વેરાવળ ,
રાજ્ય સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવવામાં આવી રહેલ મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન દ્વારા ગત 8 ઓગસ્ટ ને મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ ની ઉજવણીના ભાગ રૂપે વેરાવળના સિમર ગામે જઈ સ્વસ્છતા માં મહિલાઓનું વિશિષ્ટ યોગદાન છે, ત્યારે મહિલાઓને સ્વ- સ્વચ્છતા સાથો સાથ ઘર,
સોસાયટી, શહેર વગેરે જગ્યા એ સ્વચ્છતા નું મહત્વ તેમજ તેના દ્વારા બીમારીઓને કેવી રીતે દૂર રાખી શકી વગેરે બાબતે જાણકારી આપવામાં આવેલ અને સ્વસ્છ ભારત અભિયાન ને આગળ ધપાવવા સમાજ ના દરેક લોકો જોડાય અને તંદુરસ્ત પરિવાર, તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણમાં દરેકને યોગદાન આપવા અપીલ કરી હતી તેની સાથે સાથે ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન સેવાની પત્રિકાનું વિતરણ કરી મહિલા અભયમ સેવા અને અન્ય મહિલા લક્ષી સેવાઓથી માહિતગાર કરાયા.
રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ