હિન્દ ન્યુઝ, આણંદ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા આણંદ જિલ્લાના સફાઈ કામદારોના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે પ્રોત્સાહક યોજના અમલમાં મૂકવામાં આવી છે. માર્ચ/એપ્રિલ-૨૦૨૬ ની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨મા આર્ટસ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર અને ઈનામ અપાશે. આણંદ જિલ્લાના લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેવા જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, આણંદ દ્વારા અનુરોધ કરાયો છે. આ યોજના હેઠળ માર્ચ/ એપ્રિલ 2026 માં લેવામાં આવેલ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, કોમર્સ કે વિજ્ઞાન પ્રવાહમાં…
Read MoreAuthor: Admin
રાષ્ટ્રીય ધોરીમાર્ગ-64 પર બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ ઉપરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર તા.18/09/2026 સુધી સંપૂર્ણ પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લાના બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ અતિભારે વરસાદથી નુકશાન થવાને કારણે જુનુ સ્ટ્રક્ચરનું સંપુર્ણ ડેમોલીશન કરવાનું હોય, અગાઉ તારીખ 17/05/2026 સુધી આ રસ્તા ઉપર થી તમામ પ્રકારના વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેની મુદત લંબાવવા રજૂઆત મળતા આણંદ જિલ્લાના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઇએ તેમને મળેલ સત્તાની રૂઇએ એક જાહેરનામા દ્વારા તા.18/09/2026 સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-64 પર આણંદ જિલ્લાના બોરસદ ગામે સુર્યમંદિર પાસે આવેલ માઇનોર બ્રીજ ઉપરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે…
Read Moreઆણંદ જિલ્લાના પશુપાલકોએ પોતાના પશુને ફરજિયાત છાયડા નીચે રાખવા પશુપાલન વિભાગના અધિકારીની અપીલ
હિન્દ ન્યુઝ, આણંદ હાલમાં ચાલી રહેલ ઉનાળાની કાળઝાળ ગરમીમા રક્ષણ માટે માટે આણંદ જિલ્લાના પશુપાલકોએ પોતાના પશુને ફરજિયાત છાયડા નીચે રાખવા તથા તમામને શક્ય હોય ત્યાં સુધીમાં 24 કલાક પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવી, પતરા ના શેડ પર પૂળા કે પાતળી ઢાંકવી, લીલો ચારો આપવો, પશુને બપોર દરમ્યાન તડકામાં ચરવા માટે છોડવાથી બચવું. દુધાળા પશુમાં જ્યારે વધુ ગરમી પડે ત્યારે તેઓને હિટ સ્ટ્રોક ની સમસ્યા સર્જાઈ શકે છે. જેમાં મો માંથી લાળ પડવી, વધુ પડતું હાંફવું, દૂધ ઉત્પાદન ઘટી જવું, નબળાઈ આવવી જેવા લક્ષણો દેખાય છે, જો આ પ્રકારના…
Read Moreદાહોદ પ્રભારી સચિવ વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા પ્રભારી સચિવ વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન, ખાતે દાહોદ જિલ્લાના મહત્વના મુદ્દાઓ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ દરમ્યાન કલેકટરસુશ્રી સુરભી ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા તેમજ પ્રાયોજના વહીવટદાર પ્રતિક જૈન ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમ્યાન નાયબ જિલ્લા વિકાસ અધિકારી પથિક દવેએ વિવિધ વિભાગીય કામગીરી અંગે પીપીટી થકી વિસ્તાર પૂર્વક માહિતી રજુ કરી હતી. જેમાં દાહોદ જિલ્લાના ઈન્ડીકેટર્સના મુદ્દા પણ રજુ કરવામાં આવ્યા હતા. આ અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢાએ વિભાગ વાઈઝ કામગીરી અંગે મહત્વની…
Read Moreમાંડવી ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે દિવ્યાંગ લાભાર્થીને ઇલેક્ટ્રિક મોપેડ એનાયત
હિન્દ ન્યુઝ, સુરત સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ વર્ગ સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવાના આશય સાથે માંડવી સ્થિત સાંસદ કાર્યાલય ખાતે સેવા કાર્યક્રમ યોજાયો હતો. સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાની સાંસદ ગ્રાન્ટ અંતર્ગત દિવ્યાંગજન કલ્યાણના હેતુસર દિવ્યાંગ લાભાર્થી હિતેષભાઈ મોહનભાઈ ચૌધરીને ઇલેક્ટ્રિક મોપેડ અર્પણ કરવામાં આવી હતી. આ આધુનિક ઇલેક્ટ્રિક મોપેડની સહાય મળવાથી લાભાર્થીને પોતાના રોજિંદા જીવનમાં અવરજવર માટે અન્ય પર નિર્ભર રહેવું નહીં પડે અને તેમની સફર વધુ સરળ બનશે. આ સહાય દિવ્યાંગ લાભાર્થીને આત્મનિર્ભરતા અને સ્વાવલંબન તરફ આગળ વધવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે.…
Read Moreનવસારી જિલ્લામાં જનગણના-૨૦૨૭ અંતર્ગત સ્વ-ગણના અભિયાનનો પ્રારંભ
હિન્દન્યુઝ, નવસારી ભારત સરકાર દ્વારા હાથ ધરાનારી જનગણના-૨૦૨૭ અંતર્ગત તા. ૧૭ મે ૨૦૨૬ થી ૩૧ મે ૨૦૨૬ દરમિયાન સ્વ-ગણના (Self-Enumeration) પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત નાગરિકો પોતાના ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી પોતાની તથા પરિવારની માહિતી નોંધાવી શકશે. આ સંદર્ભે નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા જિલ્લાના નાગરિકોને સ્વ-ગણનાની પ્રક્રિયામાં સક્રિય સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું કે જનગણના દેશના ભાવિ વિકાસ અને આયોજન માટેની સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક છે. જિલ્લા કલેક્ટરએ જિલ્લાના તમામ નાગરિકોને તા. ૧૭ મે…
Read Moreદાહોદ પ્રાયોજના વહીવટદાર પ્રતિક જૈનના અધ્યક્ષ સ્થાને ચીલાકોટા મુખ્ય પ્રા. શાળા ખાતે જન ભાગીદારી અભિયાનનો કરાયો પ્રારંભ
હિન્દ ન્યુઝ, દાહોદ ભારત સરકાર દ્વારા ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત જન ભાગીર્દારી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. દાહોદ જિલ્લામાં “ જન ભાગીદારી અભિયાન ” અંતર્ગત લીમખેડા તાલુકાના ચીલાકોટા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે પ્રાયોજના વહીવટદાર પ્રતિક જૈનના અધ્યક્ષ સ્થાને જન ભાગીદારી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી લીમખેડા યશોરાજસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા કક્ષાએ કલસ્ટર દીઠ તાલુકાના તમામ ગામો આવરી લઈ જે તે ફાળવેલ સ્થળ પર કેમ્પ કરવાના આવશે. આ કેમ્પ દરમ્યાન તારીખ ૧૮ મે થી તારીખ ૨૫ મે સુધી…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લેતા ગુજરાત કેડરમાં ફાળવાયેલા 2025ની બેચના 8 પ્રોબેશનરી IAS ઓફિસર્સ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર બાવન સપ્તાહની જિલ્લા તાલીમ પૂર્વે માન. મુખ્યમંત્રીએ અજમાયશી IAS અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી; આ અધિકારીઓ જિલ્લા તાલીમ દરમિયાન જાહેર આરોગ્ય અને પોષણ, વન ડિસ્ટ્રિક્ટ – વન પ્રોડક્ટ, સોશિયલ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્કલુઝન, ગુડ ગવર્નન્સ, લૉ એન્ડ ઓર્ડર, મેનેજમેન્ટ જેવા બહુવિધ વિષયો પર તાલીમ મેળવશે. માન. મુખ્યમંત્રીને મળેલા આ પ્રોબેશનરી IAS અધિકારીઓએ SPIPAની તાલીમ તેઓની કારકિર્દી ઘડતરમાં મહત્ત્વપૂર્ણ બની હોવાની લાગણી વ્યક્ત કરી.
Read Moreમાળીયા હાટીના પટેલ સમાજ રણછોડ નગર ખાતે ભવ્ય “પ્રોટોકોલ યોગ શિબિર”નું સફળ આયોજન
હિન્દ ન્યુઝ, જૂનાગઢ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તા.૨૧મી જૂનની ઉજવણીના ભાગરૂપે માળીયા હાટીના પટેલ સમાજ રણછોડ નગર ખાતે ભવ્ય “પ્રોટોકોલ યોગ શિબિર”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં જિલ્લા કો-ઓર્ડીનેટર જયંતિ કાછડીયા, યોગકોચ દક્ષાબેન ચુડાસમા, કૃપાબેન સાદરીયા, કિરણબેન કારિયા, સેલિના કાછડીયા તેમજ રેગ્યુલર યોગ ટ્રેનરો ઉપસ્થિત રહયા હતા. ૧૦૦ થી પણ વધુ સંખ્યામાં જોડાયેલા યોગસાધકોએ ઉત્સાહભેર યોગાભ્યાસ કરી શરીર, મન અને આત્માના સુંદર સમન્વયનો અનુભવ કર્યો હતો. યોગ માત્ર વ્યાયામ નથી, પરંતુ જીવનને શાંતિ, સંયમ અને સકારાત્મકતા તરફ દોરી જતું…
Read Moreતા. 18 મે, આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ
હિન્દ ન્યુઝ,વડનગર ગુજરાતના મ્યુઝિયમ્સ માત્ર મુલાકાત માટે નહીં, પરંતુ ‘અનુભવ’ કરવા માટે પણ છે. 🔹 સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય (ભુજ) 🔹 મહાવીર જૈન આરાધના કેન્દ્ર (કોબા, ગાંધીનગર) 🔹 નેશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (લોથલ) 🔹 સ્ટેચ્યૂ ઑફ યુનિટી મ્યુઝિયમ (કેવડિયા, નર્મદા) 🔹 પ્રેરણા અને પુરાતત્વીય મ્યુઝિયમ (વડનગર) 🔹 સાબરમતી આશ્રમ તેમજ દાંડી કુટીર મ્યુઝિયમ એ માત્ર ભવ્ય ઈમારત નથી, પણ આપણી અસ્મિતાનું પ્રતીક છે. આ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસે, આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણા પરિવાર અને બાળકો સાથે ગુજરાતના આ અમૂલ્ય વારસાની મુલાકાત લઈશું. સરકારના અવિરત પ્રયાસો અને નાગરિકોની જાગૃતિ…
Read More