રાજકોટે આપ્યો પર્યાવરણ જતનનો સંદેશ 🌱

હિન્દ ન્યુઝ, રાજકોટ

    આજે રેસકોર્સ એથ્લેટિક્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ‘પ્લાસ્ટિક મુક્તિ વોકાથોન’ થી રાજકોટના શહેરીજનો અને ખેલપ્રેમીઓએ પ્લાસ્ટિક વિરુદ્ધ એક મજબૂત સંકલ્પના પગલા ભર્યા!

📢 ક્લેક્ટર પ્રભવ જોષીએ પ્રસ્થાન કરાવેલી આ અનોખી યાત્રામાં એટલેટિક્સના ખેલાડીઓ, કોચ અને અનેક બાળકો પણ જોડાયા. જેમાં કેટલાકે તો વૃક્ષોના રૂપમાં જ સંદેશ આપ્યો કે “પૃથ્વીને બચાવવી છે તો પ્રકૃતિને વહાલ આપો!”

🎯 આ વોકાથોન ભારત સરકારની “Ending Plastic Pollution Globally” થીમ અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ની પૂર્વ તૈયારીનું ભાગરૂપે યોજાઇ હતી.

💬 કલેક્ટરએ કહ્યું, “પ્લાસ્ટિક વર્ષો સુધી નાશ પામતું નથી અને તે પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડે છે. આપણે હવે પ્લાસ્ટિકમાંથી મુક્ત થવાનું વિચારવું પડશે.”

🌍 વોકાથોને આપ્યો સંદેશ:

✔️ પ્લાસ્ટિકના ઉપયોગને ના કહો

✔️ વૃક્ષોને બચાવો

✔️ સ્વચ્છ, હરિત અને શાશ્વત જીવનશૈલી અપનાવો

Related posts

Leave a Comment