રાજ્ય દિવ્યાંગ પારિતોષિક અન્વયે અરજી તારીખ ૧૭ માર્ચ સુધી કરી શકાશે 

હિન્દ ન્યુઝ, ભાવનગર  

 રાજ્ય દિવ્યાંગ પારિતોષિક અન્વયે અરજી કરવાની તા. ૧૭ માર્ચ ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે. જેમાં ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા એટલે કે ખોડખાપણ ધરાવતા લોકો જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી શકશે. 

રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા વર્ષ ૨૦૨૪ અન્વયે અંધ, અપંગ, બહેરા-મૂંગા, મંદબુધ્ધિ તેમજ રક્તપિત્ત જેવા દિવ્યાંગ કર્મચારીઓ અને સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ દિવ્યાંગ વ્યક્તિઓને કામે રાખતા નોકરીદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે પારિતોષિક યોજના સરકારશ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના માટેની અરજીની તારીખ ૧૭ માર્ચ સુધી લંબાવવામાં આવી છે. આ યોજનામાં ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા એટલે કે ખોડખાપણ ધરાવતા લોકોએ જરૂરી પ્રમાણપત્ર જેમ કે, છેલ્લા ત્રણ માસનું સિવિલ સર્જનનું ડોકટરી પ્રમાણપત્ર, ખોડ દેખાય તેવો એક પોસ્ટકાર્ડ સાઇઝ ફોટો, પોલીસ વેરીફીકેશન તેમજ અન્ય જરૂરી પ્રમાણપત્રો સાથે તા. ૧૭/૦૩/૨૦૨૫ સુધીમાં અરજીની ૨ (બે) કોપી સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એનેક્સી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગરનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. અરજી માટેનો નમૂનો ખાતાની વેબસાઈટ http://www.talimrojgar.gujarat.gov.in પરથી પણ મેળવી શકાશે તેમજ રોજગાર કચેરી ખાતેથી પણ મેળવી શકાશે તેમ જિલ્લા રોજગાર અધિકારી ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment