વોશિંગ્ટનઃ સાઉદી અરબની બે ઓઈલ રિફાઈનરી પર સપ્ટેમ્બરમાં ડ્રોન્સ અને મિસાઈલો દ્વારા હુમલા થયા હતા. તેના કારણ એક સપ્તાહ સુધી સાઉદીનું ઓઈલ ઉત્પાદન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. હુમલાની જવાબદારી યમનના હૂતી વિદ્રોહીઓએ લીધી હતી, જોકે સાઉદીએ તેની પાછળ ઈરાનનો હાથ હોવાનું કહ્યું હતું. અત્યાર સુધીમાં એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સાઉદી પર હુમલાનું ષંડયત્ર ઈરાનમાં જ તૈયાર કરવામાં આવ્યું હતું. અરામકો પર હુમલાના 4 મહીના પહેલા ઈરાનના સૈન્ય અધિકારીઓએ હુમલાનું ષંડયત્ર રચવા માટે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી.
બેઠકમાં સામેલ 4 લોકોના હવાલાથી ખુલાસો
- ન્યુઝ એજન્સી રોયટર્સે બેઠકમાં સામેલ 4 લોકાના હવાલાથી આ ખુલાસો કર્યો છે. રિપોર્ટ મુજબ, ઈરાની અધિકારી પરમાણુ સંધિથી બહાર થવા અને તેહરાન પર પ્રતિબંધ લાગુ કરવા માટે અમેરિકાને સબક શીખવાડવા માંગતા હતા. બેઠકમાં અધિકારીઓની વચ્ચે આ મુદ્દા પર ચર્ચા થઈ.
- મીટિંગમાં સામેલ એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે ઈરાની રેવોલ્યુશનરી ગાર્ડના એક મોટા કમાન્ડરને ત્યાં સુધી કહી દીધું કે આ સમય છે, જ્યારે આપણે આપણી તલવાર કાઢો અને અમેરિકાને સબક શીખવાડો. ઘણાં અધિકારીઓએ મીટિંગમાં અમેરિકાના મહત્વના ઠેકાણાઓનો નાશ કરવાની વાત કરી.
- જોકે મીટિંગના અંતમાં અધિકારીઓની વચ્ચે સહમતિ બની કે અમેરિકાને સીધો હુમલો કરવાની જગ્યાએ તેના સહયોગીઓને સબક શીખવાડવામાં આવે. અહીં અધિકારીઓને અમેરિકાના સહયોગી સાઉદી અરબની ઓઈલ રિફાઈનરીને નિશાન બનાવવા પર સહમતી વ્યક્તિ કરી.
- પ્રથમ વાર ઈરાની અધિકારીઓ તરફથી 14 સપ્ટેમ્બરના હુમલા પર કોઈ ખુલાસો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખમેનેઈએ સાઉદીની વિરુદ્ધના ઓપરેશન પર મુહોર લગાવી હતી. જોકે તેમણે કોઈ નાગરિક અને અમેરિકાને નિશાન બનાવવાથી બચાવની સલાહ આપી હતી.
ઈરાનના પ્રવક્તાએ ષડયંત્રથી ઈન્કાર કર્યો
સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના પ્રવક્તા અલિરેજા મીરયૂસફીએ રોયટર્સના ખુલાસાને નકાર્યો છે. તેમણે કહ્યું કે સાઉદી પર થયેલા હુમલામાં ઈરાનનો કોઈ હાથ નથી અને આ સિવાય ઓપરેશન માટે અધિકારીઓની કોઈ બેઠક બોલાવવામાં આવી. તેમણે કહ્યું કે સુપ્રીમ લીડર તરફથી ઓપરેશનની પરવાનગીનો કોઈ સવાલ જ ઉઠતો નથી.
Source: Divya Bhaskar (For Testing Purpose)