હિન્દ ન્યુઝ, બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રની સંવેદનશીલ પહેલના ભાગરૂપે, વર્ષોથી પોતાના કાયમી આવાસની રાહ જોઈ રહેલા વિચરતી અને વિમુક્ત જાતિ (નટ અને મદારી સમાજ) ના ૧૨ પરિવારોને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે પ્લોટની સનદો અર્પણ કરવામાં આવી.
વર્ષ ૨૦૨૧થી અટકેલા આ પ્રશ્નનો સુખદ અંત આવતા લાભાર્થી પરિવારોમાં ખુશી અને સંતોષની લાગણી વ્યાપી ગઈ છે. કાયમી સરનામું મળવાથી હવે આ પરિવારો સરકારી યોજનાઓ, શિક્ષણ અને આવાસનો લાભ સરળતાથી મેળવી શકશે.
છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાનો ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો સરાહનીય પ્રયાસ!
