નેત્રંગ,
તા.૧૪-૮-૨૦૨૦
નેત્રંગ તાલુકામાં પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ-નમૅદા જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં જુન માસના પ્રારંભની સાથે મેઘરાજાનું ધીમી ગતિએ આગમન થયું હતું, ખેડૂતો હોંશેહોંશે ખેતીકામમાં જોતરાયા બાદ મેધરાજા હાથતાળી આપતા ખેડુતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા, લાંબા સમયના વિરામ બાદ નેત્રંગ તાલુકામાં ફરીવાર મેઘરાજાનું વાજતેગાજતે આગમન થતાં ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી જવા પામ્યો છે.જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે મોસમનો કુલ ૩૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે, મેઘરાજાના આગમની સાથે તેજગતિના વાવાઝોડાથી કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ઘરાશાયી થવાની ઘટના પ્રકાશમાં આવી છે, નદી-નાળા તળાવમાં પણ વરસાદના પાણીના નવા નીર આવતા બંને કાંઠે વહેતી થઇ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરતાની સાથે ખેતીલાયક વરસાદથી ખેડૂતોઆલમમાં આનંદ પ્રસરી જવા પામ્યો છે, જ્યારે બલદવા, પીંગોટ અને ધોલી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ત્રણેય ડેમની પાણીની સપાટીમાં વધારો થવાના અહેવાલ મળ્યા છે.
રિપોર્ટર : સતિષ દેશમુખ, નેત્રંગ