ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ થીં કાજલી જતાં વચ્ચે આવેલ પુલ નીચે જતું પાણી આ પુલ કોઈને નુકસાન ન કરે તો સારું…

ગીર સોમનાથ,

વેરાવળ થીં કાજલી જતાં વચ્ચે આવેલ હિરણ નાં પુલની મુદત પુરી થઈ ગયેલ છે છતાં આ પુલ ઉપર થી ભારે થીં અતી ભારે લોડ ભરેલી ગાડી ઓ નીકળે છે. આ પુલ ઉપર થી ૪૦ ટન વજન થીં લઇ ને ૬૦ ટન વજન ધરાવતી ગાડીઓ પસાર થાય છે. આ પુલની હાલત કેવી છે.

જોઈ શકો છો આ પુલ ની મરામત કરાવા માટે તંત્ર જવાબદાર છે પણ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ પુલ ઉપર વરસાદ ના કારણે મોટી દુર્ઘટના બનસે ત્યારે આની જવાબદારી તંત્ર કે સરકાર લેશે તેવું લોકો માં ચર્ચાય છે.

વધુમાં જણાવવાનુ કે આ પુલ ઉપર થી અત્યારે પોલીસ ખાતા એ ભારી વાહનો અટકાવી દીધેલ છે અને નાના વાહનો ચાલું રાખમાં આવેલ છે. તેવું લોકો માંથી જાણવા મળેલ છે.

રિપોર્ટર : હારુન કાલવાત, ગીર સોમનાથ

Related posts

Leave a Comment