કાજલી એ.પી.એમ.સી ખાતે આજે નાયબ મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને એક જ સ્થળ પરથી વિવિધ યોજનાકીય લાભો મળી રહે તે માટે તા.૨૭ સપ્ટેમ્બર,૨૦૨૪ના રોજ વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને વેરાવળ તાલુકાના કાજલી એ.પી.એમ.સી ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સુશાસનનાં સંકલ્પ સાથે જન કલ્યાણના સેવા યજ્ઞ માટે સમર્પિત સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો તા.૨૭ સપ્ટેમ્બર-૨૦૨૪ને શુક્રવારના રોજ સવારે ૯.૦૦ કલાકે યોજાશે.

એ.પી.એમ.સી કાજલી ખાતે નાયબ મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વ્યક્તિલક્ષી લાભ આપતી રાજ્ય સરકારની મહત્વની કલ્યાણકારી યોજનાઓ પૈકી માનવ ગરીમા યોજના, માનવ કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી જનઆયુષ્યમાન કાર્ડ,સમાજ સુરક્ષા યોજના, વિદ્યાસાધના,ગંગા સ્વરૂપ, ખેતી સહાય તેમજ લાભાર્થી કીટસહિત અનેક યોજનાઓ અંતર્ગત ચેક અને સાધનસહાયનું વિતરણ કરવામાં આવશે.

Related posts

Leave a Comment