હિન્દ ન્યુઝ, ભુજ
ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર કચ્છ જિલ્લાના ૬ વિધાનસભા વિસ્તારમાં ખાસ સઘન સુધારણા (Special Intensive Revision-2026) જાહેર કરવામાં આવ્યો છે. જે કાર્યક્ર્મના ENUMERTAION વાળા તબકકામાં બી.એલ.ઓ દ્વારા તા.૦૪/૧૧/૨૦૨૫ (મંગળવાર) થી ૦૪/૧૨/૨૦૨૫ (ગુરુવાર) સુધી “હાઉસ ટુ હાઉસ” મુલાકાત કરીને મતદારો પાસે Enumeration Form (ગણતરી ફોર્મ-એન્યુમેરેશન ફોર્મ) આપવાની કામગીરી શરૂ કરાઈ છે. જે હેઠળ માંડવી શહેર તથા તાલુકામાં ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા.
હાઉસ ટુ હાઉસ મુલાકાત દરમિયાન મતદારોએ કોઈ પણ પ્રકારના દસ્તાવેજો આપવાની જરૂર નથી. મતદારયાદીમાં પોતાનું નામ તથા ૨૦૦૨ની મતદાર યાદી https://voters.eci.gov.in પર ચકાસી શકાશે. મતદાર રજિસ્ટ્રશન સંબંધિત કોઈ પણ માહિતી અને માર્ગ દર્શન માટે ૧૯૫૦ હેલ્પલાઈન પર સંપર્ક કરવાનો અથવા મતદારો બી.એલ.ઓ નો સંપર્ક કરી શકશે.
