હિન્દ ન્યુઝ, આણંદ
આ પ્રસંગે રાજ્યપાલએ સર્વ શિક્ષા, વ્યસનમુક્તિ, સ્વચ્છતા, પર્યાવરણ સંવર્ધન, પ્રાકૃતિક ખેતી, પશુપાલન અને દેશી ગાય નિભાવ જેવા વિષયો પર ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો.
સ્ત્રી સશક્તિકરણ અને આરોગ્ય અંગે જાગૃતિ પર ભાર મૂકતા રાજ્યપાલએ દીકરીઓને બિનચુક શિક્ષણ અને નિયમિત આરોગ્ય તપાસ માટે અપીલ કરી; સાથે જ વ્યસનમુક્તિ અંગે સ્પષ્ટ સંદેશ આપતા તેમણે સ્વસ્થ સમાજ માટે વ્યસનમુક્ત જીવનશૈલી અપનાવવા અનુરોધ કર્યો. તેમણે ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન અંગે પોતાના અનુભવો વહેંચી ખર્ચ ઘટાડા અને ઉત્પાદન વધારાના લાભો જણાવી દેશી ગાય નિભાવ અપનાવવા પ્રેરણા આપી.
