ગુજરાત સરકાર દ્વારા બાળકો તથા મહિલાઓ તંદુરસ્ત રહે અને ‘સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’ના સૂત્રને સાર્થક કરવા પોષણ માસની ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજકોટ

    ગુજરાત સરકાર દ્વારા બાળકો તથા મહિલાઓ તંદુરસ્ત રહે અને ‘સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’ના સૂત્રને સાર્થક કરવા ગત તા. ૧થી ૩૦ સપ્ટેમ્બર સુધી પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના લોધીકા ઘટકના ખીરસરા ગામ ખાતે બાળ તંદુરસ્ત સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ત્રણ બાળકોને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં અને તેઓને ઇનામ આપવામાં આવ્યાં હતાં.

સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ તથા કિશોરીઓને એનિમિયા, બાળકના પ્રથમ સોનેરી ૧૦૦૦ દિવસ, સ્વચ્છતા, પૌષ્ટિક આહાર, ઝાડા નિયંત્રણ અંગે સમજ આપવામાં આવી હતી. તેમજ ટી.એચ.આર. (ટેક હોમ રાશન)ના ટેકનોલોજીયુક્ત સપ્લાય ચેનનો વિડીયો દર્શાવવામાં આવ્યો હતો. આ તકે લાભાર્થીઓને પોષણ બીજનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment