જામનગર જિલ્લાના ૧.૮૩ લાખ બાળકો માટે શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમનો ધુતારપરથી પ્રારંભ

જામનગર જિલ્લાના ૧.૮૩ લાખ બાળકો માટે શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમનો ધુતારપરથી પ્રારંભ

જામનગર તા.૨૭ નવેમ્બર, જામનગર  જિલ્લાના આશરે ૧ લાખ ૮૩૦૦૦ બાળકોના આરોગ્યની તપાસ અર્થે જિલ્લાના ધુતારપર ગામથી શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમનો જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન માધાણીના હસ્તે અને આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી રેખાબેન ગજેરાની પ્રેરક ઉપસ્થિતિમાં સરસ્વતી વિદ્યા મંદિરથી શુભારંભ કરવામાં આવ્યો હતો.  જિલ્લાની તમામ ૯૧૯ આંગણવાડી, ૮૦૮ પ્રાથમિક શાળા, ૧૮૬ માધ્યમિક શાળા, અન્ય ૯ જેટલી શાળાઓ સહિત કુલ ૧૯૨૨ જેટલી સંસ્થાઓમાં નવજાત શિશુથી ૧૮ વર્ષના તમામ બાળકોને તપાસમાં આવરી લેવામાં આવશે. બાળકોમાં રહેલી ખામી, રોગ, વિકાસલક્ષી વિલંબ કે જન્મજાત ખોડખાંપણ જોવા મળે તો બાળકોને ત્રિસ્તરીય સેવાઓ દ્વારા તપાસીને સઘન સારવાર માટે…

Read More

રામપર ગામે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીકની પ્રેરક ઉપસ્થિતિમાં બંધારણીય દિવસની ઉજવણી કરાઇ

રામપર ગામે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીકની પ્રેરક ઉપસ્થિતિમાં બંધારણીય દિવસની ઉજવણી કરાઇ

જામનગર  તા.૨૬નવેમ્બરને સમગ્ર રાષ્ટ્રમાં બંધારણીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે જામનગર જિલ્લાના રામપર ગામે ખાસગ્રામસભામાં જિલ્‍લા વિકાસ અધિકારી પ્રશસ્‍તિ પારીકની પ્રેરક ઉપસ્થિતિમાં બંધારણીય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ગ્રામસભામાં પદાધિકારી, કર્મચારી સહિત બહોળી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા. જેમણે બંધારણના આમુખના વાંચન સહ શપથ લીધા હતા. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ગ્રામસભામાં રજુ થયેલ લોકપ્રશ્નો વિશે લોકમુખે જ માહિતી મેળવી હતી તેમજ તેનું નિરાકરણ લાવવા લગત વિભાગને સુચનાઓ આપી હતી. આ ઉપરાંત ગ્રામ વિકાસ, ખેતીવાડી, આરોગ્‍ય જેવી વિવિધ યોજનાઓ અને ગામના વિકાસાર્થે તૈયાર કરાયેલ “વિલેજ ડેવલપમેન્‍ટ પ્‍લાન” વિષે ચર્ચા કરી…

Read More

રાજકોટમાં વિશ્વ માલધારીદિન નિમિતે માલધારી સમાજ દ્વારા ભવ્ય બાઈક રેલી : 700 બાઈક સાથે 2000 થી વધુ યુવાધન ઉમટી પડયા

રાજકોટમાં વિશ્વ માલધારીદિન નિમિતે માલધારી સમાજ દ્વારા ભવ્ય બાઈક રેલી : 700 બાઈક સાથે 2000 થી વધુ યુવાધન ઉમટી પડયા

રાજકોટમાં વિશ્વ માલધારીદિન નિમિતે માલધારી સમાજ દ્વારા ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ, 700 બાઈક સાથે 2000 થી વધુ યુવાધન ઉમટી પડયા. વિશ્વભરમાં વસવાટ કરતાં માલધારી સમાજ દ્વારા 26 નવેમ્બરે વિશ્વ માલધારી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેને અનુસંધાને રંગીલા રાજકોટમાં પણ દર વર્ષની જેમ આજે પણ બાઈક રેલી યોજીને શાનદાર રીતે ઉજવણી કરવામાં આવેલ હતી. 26 નવેમ્બર ડો. વર્ગીશ કુરીયને દૂધનું મહત્વ સમજાવવા દૂધનું આર્થિકી કરણ કરીને શ્વેત ક્રાંતિ સર્જી હતી અને આ દિવસે ડો.વર્ગીશ કુરીયનો જન્મ દિવસ પણ મનાવવામા આવે છે તેમજ સાથો સાથ માલધારી દિવસ તરીકે પણ…

Read More