ગોંડલ તાલુકાના ગોમટા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. મિલન હાપલિયા એ હાથ ધોવાથી થતા ફાયદા વિશે કરી વાત

હિન્દ ન્યુઝ, રાજકોટ

     પ્રવર્તમાન સમયમાં આરોગ્યને લઈને તબીબી જગત અને નાગરિકો અનેક પડકારોનો સામનો કરી રહ્યા છે. આજે તંદુરસ્ત આરોગ્ય માટે પૌષ્ટિક આહાર, નિયમિત દિનચર્યા, કસરત, શારીરિક સ્વચ્છતા જેવી આદતો વિકસાવવી ખૂબ જરૂરી બની છે, ખાસ કરીને આરોગ્યની જાળવણી માટેની આદતો. તેમાંની એક આદત એટલે “હાથ ધોવાની” આદત.

વિશ્વભરમાં “ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે” ની ઉજવણી થઈ રહી છે ત્યારે ચાલો જાણીએ કે સ્વચ્છતા અને ખાસ કરીને હાથ ધોવા શા માટે જરૂરી છે તે બાબતે ડોક્ટર્સનો મત શું છે. ગોંડલ તાલુકાના ગોમટા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. મિલન હાપલિયા એ હાથ ધોવાથી થતા ફાયદા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, આજના સમયમાં આપણી આસપાસની સ્વચ્છતાની સાથે શારીરિક સ્વચ્છતા પણ એટલી જ મહત્વની છે. વ્યક્તિ આરોગ્યલક્ષી સુટેવ વિકસાવીને પોતાની જાતને બીમારીથી બચાવી શકે છે. ત્યારે હાથ ધોવા જેવી સામાન્ય બાબત પણ આરોગ્યની દ્રષ્ટિએ ઘણી મહત્વની સાબિત થતી હોય છે.

Related posts

Leave a Comment