રાજકોટ દ્વારા “વિશ્વ માનક દિવસ”ની ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજકોટ    

   ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના મંત્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષ સ્થાને ભારતીય માનક સંસ્થા, રાજકોટ દ્વારા “વિશ્વ માનક દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ “ભારતીય બ્રાન્ડ”નું મહત્વ વધ્યું છે, જેનાં કારણે ભારતની અર્થવ્યવસ્થા સબળ બની છે. આજે ભારત વિકાસની દિશામાં હરણફાળ ગતિએ આગળ વધી રહ્યું છે.

ભારતીય માનક બ્યુરો દ્વારા યોજાયેલા સાયન્સ એક્ઝિબિશનમાં સૌરાષ્ટ્રની વિવિધ સ્કૂલ માનક ક્લબના વિજેતા ૫ શાળાના વિદ્યાર્થીઓને પુરસ્કાર દ્વારા સન્માનિત કરી પ્રમાણપત્ર પાઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ ઉદ્યોગ ક્ષેત્રે પ્રથમ લાયસન્સ મેળવનારા ત્રણ ઉદ્યોગપતિઓને મહાનુભાવોએ સન્માનિત કર્યા હતા. આ તકે વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત સાથે વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, તેમજ ભારતીય માનક સંસ્થાના વૈજ્ઞાનિક (સી.) શ્રી બી.વી. રમનાએ આ વર્ષની થીમ તથા માનક વિશે વિગતવાર જાણકારી આપી તેનું મહત્વ સમજાવ્યું હતું.

Related posts

Leave a Comment