જિલ્લાના મતદારો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી

હિન્દ ન્યુઝ, આણંદ   આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે શાંતિપૂર્ણ વાતાવરણમાં સમગ્ર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આણંદ જિલ્લામાં થયેલ શાંતિપૂર્ણ મતદાન બદલ જિલ્લાના મતદારો અને રાજકીય પક્ષો સહિત સર્વે પ્રતિ આભારની લાગણી વ્યકત કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતુ કે, ચૂંટણી દરમિયાન તંત્રને મળેલ ફરિયાદોનો નિયત સમયમર્યાદામાં ત્વરિત નિકાલ કરવામાં આવ્યો હતો. પોલીસ વિભાગે કાયદો-વ્યવસ્થા અને શાંતિ-સલામતી જાળવવામાં આપેલ યોગદાન અભિનંદનને પાત્ર રહયું છે.  ચૌધરીએ મતદાતાઓને મતદાન વ્યવસ્થાની જાણકારી આપવાની સાથે તેમને મતદાન અર્થે સંકલ્પબધ્ધ કરવા તંત્રએ હાથ ધરેલી સઘન…

Read More

ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સીલબંધ ઇ.વી.એમ. સ્ટ્રોંગ રૂમમાં સીલ

હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અને ૧૦૮- ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીનું અન્વયેનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. આણંદ મતદાર વિભાગમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયા બાદ આણંદ જિલ્લાના સાત વિધાનસભા મત વિસ્તારના સીલબંધ ઇ.વી.એમ. વલ્લભ વિદ્યાનગર સ્થિત બી.જે.વી.એમ. કોમર્સ કોલેજ તથા નલીની અરવિંદ ટી.વી.પટેલ આર્ટસ કોલેજ ખાતેના સ્ટ્રોંગરૂમમાં અભેદ સુરક્ષા સાથે જમા લઈ સીલ કરવામાં આવ્યા છે. જયાં ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થાની સાથે ૨૪×૭ સી.સી.ટી.વી. કેમેરા મોનિટરિંગ કરવામાં આવી રહયુ છે. નોંધનિય છે કે, લોકસભાની ચૂંટણી અન્વયે આગામી તારીખ ૦૪ જૂનના રોજ મત ગણતરી…

Read More

ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ

હિન્દ ન્યુઝ, આણંદ     ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થવા પામ્યું હતું. ૧૬-આણંદ સંસદિય મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૦૮- ખંભાત વિધાનસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં સરેરાશ ૬૬.૨૮ ટકા મતદાન નોંધાયું છે. ઉલ્લેખનિય છે કે, ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં કુલ ૨,૩૪,૬૫૮ જેટલા મતદારો નોંધાયા છે. જેમાં ૧,૨૦,૯૬૨ જેટલા પુરૂષ મતદારો તથા ૧,૧૩,૬૯૬ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. ૧૦૮-ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં નોંધાયેલા મતદારો પૈકી ૬૯.૪૩ ટકા એટલે કે, ૮૩,૯૮૮ પુરૂષ અને ૬૨.૯૨ ટકા એટલે કે, ૭૧,૫૩૭ મહિલા…

Read More

મતદાનના દિવસે આણંદ જિલ્લામાં આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી

હિન્દ ન્યુઝ, આણંદ     લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગતનું મતદાન આણંદ જિલ્લામાં ગતરોજ પૂર્ણ થયેલ છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે. લોકસભાની આ ચૂંટણી અન્વયે ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારી – કર્મચારીઓ તથા મતદાનના દિવસે મત આપવા આવતા મતદારોને હીટ વેવ – ગરમીના કારણે કોઈ આરોગ્યલક્ષી તકલીફ ના પડે તે માટે જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા મતદાનના દિવસે હીટ વેવને ધ્યાને લઈ જિલ્લાના તમામ…

Read More

અખાત્રીજના યોજાનારા લગ્ન સમારંભો પર તત્રંની રહશે બાજ નજર

હિન્દ ન્યુઝ, મહિસાગર બાળલગ્નમા સામેલ ગોરમહારાજ, રસોયા, મડંપ ડેકોરેશન,ફોટોગ્રાફર સામે પણ કાર્યવાહી કરાશે આયોજકોએ લગ્નગ્રંથિથી જોડાનારની જન્મ તારીખના દાખલાની ખરાઇ કરાવવી પડશે. મહિસાગર જિલ્લામાં હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે અને તેમાય ખાસ કરીને અખાત્રીજ (અક્ષયતૃતિયા)ના દિવસને લગ્ન માટે શુભ માનવામાં આવે છે જેથી મહિસાગરમાં બાળલગ્ન ન થાય તે માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામા આવનાર છે આ પ્રકારના બાળલગ્નોમાં સામેલ થનાર ગોરમહારાજ, રસોયા, મડંપ ડેકોરેશન, ડી.જે, બેન્ડબાજા વાળા, ફોટોગ્રાફર સહિતનાઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધીકારીએ જણાવ્યું કે, સમુહલગ્નનાં આયોજકો તથા…

Read More

જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ

હિન્દ ન્યુઝ, જામનગર   ૧૨-જામનગર લોકસભા બેઠક પર તા.7 મે ના રોજ યોજવામાં આવેલ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઇ છે. 12-જામનગર લોકસભા બેઠક પર કુલ 57.67% મતદાન નોંધાયું છે. દિવસભરનું જોવામાં આવે તો સવારે 7:00 થી 9:00 દરમિયાન 8.88%, 7:00 થી 11:00 દરમિયાન 20.85%, 7:00 થી 1:00 દરમિયાન 34.62%, 7:00 થી 3:00 વાગ્યા દરમિયાન 42.52%, 7:00 થી 5:00 દરમિયાન 52.36% મતદાન નોંધાયું હતું.  

Read More

શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ચૂંટણી પ્રક્રિયા

હિન્દ ન્યુઝ, જામનગર  મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. રાજયના તમામ સંસદીય મતવિભાગોમાં મતદાનની પ્રક્રિયા સરળતાથી અને સુપેરે પૂર્ણ થઇ છે. રાજ્યના વિશિષ્ટ પ્રકારના મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાંજે 5.00 વાગ્યા સુધીમાં રાજ્યની 25 લોકસભા બેઠક પર સરેરાશ 55.22 ટકા તથા વિધાનસભાની 05 બેઠકો પર 56.56 ટકા મતદાન થયું છે. મતદાન આજે સાંજે 6:00 વાગે સંપન્ન થયું હતું. આજે મોડી રાત્રે 12 વાગ્યે ચોક્કસ ટકાવારી જાણી શકાશે. મુખ્ય નિર્વાચન અધિકારીએ ઉમેર્યું હતું કે, રાજયના 25 સંસદીય…

Read More

જામનગર શહેરનું ૬૦- એ.કે.દોશી મહિલા કોલેજ આદર્શ મતદાન મથક બન્યું લોકોના આકર્ષણનું કેન્દ્ર

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લામાં સવારના ૭ વાગ્યાથી જ લોકો મતદાન કરવા પહોચી રહ્યા છે. ત્યારે ૭૮-જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૦-એ.કે.દોશી મહિલા કોલેજ જામનગર ખાતે રામસર સાઇટનો દરરજો ધરાવતા ખીજડીયા પક્ષી અભ્યારણ્યની થીમ પરનું આદર્શ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. આ આદર્શ મતદાન મથક પર ખીજડિયા પક્ષી અભ્યારણ્યના આકર્ષક ફોટાઓ, અહીં જોવા મળતા પક્ષીઓ અને તેમના વિશેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ગુજરાતનાં 23 અભ્યારણ્યો પૈકી જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં ૩૦૦ થી પણ વધુ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. પ્રવાસન વિભાગ દ્વારા ખીજડીયા ગામને સિલ્વર કેટેગરી અંતર્ગત ‘બેસ્ટ…

Read More

મહિલાઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું જામનગરની વિશ્વ વિખ્યાત બાંધણીની થીમ આધારિત આદર્શ મતદાન મથક

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લામાં કુલ ૧૨૪૭ મતદાન મથકો છે જે પૈકી સાત મોડેલ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જેમાંથી ૭૯- જામનગર દક્ષિણ વિધાનસભામાં સમાવિષ્ટ ૩-જામનગર (કૃષ્ણનગર મેઈન રોડ) શ્રી જેકુરબેન સોની કન્યા વિદ્યાલય ખાતે આદર્શ મતદાન મથકમાં જામનગરની પ્રખ્યાત બાંધણીની થીમ રાખવામાં આવી છે. અહીં મતદાન આપવા આવેલા નિર્મળાબેને જણાવ્યું હતું કે, મતદાન મથક ઉપર દીવાલોમાં રંગબેરંગી બાંધણીઓ જોઈને મને ઘણો આનંદ થયો છે. જામનગરનો જુનામાં જૂનો બાંધણી ઉદ્યોગએ જામનગરની આગવી ઓળખ છે. જામનગરની ઘણી મહિલાઓ બાંધણીના ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. અને જામનગરની દરેક મહિલાઓ પાસે બાંધણી…

Read More

74-લાલપુર આદર્શ મતદાન મથક ખાતે લોકોને ગરમીમાં રાહત મળે તે હેતુથી છાસ વિતરણનું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લામાં મતદાન મથકો ખાતે લોકોને ગરમીમાં રાહત મળી રહે તે માટે જે તે સેન્ટર પર છાંયડો, પીવાના પાણીની વ્યવસ્થા, પંખાઓ, ઓઆરએસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ત્યારે જામનગર જિલ્લાના 74-લાલપુર-4 એલ.એલ.એ. મહેતા ગર્લ્સ હાઇસ્કૂલ આદર્શ મતદાન મથક ખાતે લોકોને ગરમીથી રાહત મળી રહે તે હેતુથી છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે. બપોરના સમયે પણ લોકો મતદાન કરવા પહોંચ્યા છે. અને મત આપવા આવી રહેલ તમામ લોકોને છાસ પીવડાવવામાં આવી રહી છે. તંત્રના આ અભિગમને લોકો પણ આવકારી રહ્યા છે.  

Read More