હિન્દ ન્યુઝ, ભચાઉ કચ્છના ભચાઉ તાલુકાના અમરસર (નેર) ગામમાં ખેડૂતો માટે એક દિવસીય ખાસ કૃષિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ” ની યોજના અંતર્ગત અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય વિષય ‘ચોમાસામાં ક્ષારવાળી જમીનનું વ્યવસ્થાપન અને ટકાઉ ખેતી’ હતો. આ શિબિરમાં ગામના ૫૦ જેટલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને જમીનની ફળદ્રુપતા કેવી રીતે જાળવી રાખવી તેની સરળ સમજ આપવામાં આવી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડીને પ્રાકૃતિક…
Read MoreAuthor: Admin
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ નખત્રાણા તાલુકાના પાલનપુર ગામની ૪ માસની આર્યાને મળ્યું નવજીવન
હિન્દ ન્યુઝ, ભુજ સરકારનો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) બાળકો માટે વરદાનરૂપ છે. તાજતેરમાં કચ્છના નખત્રાણા તાલુકાની RBSK ટીમ દ્વારા આંગણવાડીની નિયમિત મુલાકાત દરમિયાન પાલનપુર ગામની બાળકી આર્યા મીત પટેલને જન્મજાત હૃદયની ખામી (Congenital Heart Disease – CHD) હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. બાળકીની વધુ તપાસ માટે વાલીઓને સમજાવી 2D Echo કરાવવામાં આવ્યું, જેમાં Multiple VSD (Ventricular Septal Defect) હોવાનું નિદાન થયું. RBSK ટીમે તાત્કાલિક જરૂરી દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ કરીને બાળકીનો કેસ ઉચ્ચ કક્ષાની સારવાર માટે મોકલ્યો. ત્યારબાદ તા. 21/04/2026 ના રોજ સારવારની પ્રક્રિયા શરૂ કરવામાં આવી…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં નાગરિકોની સુવિધાનું સક્ષમ માધ્યમ બનતું સુગમ ડિજિટલ પોર્ટલ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વડાપ્રધાનના નેતૃત્વમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. ત્યારે આ વિકાસ યાત્રાના ભાગરૂપે વહીવટી સેવાઓને વધુ સરળ અને વેગવંતી બનાવવા માટે “સુગમ ડિજિટલ પોર્ટલ” કાર્યરત કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોના સમય અને નાણાંની બચત સાથે આ પોર્ટલના માધ્યમથી તેઓને ઘરબેઠાં જ પેપરલેસ અને પારદર્શક સરકારી સેવાઓ ઉપલબ્ધ થઈ રહી છે. આજના આધુનિક અને ડિજિટલ યુગમાં સરકારી સેવાઓ લોકોને આંગળીના ટેરવે, ઝડપી અને પારદર્શક રીતે ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે.…
Read Moreકેવી રીતે કરવી સુગમ પોર્ટલ પર અરજી?
હિન્દ ન્યુઝ. ગીર સોમનાથ સુગમ ડિજિટલ પોર્ટલ પર અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે, જેમાં સૌપ્રથમ અરજદારે પોર્ટલની સત્તાવાર વેબસાઇટ https://sugamdigitalgujarat.com/ ઓપન કરવાની રહેશે. ત્યારબાદ નવું રજીસ્ટ્રેશન વિકલ્પ પસંદ કરી, મોબાઈલ ઓટીપી વેરિફિકેશન દ્વારા પોતાનું યુઝર આઈડી અને પાસવર્ડ બનાવવાનો રહેશે. આ રજીસ્ટર્ડ આઈડી-પાસવર્ડ વડે પોર્ટલમાં લોગિન કર્યા બાદ, સ્ક્રીન પર ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓમાંથી જોઈતી સેવા કે પ્રમાણપત્રનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આગળના ચરણમાં અરજી ફોર્મમાં માંગવામાં આવેલી વ્યક્તિગત અને સરનામાની વિગતો કાળજીપૂર્વક ભરીને, જરૂરી દસ્તાવેજો (ડોક્યુમન્ટ) પીડીએફ અથવા નિર્ધારિત ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે. તમામ…
Read Moreધો.૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષાઓના અનુસંધાને પરીક્ષાસ્થળો આસપાસ પ્રતિબંધો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં તા. ૧૧ જૂનથી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)ની પૂરક પરીક્ષાઓ યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે પરીક્ષાસ્થળો આસપાસ કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યાં છે. આ પરીક્ષા દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્ર ખાતે પરિક્ષાર્થીઓ નિર્ભિક રીતે શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષાકેન્દ્રોની આજુબાજુનાં વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય કુષ્ઠરોગ (રક્તપિત્ત) જાગૃતિ અભિયાન હાથ ધરાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શહેર અને ગામડાના ૧૭૪ વિસ્તારની મુલાકાત લઇ રાષ્ટ્રીય કુષ્ઠરોગ (રક્તપિત્ત) જાગૃતિ અંગે અભિયાન હાથ ધરવામાં આવશે. આ અંગે જિલ્લા ક્ષય અધિકારી શ્રી ડો. શીતલ રામે જણાવ્યું હતું કે, આગામી તા. ૦૮ થી ૧૮ જૂન ૨૦૨૬ દરમિયાન જિલ્લામાં રાષ્ટ્રીય કુષ્ઠરોગ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય હેતુ કુષ્ઠરોગ અંગે લોકોમાં જાગૃતિ લાવવી, રોગના લક્ષણોની વહેલી ઓળખ કરી સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવી તેમજ કુષ્ઠરોગ અંગેની ગેરમાન્યતાઓ અને ભેદભાવ દૂર કરવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કુષ્ઠરોગ એક ચેપી…
Read Moreગીરગઢડા ખાતે ઔદ્યોગીક ભરતી મેળો યોજાયો
હિન્દ ન્યુઝ, ગીરગઢડા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથ દ્વારા તા.૦૪/૦૬/૨૦૨૬ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે, શ્રી સરસ્વતી કોલેજ ગીરગઢડા ખાતે નોકરીદાતાઑ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઔદ્યોગીક ભરતી મેળો યોજાયો હતો. આ ભરતી મેળામાં ગીર સોમનાથ જિલ્લાના ઉમેદવારોને ઈ-મેઈલ અને સોશ્યિલ મીડિયાના જૂદા-જૂદા માધ્યમથી ઈન્ટરવ્યૂ પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતાં. જેમાં કુલ ૫૮ ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ભરતી મેળામાં સ્થાનિક નોકરીદાતા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણ તેમજ યુનો મિંડા પ્રા. વિથલાપૂર (અમદાવાદ ) નોકરીદાતાના પ્રતિનિધિ હાજર રહ્યાં હતાં. આ પ્રતિનિધિ દ્વારા તેમના એકમ/સંસ્થા ખાતે ખાલી જગ્યા માટે…
Read Moreઉમરગામ તાલુકાના દેહરી ગામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે સંવાદ કર્યો
હિન્દ ન્યુઝ, ઉમરગામ વલસાડ જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રથમ દિવસની રાત્રીએ ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ઉમરગામ તાલુકાના દેહરી – ગોવાડા ગામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પટાંગણમાં આયોજિત રાત્રિસભામાં ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વ્યસનમુક્ત ગામ અને શિક્ષણ ઉપર ભાર મુક્યો હતો. રાજ્યપાલશ્રીએ રાત્રીસભા પુર્વે, ગામના અનુસૂચિત જાતિ પરિવારના કૌશિકભાઇ સુરેશભાઇ માહયાવંશીના ઘરે પહોંચીને તેમના પરિવાર સાથે સાદા ભોજનનો આસ્વાદ માણ્યો હતો.રાજ્યપાલએ સહજતા અને આત્મીયતા સાથે કૌશિકભાઇ, તેમના ધર્મપત્ની નયનાબેન, પુત્ર પ્રિન્સ સાથે વાતચીત કરી, તેમના રોજિંદા જીવન વિશે માહિતી…
Read Moreરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉમરગામ તાલુકાના દહેરી ખાતે વૃક્ષારોપણ કર્યું
વિશ્વ પર્યાવરણ દિવસે હિન્દ ન્યુઝ, વલસાડ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉમરગામ તાલુકાના દેહરી ખાતે વૃક્ષારોપણ કરી, વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી, લોકોને પર્યાવરણનું જતન કરવા આહ્વવાન કર્યું હતું. એક એકરમાં દસ હજાર રોપાઓનું વાવેતર કરવામાં આવશે તંત્ર દ્વારા રાજ્યપાલને આશ્વાસન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યપાલએ ગામની દીકરીઓ દ્વારા કરવામાં આવેલ વૃક્ષ જતનના સંકલ્પને બિરદાવ્યો હતો. તેમણે કહ્યું કે, ત્રણ વર્ષની મહેનત ઓક્સિજનની માત્રામાં વધારો કરશે. પક્ષીઓને ઘર આપશે. છાંયડો આપશે. રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ગ્લોબલ વોર્મિંગના કારણે અનેક પડકારો ઉભા થયા છે. જેનું સમાધાન વૃક્ષોનું વાવેતર અને જતન છે.…
Read Moreરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દેહરી ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઇ સાવેના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી: જાતે ગૌ દુગ્ધ દોહન કર્યું, હળ પણ ચલાવ્યું
હિન્દ ન્યુઝ, વલસાડ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વલસાડ જિલ્લાની બે દિવસ મુલાકાત દરમિયાન ગામની સરકારી શાળાના સામાન્ય ઓરડામાં રાત્રે વિશ્રામ કર્યા બાદ વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો. શાળા ખાતે ખુશનુમા વાતાવરણમાં વહેલી સવારે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગ અને પ્રાણાયામ કરી તેના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે યોગ એ ભારતની પ્રાચીન વિરાસત હોવાનું જણાવી યોગ અને પ્રાણાયામને જીવનશૈલીનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો. નિર્ધારિત કાર્યક્રમ અનુસાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દેહરી ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઇ…
Read More