હિન્દ ન્યુઝ, ગાંધીનગર ધોલેરા ખાતે આવેલી ITIમાંથી તાજેતરમાં ‘UHP સેમિકન્ડક્ટર વેલ્ડિંગ પ્રોગ્રામ’ની પ્રથમ બેચ પાસ આઉટ. અહીં તાલીમ પામેલા વિદ્યાર્થીઓને ધોલેરામાં જ સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં નોકરી મળે તેવી વ્યવસ્થા કરાઈ. આ પ્રોગ્રામ ટાટા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ દ્વારા ગુજરાત સરકાર અને ટાટા ઇલેક્ટ્રોનિક્સના સહયોગથી ચલાવવામાં આવે છે. આ લેબમાં તાલીમ મેળવતા યુવાનને એમ લાગે કે તે ખરેખર સેમિકન્ડક્ટરની કંપનીમાં કામ કરે છે, તાલીમાર્થી ખરેખર સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં કામ કરતા હોય તેવો અનુભવ કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગે ગતિ પકડી છે અને આ…
Read MoreAuthor: Admin
શહેરની પોલીસ લાઈનના બાળકો માટે શરુ કરવામાં આવેલ સમર કેમ્પ
હિન્દ ન્યુઝ, અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકના માર્ગદર્શન હેઠળ, શહેરની પોલીસ લાઈનના બાળકો માટે શરુ કરવામાં આવેલ સમર કેમ્પ ચાલી રહેલ છે. સમર કેમ્પ 2026 – Season 3 અંતર્ગત, મે મહિનાથી શહેરની વિવિધ પોલીસ લાઇનમાં કુલ 12 સમર કેમ્પ સવારે 7:00 થી 11:00 વાગ્યા સુધી અને અમુક જગ્યાએ સાંજના સમયે પણ યોજાઇ રહ્યા છે જેમાં પોલીસ પરિવારના બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. આજરોજ, પોલીસ કમિશ્નરએ ગોમતીપુર લાઇન, બાપુનગર પોલીસ લાઇન, ઇસનપુર અને દાણીલીમડા પોલીસ લાઇનના કેમ્પની મુલાકાત લીધી. તેઓએ બાળકો દ્વારા…
Read Moreગણદેવી તાલુકાના ઇચ્છાપોર ગામે જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાની અધ્યક્ષતામાં ગ્રામ લોકસંવાદ સભા યોજાઈ
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ઇચ્છાપોર ગામે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીની અધ્યક્ષતામાં જાહેર ગ્રામ લોકસંવાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ લોકસંવાદ કાર્યક્રમ દરમિયાન ગામના લોકોએ કલેક્ટર સમક્ષ પોતાના ફળિયા વિસ્તારના પ્રશ્નો, સરકારી યોજનાઓના લાભ, ગામના રસ્તા, પાણી પુરવઠા તથા સ્વચ્છતા સંબંધિત મુદ્દાઓ રજૂ કર્યા હતા. ગ્રામજનો દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રશ્નોને જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની એ ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. કલેક્ટર મનીષ ગુરવાનીએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને અહેવાલ રજૂ…
Read Moreબોટાદ ૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતાના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રામપરા ગામના રહેવાસીને તાત્કાલિક આરોગ્ય સારવાર અર્થે ૧૦૮ ઇમરજન્સી સેવાને સંપર્ક સાધ્યો હતો. અને ૧૦૮ની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ત્યારે રસ્તો સાંકળો હોવાથી એમ્બ્યુલન્સ પસાર થઈ શકે એમ ન હોવાથી ૧૦૮ ટીમના ઇ.એમ.ટી. ધ્રુવકુમાર પંડ્યા અને ડ્રાઇવર રઘુવીરસિંહ ગોહિલ એક કિલોમીટર ચાલીને ગઢડા ખાતે સંપર્ક કરનારના ઘરે પહોંચ્યા હતા. ત્યારે ટીમને જાણવા મળ્યું કે, સંપર્ક કરનારના ઘરે મહિલાને પ્રસૂતિનો દુખાવો શરૂ થયો હતો. જેના લીધે સગર્ભાને તાત્કાલિક આરોગ્ય સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા જરૂર જણાઈ હતી. …
Read Moreગીર સોમનાથ જિલ્લાની તમામ આઈ.ટી.આઈ.માં ઓનલાઈન એડમિશન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાની તમામ સરકારી આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ સત્ર ૨૦૨૬ અંતર્ગત ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ધોરણ.૧૦ પાસ તેમજ ધોરણ.૮ પાસ લાયકાત ધરાવતા તમામ ઈચ્છૂક ઉમેદવારો આ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઇ શકશે. ઓનલાઇન અરજી કરવા માટે તા. ૧૪/૦૫/૨૦૨૬ થી ૨૩/૦૬/૨૦૨૬ સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. આ સમયમર્યાદા દરમિયાન ઉમેદવારો જિલ્લાની કોઈપણ આઈ.ટી.આઈ. ખાતે રૂબરૂ સંપર્ક કરીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. ગીરસોમનાથ જિલ્લામાં હાલમાં વેરાવળ, તાલાલા (ઘૂસિયાગીર), સુત્રાપાડા (ગોરખમઢી), કોડીનાર (કાજ), ઉના (દેલવાડા), અને…
Read Moreયુવાનો માટે રોજગારીનો અવસર : ૨૧ મેના રોજ શિહોરની એલ. ડી. મુની હાઇસ્કૂલ ખાતે ભરતીમેળો યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૨૧ મે, ૨૦૨૬ના રોજ ગુરુવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે શિહોર ખાતે આવેલી એલ. ડી. મુની હાઇસ્કૂલ ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં SSC/HSC/Any Graduate/ITI-Turner, Fitter, Machinist, Welder/B.E. Mechanical/Diploma/MBA/M.Com જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મશીન ઓપરેટર, એન્જિનિયર, મિકેનિક, ઓફિસ સ્ટાફ, પ્રોડક્શન સ્ટાફ સહિતની વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારોએ ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત અને ઇન્ટરવ્યુ માટે પોતાના રિઝ્યુમની ૫ નકલો સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. …
Read Moreરમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા અનુસુચિત જાતિના યુવક યુવતીઓ માટે તાલુકાકક્ષાની વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરના ફોર્મ ભરીને પરત કરવાની છેલ્લી તા: ૩૦/૦૫/૨૦૨૬ સુધી
હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત રાજયમાં વસતા અનુસુચિત જાતિના યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું તમામ જિલ્લામાં કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અનુસાર રાજયમાં વસતા અનુસુચિત જાતિના યુવક-યુવતીઓ તા:૩૧/૧૨/૨૦૨૬ ને ધ્યાને રાખતા ૧૫થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં બોટાદ જિલ્લાના બરવાળા, ગઢડા, બોટાદ અને રાણપુર તાલુકાકક્ષાએ યુવક યુવતીઓ માટે નિયત કરેલ સ્થળે ૦૪ દિવસ…
Read Moreઉનાળામાં ટીંડોરા, પરવળ, તુરીયા, દૂધી સહિતના શાકભાજી મેદસ્વિતા નિવારણ માટે આદર્શ વિકલ્પ
હિન્દ ન્યુઝ, બોટાદ ઉનાળાની તીવ્ર ગરમીમાં ભારે અને તળેલા ખોરાકનું આકર્ષણ વધે છે, પરંતુ તે મેદસ્વિતા (ઓબેસિટી) અને અન્ય આરોગ્ય સમસ્યાઓને પણ વધારે છે. આ સમયે કુદરતે આપેલા હલકા, પાણીથી ભરપૂર અને પોષક તત્વોથી સમૃદ્ધ શાકભાજી શરીર માટે ખુબ જ અગત્યના છે. આ શાકભાજીઓમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના તત્વથી ભરપુર એવા ટીંડોરા, પરવળ, તુરીયા, કાકડી, ખીરા કાકડી અને દૂધીને રોજીંદા માનવ શરીરમાં આહારમાં મુખ્ય સ્થાન લેવા જોઈએ. આ શાકભાજી ઓછી કેલરી, વધુ ફાઈબર અને પાણીથી ભરપૂર હોય છે, જે મેદસ્વિતા નિવારવા અને વજન નિયંત્રણમાં અસરકારક સાબિત થાય છે.…
Read Moreઆણંદ જિલ્લાના સફાઈ કામદારો અને તેમના પરિવારો માટે બેંક લોન પર વ્યાજ સહાય યોજના
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લાના સફાઈ કામદારો અને તેમની પર આધારિત પરિવારના સભ્યો આર્થિક રીતે આગળ આવી શકે અને પોતાનો સ્વતંત્ર ધંધા-રોજગાર શરૂ કરી શકે તે માટે રાજ્ય સરકાર તરફથી એક મહત્વની વ્યાજ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ અલગ-અલગ હેતુઓ માટે બેંકમાંથી લીધેલી લોન પર વ્યાજમાં મોટી રાહત આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ યોજના હેઠળ મુખ્યત્વે ત્રણ અલગ-અલગ કામ માટે લીધેલી બેંક લોન પર વ્યાજ સહાય…
Read Moreઅમદાવાદથી ભાવનગર વચ્ચે દોડતી તમામ પ્રીમીયમ એસી બસો હવે નવનિર્મિત ‘અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે’ પરથી દોડશે
હિન્દ ન્યુઝ, ભાવનગર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરતા અમદાવાદથી ભાવનગર તરફ જતી અને આવતી તમામ પ્રીમીયમ એસી બસો હવે નવનિર્મિત ‘અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે’ ઉપરથી સંચાલિત કરવામાં આવશે. આ ઉપરાંત નવનિર્મિત ‘દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે’ ઉપરથી પણ નવી વોલ્વો સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવીન વ્યવસ્થા હેઠળ, અમદાવાદ તેમજ ભાવનગર તરફથી દૈનિક ધોરણે સવારે ૫:૦૦ કલાકથી સાંજે ૬:૦૦ કલાક સુધી દર કલાકે સંચાલિત થતી કુલ ૨૪ ટ્રીપો, ગાંધીનગરથી દીવ અને ગાંધીનગરથી મહુવા રૂટની તમામ…
Read More