હિન્દ ન્યુઝ, રાજકોટ
જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા અભિયાન (Segregated Today, Shine Tomorrow)” અંતર્ગત તા.૧૩ ડિસેમ્બરના રોજ દૈનિક કામગીરીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. જેમાં GVP, વાણિજ્ય વિસ્તારો, રહેણાંક વિસ્તારો, સ્લમ વિસ્તારો,ફુટપાથ તેમજ પબ્લિક ટોઇલેટ અને ડોર ટુ ડોર કચરો એકઠો કરતા વાહનોની સફાઇ કરવામાં આવી હતી.
શહેરને સ્વચ્છ રાખવાથી શહેરની શોભા વધે છે. સાથે સાથે શહેરનાં વિસ્તારો સ્વચ્છ હોવાથી રોગચાળો ફેલાવાનો ભય પણ રહેતો નથી. જ્યા ત્યા કચરો ન કરવા તથા શહેરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપવા નગરપાલિકા દ્વારા લોકોને અપીલ પણ કરાઈ હતી.
