું. ત્યારબાદ લોકો તેની સરખામણી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ સાથે કરી રહ્યા હતા. ઇન્ટરનેટ પર ઘણા મીમ વાઇરલ થયા હતા જેમાં અર્જુન કપૂરને રણવીર સિંહ સાથે અને કૃતિ સેનનને પ્રિયંકા ચોપરા સાથે સરખાવવામાં આવી રહ્યા હતા. ફિલ્મમાં અર્જુન કપૂર સદાશિવરાવ ભાઉના રોલમાં છે. ફિલ્મમાં ક્રિતિ સેનન સદાશિવરાવ ભાઉની બીજી પત્ની પાર્વતીબાઈના રોલમાં છે. સદાશિવરાવ ભાઉની પહેલી પત્નીના મૃત્યુ બાદ તેમના લગ્ન પાર્વતીબાઈ સાથે થયા હતા. સદાશિવરાવ ભાઉ પેશવા બાજીરાવના ભાઈના દીકરા હતા.…

Read More

નસીરુદ્દીન શાહ સહિત 100 મુસ્લિમ હસ્તીઓએ કહ્યું, રિવ્યૂ પિટીશન કરવાથી સમુદાયને જ નુકસાન થશે

મુંબઈઃ બોલિવૂડ કલાકારો સહિત અલગ-અલગ ફિલ્ડના અંદાજે 100 મુસ્લિમ વ્યક્તિઓએ અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર રિવ્યૂ પિટીશન દાખલ કરવાનો વિરોધ કર્યો હતો. હાલમાં જ એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે રિવ્યૂ પિટીશન અરજીથી મુસ્લિમોને ફાયદો થવાને બદલે નુકસાન થશે. આ નિવેદન પર નસીરુદ્દીન શાહ, શબાના આઝમી, પત્રકાર જાવેદ અહમદ, હૈદરાબાદના સામાજિક કાર્યકર્તા આરિઝ અહમદ, ચેન્નઈના વકીલ એ જે જવાદ તથા મુંબઈના લેખત અંજુમ રાજાબલીની સહી છે. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય મુસ્લિમ સમુદાય, બંધારણ વિશેષજ્ઞ તથા ધર્મનિરપેક્ષ સંસ્થા આ વાતથી નારાજ છે કે દેશની સૌથી મોટી…

Read More