હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમીટેડ,બોટાદ જિલ્લાના તમામ ગોડાઉન કેન્દ્રો (બોટાદ,ગઢડા) ઉપર ઉપલબ્ઘ ૫૦ કિલોની ભરતીવાળા અનાજના શણના બિન ઉપયોગી ખાલી બારદાનનો તથા ૫૦ કિલો પ્લાસ્ટીકના બિન ઉપયોગી બારદાનનો તા.૩૦/૦૪/૨૦૨૫ સુધીના ગોડાઉન પર ઉપલબ્ઘ તમામ બારદાનો જાહેર હરાજીથી નિકાલ કરવાનો હોય,રસ ઘરાવતી પાર્ટીઓએ આ અંગે અન્ય વિગતો, શરતો, કોરા ભાવપત્રકો નાયબ જિલ્લા મેનેજર(ગેડ-૨)ની કચેરી ગુ.રા.ના.પુ.નિ.લી.,ચકલા ગેઇટ,ધજાગરાની બાજુમાં,તુરખારોડ જી.બોટાદ ખાતેથી બારદાનના કોરા ભાવપત્રકો અને શરતો મેળવવા માટે ભાવ-પત્રક ફોર્મ ફી રૂ ૨૦૦/- અંકે રૂપિયા બસો રોકડા (નોન રીફંડેબલ) ફી જમા કરાવી જાહેરાત પ્રસિદ્ધ થયાથી રજાના દિવસો સિવાય કચેરીના કામકાજના સમયમાં સવારે ૧૦.૩૦ થી સાંજે ૦૬:૦૦ કલાક દરમ્યાન મેળવી લેવાના રહેશે. તથા ભાવ પત્રકોમાં સંપુર્ણ વિગત ભરીને અત્રેની કચેરીએ રજાના દિવસો સિવાય કચેરીના કામકાજના સમયમાં દિન-૭ માં મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે.નિયત સમયમાં મળેલ ભાવ પત્રકો અત્રેની કચેરીએથી જાણ કરી ભાવ-પત્રકો મોકલનારની હાજરીમાં ખોલવામાં આવશે. જેથી તે દિવસે ભાવ-પત્રક ભરનાર વ્યકિતએ અવશ્ય હાજર રહેવુ. ખાલી બારદાનની અજયમાયશી કિંમત આ મુજબ નક્કી કરવામાં આવેલ છે. અંતિમ તારીખ બાદ આવેલ ભાવ-પત્રક સ્વીકારવા કે નહિ સ્વીકારવાનો નિગમનો હક અબાધિત રહેશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને જિલ્લા મેનેજર (ગ્રેડ-૧), બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.
ઉપરોકત ખાલી બારદાનની અજમાયશી કિંમત નીચેની વિગતે નકકી કરવામાં આવેલ છે.
ક્રમ, બારદાનની વિગત, નક્કી કરેલ અજમાયશી કિમત, પ્રતિ નંગ, રૂ.પૈસા
(૧) બિન ઉપયોગી બારદાન ૫૦ કિલો શણના રૂ ૭.૧૦
(૨) બિન ઉપયોગી બારદાન ૫૦ કિલો પ્લાસ્ટીકના રૂ ૩.૦૦
