હિન્દ ન્યુઝ, જસદણ
ગુજરાત રાજ્ય પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીઓ દ્વારા ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અસામાજિક પ્રવૃત્તિ કરતા ગુંડા તત્વો વિરુદ્ધ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી કડક કાર્યવાહી કરવા આદેશ કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ, રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ તથા ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી કે. જી. ઝાલા ની આવા અસામાજિક તત્વો વિરુદ્ધ પગલાં લેવા કરેલ સૂચના અન્વયે પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જસદણ પો.સ્ટે. વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો પૈકી જસદણ ચિતલીયા કુવા રોડ ગંગાભુવન ખાતે રહેતા પ્રોહી બુટલેગર વિશ્વજિત ઉર્ફે ગોપાલ કનુભાઈ વાળાએ તેઓના રહેણાંક મકાનની બાજુમાં સરકારી જમીનમાં દબાણ કરેલ છે અને જેમાં બાંધકામ કરેલ છે જેથી તાત્કાલિક આ બાબતે પગલાં લેવા માટે લગત કચેરી ખાતે રિપોર્ટ કરતા અસામાજિક તત્વ વિશ્વજીતને નગરપાલિકા જસદણ દ્વારા સ્થળ વિઝીટ કરી દબાણ દૂર કરવા નોટિસ આપતા આ અસામાજિક તત્વમાં ફફડાટ ફેલાતા અને ભયભીત થતા પોતાની જાતે આ દબાણ વાળી જગ્યાએ અનઅધિકૃત દબાણ તોડી પાડેલ છે અને દબાણવાળી જગ્યા ખુલ્લી કરી આપેલ છે.
રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ
