ગીર સોમનાથમાં સભા-સરઘસબંધી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પ્રવર્તમાન સ્થિતિ ધ્યાનમાં રાખી સભા, સરઘસ, ધરણા અને વિરોધ પ્રદર્શન સંદર્ભે પરવાનગી વગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા કોઇપણ સભા, સરઘસ ન યોજવા માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામાં અનુસાર ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પરવાનગી વગર કોઈપણ સભા, સરઘસ, ધરણા અને વિરોધ પ્રદર્શન માટે મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમ ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષણ મંડળીઓને, સરકારી નોકરીએ અવર-જવર કરતી હોય તેવી વ્યકિતઓને, કોઈ લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રામાં જોડાનાર વ્યકિતઓને, સક્ષમ અધિકારીની કાયદેસર પરવાનગી મેળવનારને લાગુ પડશે નહી.

આ જાહેરનામું તા.૦૧/૦૫/૨૦૨૫થી ૩૦ દિવસ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ અનુસાર શિક્ષાને પાત્ર ઠરશે.

Related posts

Leave a Comment