નર્મદા જીલ્લાના ડેડિયાપાડા ગામની મોડેલ સ્કૂલ માં શૈક્ષણિક પ્રવાસનું આયોજન

નર્મદા,    
   

        વિદ્યાર્થી જીવનમાં પ્રવાસ પર્યટનનું પણ ખૂબ જ મહત્વ છે. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીને એક નવું વાતાવરણ મળે છે.અવનવી બાબતો તેને પ્રત્યક્ષ જોવા જાણવાની અને સમજવાની મળે છે. શાળામાં યોજાતા પ્રવાસથી વિદ્યાર્થીઓને પોતાના મિત્રો સાથે મુક્ત આનંદ માણવાની તક મળે છે. હળવું મનોરંજન મળે છે. સાથે નવા સ્થળને લીધે તેનું ઐતિહાસિક, ભૌગોલિક જાણકારી પણ વધે છે . બાળકમાં રહેલી જિજ્ઞાસાવૃત્તિ વધારે સતેજ બને છે. આ બધું શક્ય બને છે શાળામાં અવારનવાર યોજાતા પ્રવાસ-પર્યટન થી.

    મોડેલ સ્કૂલ ના આચાર્યશ્રી ડેલીગરા સાજીદ હુસેન તૈબજી ના નેતૃત્વ હેઠળ શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયું હતું. તારીખ 6-1- 2020 થી તારીખ 11- 1- 2020 સુધીના પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના વિવિધ સ્થળો જેવા કે સાળંગપુર ,બગદાણા ,પાલીતાણા, દીવ ,સોમનાથ, જુનાગઢ, વીરપુર તેમજ ચોટીલા વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા હતા . આ પ્રવાસમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા અને જી.એસ.આર. ટી.સી ની ચાર બસો ભાડે કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ આ પ્રવાસ દરમિયાન ખૂબ જ મજા માણી સાથે સૌરાષ્ટ્રની ઐતિહાસિક અને ભૌગોલિક જાણકારી પણ મેળવી.

રિપોર્ટર :  વિશાલ પટેલ, દેડીયાપાડા

Related posts

Leave a Comment