હિન્દ ન્યુઝ, સુરત
તા. ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મહાસંગ્રામ, એક મનપા, એક પાલિકા, ૬ તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયત બેઠક પર થશે મતદાન
જિલ્લાની છ તાલુકા પંચાયત પર કુલ ૧૫૦ બેઠક માંથી ૧૨ બિનહરીફ થતા ૧૩૮ બેઠક પર મતદાન થશે, ૩૬૩ હરીફ ઉમેદવારો માટે કુલ ૮૧૧૬૭૭ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે
જિલ્લા પંચાયતની કુલ ૩૬ બેઠકમાંથી ૪ બેઠક બિનહરીફ થતા બાકી રહેલી ૩૨ બેઠક પર મતદાન થશે, ૯૨ ઉમેદવારો માટે ૮૧૮૧૩૦ મતદારો મતદાન કરશે
વાપી મનપામાં કુલ ૫૨ બેઠકમાંથી ૧ બેઠક બિનહરીફ થતા બાકી રહેલી ૫૧ બેઠક પર મતદાન થશે, ૧૨૦ હરીફ ઉમેદવારો માટે કુલ ૧૧૩૦૯૫ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે
ઉમરગામ પાલિકામાં કુલ ૨૮ બેઠકમાંથી ૮ બિનહરીફ થતા ૨૦ બેઠક પર મતદાન થશે, ૪૪ હરીફ ઉમેદવારો માટે ૧૬૮૪૮ મતદારો મતદાન કરશે
તા. ૨૬ એપ્રિલ રવિવારે મતદાન થશે અને તા. ૨૮ એપ્રિલ મંગળવારે મતગણતરી થતા પરિણામ જાહેર થશે
