હિન્દ ન્યુઝ, ભાવનગર
ભારત વિકસિત અને આત્મ નિર્ભર રાષ્ટ્ર બને તેવા સંકલ્પ સાથે વિકાસલક્ષી યોજનાઓનાં લાભો જન જન સુધી પહોંચે અને જરૂરિયાતમંદ લાભાર્થી સરકાર દ્વારા મળતા લાભો થી વંચિત રહી ન જાય તેવા આશયથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો રથ તળાજા તાલુકાનાં દકાના ગામે આવી પહોચતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓનાં લાભોનું વિતરણ કરાયું હતું. “મેરી કહાની મેરી જુબાની” થીમ હેઠળ લાભાર્થીઓએ યોજનાકીય લાભોનાં પ્રતિભાવો રજુ કર્યા હતા.