ઈણાજ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   દર મહિનાના ચોથા ગુરુવારે સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવે છે જે પ્રશ્નોનું આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદાર નાગરિકો અને સંબંધિત અધિકારીઓની હાજરીમાં સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં આવે છે. 

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં ઈણાજ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. અરજદારોના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળી ઉપસ્થિત સર્વે અધિકારીઓને અરજદારોની તમામ ફરિયાદોનો હકારાત્મક નિકાલ આવે તે માટે માર્ગદર્શિત કરવામાં આવ્યાં હતાં.

આ સ્વાગત નિવારણ કાર્યક્રમમાં પાણીના નિકાલ અર્થે રસ્તાની સાઈડ ગટર બનાવવા પ્રશ્ને, પેઢીનામું બનાવવા બાબતે, જી.એચ.સી.એલ કંપનીના પ્રદૂષણ બાબતે, ગૌચર દબાણ દૂર કરવા સંબંધિત, પેન્શન કેસ બાબતે, નગરપાલિકાના રસ્તા બનાવવા બાબતે વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી.

વધુમાં ખેતીવાડી યોજનાની સહાય મેળવવા બાબત, રસ્તાના પરના દબાણ દૂર કરવા, માપણી સંબંધિત, ટાઉન પ્લાનિંગ અનુસાર રસ્તા પરનું દબાણ દૂર કરવા બાબત, ખેતીવાડીના રસ્તા, પી.જી.વીસીએલના જર્જરીત પોલ તેમજ કેબલ વગેરે વિશે ચર્ચાઓ કરી રજૂઆતનો ઉકેલ લાવવા માર્ગદર્શિત કરવામાં આવ્યાં હતાં.

જિલ્લા સ્વાગત અંતર્ગત જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત અરજદારોના વણઉકેલ્યા પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીઓ સાથે વિગતે ચર્ચા કરી અરજદારોના પ્રશ્નોનું ઝડપથી અને સમયમર્યાદામાં નિરાકરણ કરવા માટે સૂચના આપી હતી.

આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એન.એમ.તરખાલા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment