ઘોઘાના વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર અને નિ:શુલ્ક એક્સ-રે કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર  

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વાળુકડ ઘોઘા ખાતે રક્તદાન શિબિર અને નિ:શુલ્ક એક્સ-રે કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. 

 મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ ચંદ્રમણી કુમાર પ્રસાદ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો જીતુભાઈ પરમાર ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ દરમિયાન 31 બોટલ લોહી રક્તદાતાઓ દ્વારા આપવામાં આવ્યું હતું. જેમાં સર તખ્તસિંહજી હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા કામગીરી કરવામાં આવી હતી જ્યારે જીલ્લા ક્ષય કેન્દ્રની ટીમ દ્વારા 31 શંકાસ્પદ ટીબી દર્દીઓના એક્સ-રે કરવામાં આવ્યા હતા. આ મહત્વપૂર્ણ પ્રયાસમાં જીલ્લા ટીબી અધિકારી ડૉ. પી.વી. રેવર તેમજ તેમની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી અને રક્તદાન પણ કર્યું હતું.

આ બંને કાર્યક્રમોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટરના તમામ સ્ટાફ તેમજ આશા બહેનો અને આશા ફેસિલિટેટર બહેનો એ સમર્પિત અને નિષ્ઠાપૂર્વકથી કાર્ય કર્યું હતું. તેમની તત્પરતા અને પ્રયાસોથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.

આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય રામજીભાઈ પટેલિયા, અર્જુનસિંહ ગોહિલ તેમજ પૂર્વ તાલુકા પ્રમુખ મહાવીરસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમને જરૂરીયાતમંદ દર્દીઓ માટે રક્તદાન કરીને તેમનું સમાજપ્રેમ તથા આરોગ્યપ્રતિ અભિગમ પ્રદર્શિત કર્યું હતું. જેમાં રામજીભાઈ પટેલિયા દ્વારા 75 મી વખત રક્તદાન કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment