કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રા નું આયોજન

હિન્દ ન્યુઝ, કેવડિયા 

    દેશભરમાંથી હજારો યુવાનો, વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત આગેવાનો આ રાષ્ટ્રીય પદયાત્રામાં જોડાઈ રહ્યા છે.

    સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના અવસરે કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રા દરમ્યાન આજે સાધલી ખાતે ભવ્ય ‘સરદાર ગાથા’નું આયોજન થયું.

    આ ગૌરવશાળી પ્રસંગે દેશના રક્ષા મંત્રી આદરણીય રાજનાથ સિંહજી, પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાજી, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીજી, કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવિયાજી, કેન્દ્રીય રાજ્યમંત્રી શોભા કરંદલાજે સહિતના મહાનુભાવોએ વિશેષ ઉપસ્થિતિ આપી અને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

   આ અવસરે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, કુંવરજીભાઈ બાવળિયા, રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરીયા, કાંતિભાઈ અમૃતિયા સહિત હોદ્દેદારો, ધારાસભ્યઓ, પદયાત્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં.

Related posts

Leave a Comment