હિન્દ ન્યુઝ, રાજકોટ
જસદણ મોડેલ સ્કુલ ખાતે રાજકોટ રોજગાર કચેરી દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારમાં શાળાના ધોરણ ૯ અને ૧૨ના એમ કુલ મળીને આશરે ૧૦૦ વિદ્યાર્થિનીઓને આત્મનિર્ભર બનવા કારકિર્દી ઘડતર અંગે જરૂરી તમામ માહિતી અપાઈ હતી.
વિદ્યાર્થિનીઓને ધોરણ ૧૦ અને ૧૨ પછી કારકિર્દીમાં યોગ્ય દિશા અપનાવવા વિવિધ સ્ત્રોતોનો ઉપયોગ કરવા અને એમ્લોયમેન્ટ કાર્ડ કઢાવવાની પ્રક્રિયા અંગે જાણકારી આપવામાં આવી હતી. વિદેશમાં શિક્ષણ અને રોજગારી માટે પાસપોર્ટ, વિઝા અને વિદેશ અભ્યાસ માટે લોન અંગે સંપૂર્ણ માહિતી અપાઈ હતી.