“Wuthering Heights” પુસ્તક પર બોટાદ જિલ્લા કલેકટર ડો. જીન્સી રોયનો રોચક બુક રીવ્યુ

હિન્દ ન્યુઝ, બોટાદ 

            માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત સરકારના અંગ્રેજી મુખપત્ર “The Gujarat”ની એપ્રિલ શ્રેણીમાં આ વખતે કર્મનિષ્ઠ અને વાંચનપ્રિય બોટાદ જિલ્લા કલેકટર શ્રી ડો. જીન્સી રોય દ્વારા લિખિત અને સંકલિત બુક રીવ્યુ પ્રકાશિત થયો છે. જિલ્લાના સર્વે નાગરિકોને સતત વાંચનની પ્રેરણા આપતા કલેક્ટરશ્રીએ An epic tale of love, loss and revenge: Wuthering Heights વિશે રિવ્યુ આલેખ્યો છે.  

               એમિલી બ્રોન્ટેની કૃતિ પર કલેક્ટરએ ખૂબ અભિપ્રેરક અને ગહન સમીક્ષા કરી છે. આ કૃતિને આત્મીય પ્રેમ, દુખ, અને દુશ્મનાવટની અનોખી જોડક તરીકે દર્શાવવી અત્યંત રોચક છે. બોટાદ કલેકટરશ્રી દ્વારા આપેલી સમીક્ષામાં આ કથાનું ગહન વિશ્લેષણ કરીને તેમણે એવી દ્રષ્ટિ રજૂ કરી છે જે વાચકોને શ્રેષ્ઠ વિશ્વસનીયતા અને અર્થપૂર્ણ વાંચનની પ્રેરણા આપશે.

Related posts

Leave a Comment