કરોડો રૂપિયાના ખર્ચે ભાવનગરના ચોતરફા વિકાસના થઈ રહેલા કામોની માહિતી અને પ્રગતિની વિગતો આપતા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી – સૌની યોજના અંતર્ગત ગૌરીશંકર સરોવર ટૂંક સમયમાં ભરાશે

ભાવનગર,

તા.24/8/20, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘણીએ આજે સરકીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં ભાવેણાના ચોતરફ થઈ રહેલા વિકાસના કામો તેમની હાલની સ્થિતિ, પ્રગતી અને વિવિધ બાબતોએ વિસ્તૃત માહિતી આપી હતી આ ઉપરાંત ભાવનગરના મહારાજા કૃષ્ણ કુમારસિંહજીની ભાવેણાને મળેલ અદભુત ભેટ સમાન ગૌરીશંકર સરોવર ( બોરતળાવ)ને સૌની યોજના નીચે નર્મદાના પાણીથી ભરવાના કાર્યની માહિતી આપી હતી અને ટુક સમયમાં મહારાજાએ આપેલ તળાવને નર્મદાના પાણીથી મહી પરીએજના પાણીથી ભરી ભાવનગરનો કાયમ માટે પાણીનો પ્રશ્ન હલ થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત ભાવનગર અમદાવાદ હાઇવે, ત્રણ તરફથી ભાવનગરના પ્રવેશદ્વારો અમદાવાદ સાથે આધુનિકતા સાથે જોડાવા જઇ રહ્યા છે તેની વિગતો, નેશનલ હાઇવે ભાવનગર અમદાવાદ, ભાવનગર સોમનાથ, ભાવનગર રાજકોટ સહિતના માર્ગોની ઝીણવટભરી વિગતો-માહિતી આજની પત્રકાર પરિષદમાં આપી હતી આજની પત્રકાર પરિષદમાં જીતુભાઇ વાઘાણી ઉપરાંત મેયર મનહરભાઈ મોરી, પક્ષના મહામંત્રીઓ સર્વ મહેશભાઈ રાવલ, વનરાજસિંહ ગોહિલ, રાજુભાઇ બામભણીયા, બોટાદના પ્રભારી અને પૂર્વ પ્રમુખ અમોહભાઈ શાહ, ડે. મેયર અશોકભાઈ બારૈયા, નેતાશ્રી પરેશભાઈ પંડ્યા, શિક્ષણ સમિતિ ચેરમેન નિલેશભાઈ રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આજની પત્રકાર પરિષદમાં માહિતી આપતા જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજાશાહી વખતથી ભાવનગરના દુરદ્રષ્ટા રાજવી કૃષ્ણકુમાર સિંહજીએ અણમોલ ભેટ તરીકે ગૌરીશંકર સરોવર ભાવેણાને ભેટ આપ્યું છે ત્યારે ઘણા વર્ષો સુધી આ સરોવર ભાવનગરની જીવાદોરી રહ્યું છે આજે પણ શહેરના વિતરણ થતા પાણીનો મોટો હિસ્સો આ તળાવમાંથી પ્રાપ્ત થાય છે ઉપરાંત શહેરનું પર્યટન સ્થળ પણ છે ત્યારે મહારાજની યાદી ભાવેણા સાથે કાયમ જીવંત રહે અને તેની રમણીયતા અને લાભો કાયમ માટે ભાવનગરની મળે તે રીતે આ સરોવર માત્ર વરસાદના પાણી પર નિર્ભર ના રહે અને વર્ષભર નર્મદાના પાણીથી છલકાતું રહે તે માટે સૌની યોજના અંતર્ગત બોરતળાવ ને ભરવા માટે રાજ્યના સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ભાવનગરની જનતાની લાગણી સાંભળી તાત્કાલિક મંજૂરી આપેલ અને આજે રૂપિયા 146 કરોડના ખર્ચે હાલ કામ ચાલુ છે જેમાં વિકળિયાથી (રંઘોલા)થી 53 કિ.મી.ની લાઈન નંખાઈ રહી છે જેમાં 32 કિ.મી.ની લાઈન નંખાઈ ગઈ છે. 1100 ડાયમીટરની હેવી લાઈન ખોડિયાર મંદિરથી આગળ સુધી આવી ગઈ છે જે ટુક સમય માં બોરતળાવ ને જોઈન્ટ થઈ પાણી છોડી બોરતળાવ ભરવામાં આવશે પાણી પ્રેશરથી અને પૂરતા પ્રમાણમાં મળે એ માટે રંઘોલા ખાતે એક પંપિંગ સ્ટેશન બની રહ્યુ છે જે સમગ્ર વ્યવસ્થાને ઓપરેટ કરશે આ પાણી આવવાથી મહારાજાના સ્વપ્નુંનું તળાવ કાયમ છલક સપાટીએ રહેશે ભાવનગરની પાણીની ખરાબ સ્થિતિમાં કાયમ આ તળાવનો લાભ મળશે આ તળાવને ભરવા માટે માત્ર વરસાદ પર નિર્ભર ના રહેતા વધુ એક સ્ત્રોત ઉભો થશે આ તળાવના ભરાવાથી શહેરના ઘણા વિસ્તારોના પાણીના તળ ઉંચા આવશે, આ ઉપરાંત ભાવનગર જરૂરિયાત માં ખૂટતું પાણી વધુ આ તળાવમાંથી ઉપાડી શકતા કોર્પોરેશન દ્વારા મહિના પાણી માટેનો નોંધપાત્ર ખર્ચ ઘટશે જેનાથી મહાનગર પાલિકાને આર્થિક વર્ષે 10 કરોડથી વધુ રૂપિયાનો ફાયદો થશે. જે વિકાસના કામમાં વાપરી શકાશે.

આ ઉપરાંત તેઓએ ભાવેણા વિકાસને લઈ કટાક્ષ કરનારા લોકો પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કાયમ વિકાસને વરેલી સરકાર છે માટે જ લોકો એને સતત ચૂંટી દિન-પ્રતિદિન ભાવેણા, રાજ્ય અને કેન્દ્રમાં મજબૂત બનાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ વિકાસને જીવનમંત્ર બનાવ્યો છે ત્યારે કેન્દ્ર અને રાજ્યની સાથે સાથે ભાવનગરનો પણ ચોતરફો વિકાસ થઇ રહ્યો છે જેની માહિતી આપતા તેઓએ જણાવ્યું હતી કે ભાવનગર અમદાવાદ નેશનલ હાઇવે સાથે ભાવનગર ત્રણ અલગ અલગ રુટો થી જોડાઈ રહ્યું છે આગામી દિવસોમાં ભાવનગર અમદાવાદ હાઇવે રૂપિયા 4300 કરોડના ખર્ચે થઈ રહેલા વિકાસના વિવિધ તબક્કાઓ ની ઝીણવટ ભરી માહિતી આપી જેમાં ભાવનગર આધેલાઈ 820 કરોડ ના ખર્ચે, આ ઉપરાંત ભાવનગર ધોલેરા, અમદાવાદથી ધોલેરા સુધીના વિવિધ તાબકાઓ અને રકમની માહિતી આપી હતી વિવિધ એજન્સીઓને નાના નાના કટકા કરી કામ આપવામાં આવતા કામની ગતિ અને ગુણવતા વધશે તેવો ભાર મુક્યો હતો આ ઉપરાંત ભાવનગર વલભીપુર રોડથી અમદાવાદ સાથે જોડાતા હાઇવે, ભાવનગર લાકડીયા પુલથી જોડાતા અમદાવાદ હાઇવે વેગેરે માહિતી અકડાકીય રીતે આપી કામની હાલની સ્થિતિની માહિતી આપી હતી આ ઉપરાંત ભાવનગરથી દેસાઈનગર નારી ચોકડી સુધી બનતા ફ્લાયઓવર, બુધેલ ચોકડી સુધી બનનાર હાઇવે, અમદાવાદ બગોદરા, સોમનાથ ભાવનગર વગેરે નેશનલ હાઈવેની અકડાકીય માહિતી આપી કાર્યની હાલની છેલ્લી સ્થિતિ અંગે માહિતી આપી હતી અને આશાવાદ વ્યક્ત કર્યો હતો કે આગામી દિવસોમાં ભાવનગરની રોડ કનેક્ટિવિટી પૂર્ણ થતાં ભાવનગરમાં વિકાસના અનેક નવા દ્વાર ખુલશે જે એક નવો ઇતિહાસ લખાશે તેઓએ છાશ વારે સોશિયલ મીડિયા કે અન્ય મીડિયા થકી ભાવનગરની નેગેટિવ ઇમેજ ઉભી કરનારા તત્વો સામે રોષ વ્યકત કર્યો હતો અને ભાવનગરના વિકાસમાં સૌને સાથે મલી એક દિશામાં સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરતા ટિમ ભા.જ.પા.ને અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભાવનગર તેની નવી ઓળખ ઉભી કરશે એટલા વિકાસના કર્યો થઈ રહ્યા છે અને ચોતરફથી ભાવનગરનો વિકાસ નજરે આવશે. આમ આગામી દિવસોમા થનારા વિકાસના કર્યો અને તેની હાલની સ્થિતિ ઉપરાંત ભવિષ્યમાં તેના પર થનારા કામની વિગતો આપી હતી.

રિપોર્ટ : મયુર જાની, ભાવનગર

Related posts

Leave a Comment