હિન્દ ન્યુઝ, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, આણંદ તથા આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના સંયુક્ત ઉપક્રમે 10 જિલ્લાના બી.આર.સી. (Bio-Resource Center) યુનિટ ધરાવતા ખેડૂતો માટે એક દિવસીય વર્કશોપ-કમ-તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતુ.
Read MoreAuthor: Admin
જામનગરમાં ‘હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ’ અભિયાન અંતર્ગત સરકારી ડેન્ટલ કોલેજ દ્વારા સતત ૩૧ દિવસ સુધી જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર ખાતે સ્થિત સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા ‘વર્લ્ડ ઓરલ હેલ્થ ડે ૨૦૨૬’ ની ઉજવણીના ભાગરૂપે “A Happy Mouth is… A Happy Life” થીમ હેઠળ ૩૧ દિવસીય જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ’ આ અભિયાન હેઠળ નાગરિકોને મૌખિક આરોગ્યનું મહત્વ, તમાકુના દૂષણથી સમાજને દૂર રાખવા અને સ્વસ્થ જીવનશૈલી માટે જનતાને પ્રેરિત કરવાનો પ્રયાસ કરાયો હતો. આ ભગીરથ કાર્ય માટે સંસ્થા દ્વારા બે મહિના અગાઉથી જ માઈક્રો પ્લાનિંગ કરી ડોક્ટરો, સ્ટાફ અને વિદ્યાર્થીઓની ૧૦ વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. આ…
Read More૬૬માં ‘ગુજરાત ગૌરવ દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રીનો પ્રજાજોગ સંદેશ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી : ¤ તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જનતાએ અમને પ્રચંડ સમર્થન આપીને વિશ્વાસ અકબંધ રાખ્યો છે, આ પ્રેમનો નતમસ્તકે અમે ઋણ સ્વીકાર કરીએ છીએ ¤ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ થકી શરૂ થયેલી ‘વાઈબ્રન્ટ સમિટ’ની સતત સફળતાને પગલે ગુજરાત આજે ‘ગ્લોબલ ગેટ-વે ટુ ધી ફ્યુચર’ અને દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતું રાજ્ય બન્યું ¤ ઇન્ફ્રાસ્ટક્ચર ડેવલપમેન્ટના ધ્યેય સાથે સુરત અને તેની આસપાસના વિસ્તાર માટે ‘સુરત ઈકોનોમિક રિજીયન ડેવલોપમેન્ટ પ્લાન’ તૈયાર : ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે નવા 6 રિજનલ ઈકોનોમિક માસ્ટર પ્લાન…
Read Moreઆઈ.સી.ડી.એસ. (ICDS) જૂનાગઢ-૨ ઘટક દ્વારા પોષણ અભિયાન
હિન્દ ન્યુઝ, જૂનાગઢ આઈ.સી.ડી.એસ. (ICDS) જૂનાગઢ-૨ ઘટક દ્વારા પોષણ અભિયાન અંતર્ગત ડુંગરપુર સેજાના ઈવનગર આંગણવાડી કેન્દ્ર-૪ ખાતે ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક માતાઓ અને બહેનોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લા પંચાયતના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં આંગણવાડીના લાભાર્થી બહેનોએ સરકાર દ્વારા મળતા THR (ટેક હોમ રાશન) અને મિલેટ્સ (શ્રી અન્ન) નો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ પ્રદર્શિત કરી હતી. પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે દ્વારા ઉપસ્થિત તમામ બહેનોને મિલેટ (જાડા ધાન્ય) ના આરોગ્યપ્રદ…
Read Moreઆગામી તારીખ 6 થી 8 મે દરમિયાન ત્રિમંદિર, અડાલજ ખાતે મહેસૂલ વિભાગની ચિંતન શિબિરનું આયોજન થનાર છે.
હિન્દ ન્યુઝ, ગાંધીનગર આ કાર્યક્રમની સુચારુ તૈયારીઓના ભાગરૂપે આજે માનનીય અધિક મુખ્ય સચિવ (મહેસૂલ) શ્રીમતી જયંતી રવિના અધ્યક્ષસ્થાને ગાંધીનગર જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા શિબિરના સુવ્યવસ્થિત સંચાલન માટે જરૂરી વ્યવસ્થાઓ અને તૈયારીઓની સમીક્ષા કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
Read Moreજિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડેની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી નાગરિકોએ કરેલી વ્યક્તિગત તેમજ જાહેર હિતને લગતી ફરિયાદોની સંબંધિત વિભાગોના અધિકારીઓ અને અરજદારોની રૂબરૂમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ દરમિયાન જમીન માપણી જમીનમાં બિનખેતી સુધારા બાબત તેમજ આકરણી પ્રકિયા સહિતના મુદ્દાઓ અંગે જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા કરી અને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન આપતા ફરિયાદોનું સુખદ અને સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરએ જિલ્લાના અમલીકરણ અધિકારીઓને…
Read Moreવાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત
હિન્દ ન્યુઝ, સુરત તા. 1 – 2મેના રોજ સુરત ખાતે યોજાનાર VGRC થકી ટેક્સટાઈલ અને ઔદ્યોગિક વિકાસને મળશે નવી દિશા 🔹16મી સદીનું અગ્રણી વેપારી મથક અને સમૃદ્ધ બંદર સુરત હવે વૈશ્વિક ઓળખ ધરાવતું ‘સિલ્ક સિટી’ બન્યું; VGRC થકી સુરતના ટેક્સટાઈલ સેક્ટરમાં નવી તકોના દ્વાર ખુલશે 🔹દક્ષિણ ગુજરાતનો ટેક્સટાઈલ ઉદ્યોગ ગુજરાતના ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથનું એન્જિન; વિશ્વના કુલ કાપડ ઉત્પાદનમાં 30 ટકા, મેન-મેઈડ ફાઈબર ક્ષેત્રે ભારતનો 65 ટકા અને ગુજરાતના કુલ GDPમાં સુરતનો 25 ટકાથી વધુનો હિસ્સો 🔹VGRCથી સુરતના ટેક્સટાઈલ સેક્ટરમાં મોટાપાયે વિદેશી રોકાણ (FDI) આકર્ષાશે, આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે સીધું નેટવર્કિંગ વધશે અને…
Read Moreતા. 30મી એપ્રિલ, ગુરૂવારના રોજ યોજાશે સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતા રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત એપ્રિલ-2026નો રાજ્ય સ્વાગત તા. 30મી એપ્રિલે યોજાશે. નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, તા. 30મી એપ્રિલના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે… વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.
Read Moreઆણંદ જિલ્લાના નાગરિકોએ ગરમીમાં લૂ (હીટ સ્ટ્રોક) થી રક્ષણ મેળવવા આટલુ ધ્યાને રાખવુ
હિન્દ ન્યુઝ, આણંદ ગરમીની ઋતુમાં હિટવેવને કારણે જિલ્લાના નાગરિકોને સાવચેતીના પગલારૂપે કેટલાંક જરૂરી સૂચનોનું પાલન કરવું હિતાવહ છે. હિટવેવને કારણે કોઈપણ સમયે કોઈપણ વ્યક્તિ ગરમીના તાણ અને ગરમી સંબંધિત બિમારીથી પીડાઈ શકે છે, જોકે કેટલાક લોકો વધુ જોખમમાં છે અને તેમને અન્ય કરતાં અને વધારાનું ધ્યાન આપવું જોઈએ. શિશુઓ અને નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, બહાર કામ કરતા લોકો, જે લોકોને માનસિક બિમાર હોય, જે લોકો શારીરિક રીતે બિમાર છે, ખાસ કરીને જેમને હૃદય રોગ અથવા હાઈ બ્લડ પ્રેશર હોય, તેવા સવેદંનશીલ વસ્તી માટે વધુ જોખમ હોવાથી તેમની વિશેષ કાળજી…
Read Moreભારત સરકારના કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ દ્વારા સોમનાથ મહાદેવની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના
હિન્દ ન્યુઝ, સોમનાથ ભારત સરકારના ગૃહ અને સહકારીતા મંત્રી તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ એ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં દર્શનાર્થે પધાર્યા હતા. શ્રદ્ધા, સ્વાભિમાન, અને સમર્પણના ત્રિવેણી સંગમ સમાન આ મુલાકાત દરમિયાન તેઓએ સજોડે મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મહાપૂજા, પાઘ અને ધ્વજા પૂજા: અમિતભાઈ શાહે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી સજોડે ધ્વજા પૂજા, પાઘ પૂજા અને સોમેશ્વર મહાપૂજા કરી હતી. આ અવસરે તેઓએ સોમનાથ મહાદેવને એક વિશેષ ‘મરાઠી પાઘ’ અર્પણ કરી હતી જેની…
Read More