આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ અને નારી ગ્રુપ દ્વારા રક્ત દાન કેમ્પ યોજયો 

હિન્દ ન્યુઝ, જસદણ       જસદણ મુકામે કૈલાશ નગર ખાનપર રોડ સ્વામિનારાયણ મંદિરે મુરબ્બી સ્વ.અશોકભાઈ મહેતા તેમજ સ્વ. દિનેશભાઈ વેકરીયા ના દ્વી માસિક શ્રધાંજલિ નિમિત્તે શ્રી આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી નારી ગ્રુપ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ રક્તદાન કેમ્પ મા ઘણા મહાનુભવો ઉપસ્થિત રહી અને રક્તદાન કરેલ તેમાં નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી તેમજ નગરપાલિકા પૂર્વ ચેરમેન પંકજભાઈ ચાવ સહિત મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરેલ. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Read More

ધ્રોલની ઇનોવેટિવ શાળામાં ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 ની ઉજવણી અંતર્ગત યોગ શિબિર સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર     આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર અને નિયામક આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા પ્રેરિત તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી, જામનગરના માર્ગદર્શન હેઠળ, તા. ૧૨-૦૬-૨૦૨૫ ના રોજ ધ્રોલની ધી ઇનોવેટિવ શાળા ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનું આયોજન આયુષ્માન આરોગ્ય મંદિર, મોટા ઈટાળા અને આયુષ્માન આરોગ્ય મંદિર, મેઘપર તા. જોડીયા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. “યોગ સમાવેશ અને યોગા અનપ્લગ્ડ” થીમ અંતર્ગત આયોજિત આ યોગ શિબિરમાં શાળાના વિદ્યાર્થીઓને યોગાસન વિશે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી અને તેના સ્વાસ્થ્ય લાભો સમજાવવામાં…

Read More

જિલ્લામાં ગેરકાયદેસર રીતે થતા ગર્ભ પરિક્ષણ પર તંત્ર તવાઇ લાવશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ભારત એ વિશ્વમાં સૌથી વધુ જનસંખ્યા ધરાવતો દેશ છે. પરંતુ સ્ત્રી-પુરુષના જાતિ ગુણોત્તરમાં ક્યાંક-ક્યાંક અસમાનતા જોવા મળે છે. ખાસ કરીને ગુજરાત અને ગીર સોમનાથ જિલ્લામાં આ ગુણોત્તર વચ્ચેની ખાઇ વધતી જાય છે.  સમાજમાં દિકરાઓ માટેનું વધુ મહત્વ અને દિકરીને બોજ સમાજવાની સામાજિક માનસિકતાને કારણે દિકરા અને દિકરીઓનું પ્રમાણ દિવસે-દિવસે ઘટતું જાય છે.  નવા શોધાયેલા મેડિકલના ઉપકરણો ખાસ કરીને સોનોગ્રાફી જેવા મશીનોને કારણે ગર્ભમાં જ દિકરો છે કે દિકરી તે જાણવાની ઉત્કંઠાને કારણે પણ ગર્ભપાતનું પ્રમાણ પણ વધ્યું છે. ક્યાંક લેભાગુ ડોક્ટરોની પૈસા કમાવવાની લાલચાને કારણે…

Read More

આંતરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫’: એક પૃથ્વી – એક સ્વાસ્થ્ય માટે યોગ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       ૨૧ જૂન આંતરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં ગીર સોમનાથ જિલ્લામાં યોજાનાર યોગ અભ્યાસ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ઈણાજ વી.સી.હોલ ખાતે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરએ ગ્રામ્યસ્તરથી લઈ શહેરી સ્તર સુધી યોગ દિવસની ઉજવણી સુનિયોજીત રીતે થાય તે અંગે ઉપસ્થિત સર્વેને માર્ગદર્શિત કર્યાં હતાં. કલેક્ટરએ યોગ દિવસની ઉજવણીમાં નાગરિકો અને વિવિધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી થાય અને તમામના સહિયારા પ્રયાસોથી આ કાર્યક્રમ સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણાએ જણાવ્યું હતું કે, આ…

Read More

તા. ૧૭ જૂન ના રોજ આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને રેડ કોર્સ સોસાયટી આણંદના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબીર યોજાશે

૧૪ જૂન – વિશ્વ રક્તદાતા દિવસ  હિન્દ ન્યુઝ, આણંદ     સમગ્ર વિશ્વમાં તારીખ ૧૪ જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આગામી તારીખ ૧૭ મી જૂન મંગળવારના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના અવસરે આણંદ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર અને રેડ કોર્સ સોસાયટી, આણંદના સંયુક્ત ઉપક્રમે આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ ડી.ઝેડ.સ્કૂલની સામે આવેલ સરદાર બેન્ક્વેટ હોલ ખાતે સવારના ૯:૦૦ કલાકથી સાંજના ૫:૦૦ કલાક દરમિયાન રક્તદાન શિબિર યોજાશે.     જેમાં પોલીસ વિભાગ સહિત હોમગાર્ડ જી.આર.ડી., એસ.આર.પી, કૃષિ વિભાગ, ગ્રામ સેવક, શિક્ષણ વિભાગ, એમ.જી.વી.સી.એલ, મહાનગરપાલિકા તથા મહેસુલી કચેરીઓ…

Read More

પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક(SUP) તથા ૧૨૦ માઈક્રોન કરતા ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટીક કેરી બેગના ઉત્પાદન, સંગ્રહ, વેંચાણ અને વિતરણ પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       જાહેર જીવનમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટીકની કોથળી, પ્લાસ્ટીકની થેલીઓની અંદર વધેલો ખાદ્ય પદાર્થ ખાવાથી પશુઓ મૃત્યુને ભેટેલ હોવાના અને પશુઓના પેટમાંથી પ્લાસ્ટીકનો જથ્થો કાઢેલાના ઘણા કિસ્સાઓ બને છે. તેમજ પ્લાસ્ટીક બેગ સાથે ખાદ્ય પદાર્થોવાળી વસ્તુઓ ગટરોમાં નાખવાથી ગટરો પેક થઈ જાય છે અને ગંદુ પાણી જાહેરમાં વહેવાના કારણે ગંદકી ફેલાતી હોય છે.       પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ(એમેડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ના નિયમ-૪ ની જોગવાઈ મુજબ ૧૨૦ માઈક્રોન કરતા ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટીક કેરી બેગના ઉત્પાદન, સંગ્રહ, વેંચાણ અને વિતરણ પ્રતિબંધિત છે તેમજ પોલીસ્ટાયરીન અને એક્ષપાન્ડેબલ પોલીસ્ટાયરીન સહિતની…

Read More

તા. ૨૧ જૂન ના રોજ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે

હિન્દ ન્યુઝ, આણંદ     આગામી ૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આણંદ જિલ્લામાં ઉજવણી કરવાના આયોજન બાબતે નિવાસી અધિક કલેકટર આર.એસ.દેસાઈના અધ્યક્ષસ્થાને આણંદ સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઇ હતી.     સમગ્ર વિશ્વ અને દેશમાં તા. ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ગુજરાતમાં પણ વધુને વધુ લોકોને યોગ બાબતે જાગૃત કરવા અને યોગ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આણંદમાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાના આયોજન માટે બેઠક યોજાઇ હતી.      આ બેઠકમાં…

Read More

🫁 ક્ષયમુક્ત ભારત તરફ દ્રઢ કદમ : રાજકોટનું પ્રેરણાદાયી યોગદાન

હિન્દ ન્યુઝ, રાજકોટ સ્વસ્થ ભારત, તંદુરસ્ત ગુજરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2018માં શરૂ કરેલા ક્ષય નિર્મૂલન અભિયાન અંતર્ગત, ગુજરાતે આરોગ્યક્ષેત્રે અદ્વિતીય કામગીરી દ્વારા દેશમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. 📉 2015ની તુલનાએ 2023માં… 🔹 નવા T.B. દર્દીઓમાં 34% ઘટાડો 🔹 મૃત્યુદરમાં 37%નો ઘટાડો 💐 આ કામગીરી બદલ કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને “States with Most Improvement”માં પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે — જે રાજય માટે ગૌરવની બાબત છે! 📌 રાજકોટ જિલ્લાની સિદ્ધિ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 145 દિવસમાં 1.52 લાખથી વધુ હાઇ રિસ્ક વ્યક્તિઓનું સ્ક્રીનિંગ, 👉 51,842 X-Ray 👉 20,244…

Read More

રાજકોટ જિલ્લા માટે એક વધુ ગૌરવની ક્ષણ! 

હિન્દ ન્યુઝ, રાજકોટ  🚭 રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP) હેઠળ કેન્દ્ર સરકારના M.I.S.-NTCP પોર્ટલ પર ઉત્તમ કામગીરી બદલ રાજકોટ જિલ્લાને રાજ્યકક્ષાનો એવોર્ડ મળ્યો છે. જે રાજ્ય તમાકુ નિયંત્રણ સેલ – ગાંધીનગર અને Faith Foundation દ્વારા એનાયત કરવામાં આવ્યો છે, જે રાજકોટની વ્યસનમુક્તિ માટેની નિષ્ઠા અને પ્રયત્નોને ઉજાગર કરે છે. ✨ રાજકોટ જિલ્લામાં ચાલી રહેલી આ મહત્વપૂર્ણ કામગીરીમાં નીચે મુજબની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. 🔹 તમામ ૧૦૮૭ શાળાઓ તમાકુમુક્ત બનાવાઈ 🔹 ૬૦ કેસ હેઠળ રૂ. ૯૨૩૦નો દંડ વસૂલ 🔹 દરેક તાલુકામાં જાહેર આરોગ્ય કેન્દ્રો દ્વારા વ્યસનમુક્તિ સંકલ્પ 🔹 વિશ્વ તમાકુ નિષેધ…

Read More

ગોંડલમાં કલેકટરનાં માર્ગદર્શન હેઠળ સાધન સહાય કેમ્પ યોજાયો 

વરિષ્ઠ નાગરિકો માટે સહારો હિન્દ ન્યુઝ, ગોંડલ 👴🏼👵🏼 રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં યોજાયો એક ઉદાત્ત અને માનવતાવાદી પ્રયાસ – સિનિયર સિટીઝન્સ માટેનો “સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ”. આ પહેલ કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ થઈ હતી, જેમાં જિલ્લા વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને નિખાલસપણે પહોંચી વળવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો. 🩺 આ કેમ્પમાં થયેલી મુખ્ય કામગીરી: 🔹 એલિમ્કો દ્વારા 229 વરિષ્ઠ નાગરિકોનું એસેસમેન્ટ 🔹 318 નાગરિકોએ આવક દાખલા મેળવ્યા 🔹 S.T. વિભાગે 40 વરિષ્ઠ નાગરિકોને યોજનાઓની માહિતી આપી 🔹 197 વરિષ્ઠ નાગરિકોના B.P. અને ડાયાબિટીસની તપાસ 🔹 482 નાગરિકોને ટી.બી., મલેરિયા વગેરે અંગે…

Read More