અમરેલી,
તા. ૧૨ જાન્યુઆરી યુવા દિવસ ના દિવસે ડો. કલામ ઇનોવેટીવ વર્ક ના વિદ્યાર્થી અંશ ચૌધરી એ દેશ ની રાજધાની દિલ્હી માં નેશનલ બાલભવન ખાતે આયોજિત રાષ્ટ્રીય ચિલ્ડ્રન કલાઇમેટ કોન્ફરન્સ માં આજના સમય માં પર્યાવરણ માં થઇ રહેલા ફેરફાર અને તેની અસરો ઉપર પેપર પ્રેઝન્ટેશન કર્યું હતું. આ કોન્ફરન્સ માં દિલ્હી ના શિક્ષા વિભાગ ના ડો. એલ.કે. સહની સાહેબ, ગુલ મકાઇ (મલાલા) ફિલ્મ ની અભિનેત્રી રીમ અને પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરતા મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સ માં સમગ્ર દેશ માંથી પધારેલ વિદ્યાર્થીઓ એ પર્યાવરણ વિષયે પોતાના પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા.
વિસનગર ના અંશ ચૌધરી ની આ ઝળહળતી સફળતા માટે તેમના પિતા રામજીભાઈ ચૌધરી એ આ તકે ખુશી વ્યક્ત કરી હતી અને સાથે તેમણે ડો. કલામ ઈનોવેટીવ વર્ક ના સ્થાપક કેવલભાઈ મેહતા નો આભાર વ્યક્ત કર્યો હતો.