હિન્દ ન્યુઝ, સુરત
સુરતમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 15 સમર કેમ્પમાં મેદસ્વિતા મુક્ત ગુજરાત વિશે તાલીમ આપી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્રારા,તારીખ 16 મે થી 30 મે, 2025, આમ 15 દિવસના સમર કેમ્પમાં 100 થી વધારે બાળકો એ ભગવત ગીતાના શ્લોકો નું પઠન, સારા સંસ્કારોનું સિંચન, સાત્વિક આહાર થી મેદસ્વિતા મુક્ત બાળક, મોબાઈલનો ઓછો ઉપયોગ, યોગ દ્વારા સ્વાસ્થ્ય, પર્યાવરણ બચાવો, વૃક્ષારોપણ, પાણી બચાવો, જીવનશૈલીમાં બદલાવો, સમાજ માટે સહયોગી અને સ્વદેશી વસ્તુઓનું જ્ઞાન આપવામાં આવ્યુ. આદર્શ બાળક જ ભારતને વિશ્વ ગુરુ બનાવી શકે છે તે હેતુથી ગુજરાત રાજ્ય યોગબોર્ડ કાર્યરત છે.
આજે તારીખ 29/5/2025 ના રોજ માનનીય ધારાસભ્ય કાંતિભાઈ બલર તેમજ મહિલા મોરચાના અંજનાબેન ઉત્તેકર, ડૉ નિકિતા શર્મા, ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર ડૉ પારૂલ પટેલ, યોગ કોચ નરેન્દ્ર કાર્યા,યોગ ટ્રેનર કામિનીબેન, યશાંગીબેન,હેમા મકવાણા એ હાજરી આપી હતી.
