આણંદ જિલ્લામાં ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ

આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે રાજ્યભરમાં જુલાઈ માસમાં ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની સૂચના અને માર્ગદર્શન મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર દિપક પરમાર અને જિલ્લા મેલેરીયા અધિકારી ડોક્ટર રાજેશ પટેલના આયોજન હેઠળ આણંદ જિલ્લાના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૦૮ અર્બન આરોગ્ય કેન્દ્રના ક્ષત્રિય વિસ્તારોમાં જુલાઈ માસ દરમિયાન મેલેરિયા વિરોધી માસની ઉજવણી કરવામાં આવી હતી.

        આરોગ્ય વિભાગ દ્વારા આણંદ જિલ્લામાં આ કામગીરી કરવા માટે ૪૫૦ જેટલી ટીમો તૈયાર કરવામાં આવી હતી. આ ટીમો દ્વારા સમગ્ર જિલ્લામાં ૭,૩૫,૦૬૩ ઘર ની તપાસણી કરવામાં આવી હતી જેમાંથી ૭,૦૨૪ ઘરોમાંથી પોરા મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ૧૯,૨૬,૨૪૭ પાત્રો તપાસ કરવામાં આવ્યા હતા, તેમાંથી ૭,૮૦૩ પાત્રોમાં પોરા મળ્યા હતા. ડોક્ટર દિપક પરમારના જણાવ્યા મુજબ ૯૮,૦૫૯ પાત્રમાં દવા નાંખવામાં આવી હતી અને ૧૧,૪૨૦ પાત્રો નાશ કરવામાં આવ્યા હતા. જ્યારે ૫૮૯ ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું અને ૪૦૬ સ્થળો ખાતે પોરા ભક્ષક માછલી નાખવામાં આવી હતી. આ માસ દરમિયાન ૧૧૭૧ જગ્યાઓએ ખાડા ખાબોચિયાઓમાં દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો, આ ઉપરાંત ૪૧,૬૦૨ વ્યક્તિઓના લોહીના નમુના તપાસ કરવામાં આવ્યા હતા.

        જ્યારે શૈક્ષણિક અને જાહેર સંસ્થાઓમાં પોરાનાશક અને મચ્છર નિયંત્રણ અંગેની કામગીરીનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ૧૪૦૦ થી વધુ શાળા કોલેજ કેમ્પસમાં સર્વે કરવામાં આવ્યો, ઉપરાંત ૯૦૦ થી વધુ ધાર્મિક સ્થળો ખાતે, ૩૩૦ થી વધુ ફેક્ટરીઓ ખાતે, સરકારી કચેરીઓ, ૭૨૫ થી વધુ દવાખાના હોસ્પિટલ કેમ્પસ, ૨૫૫ થી વધુ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને ૧,૦૪૦ થી વધુ બાંધકામ સાઈટો ઉપર પોરાનાશક અને મચ્છર નિયંત્રણ કામગીરીનો સર્વે કરવામાં આવ્યો હતો.

        મેલેરિયા જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં ૦૮ જેટલી રેલી યોજવામાં આવી હતી, ૩૧૫ જેટલા જૂથમાં ચર્ચા કરવામાં આવી, ૫૮ જેટલી શિબિર યોજવામાં આવી, સોશિયલ મીડિયાના માધ્યમથી ૬૫૦ જેટલા મેસેજ કરીને જનજાગૃતિ ફેલાવવામાં આવી અને ૩૫ હજાર બેનર અને પત્રિકાઓના માધ્યમથી પણ જન જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ ઉપરાંત પોરાનાશકના ૩૦ જેટલા પ્રદર્શન પણ કરવામાં આવ્યા હોવાનું ડોક્ટર દિપક પરમાર એ જણાવ્યું છે.

        વધુમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાન્યુઆરીથી જુલાઈ માસ સુધી મેલેરીયા અને ડેન્ગ્યુના ૨૧ જેટલા કેસ આણંદ જિલ્લામાં મળી આવ્યા હતા, જેમાં મેલેરિયાના ૦૫ કેસ મળી આવ્યા હતા, જે બાકરોલ, ભરોડા અને આણંદ શહેરમાંથી મળ્યા હતા, જ્યારે ડેન્ગ્યુના કુલ ૧૬ કેસ મળ્યા હતા, જે આણંદ, પેટલાદ, બોરસદ શહેરી વિસ્તાર, સુણાવ, ફાગણી, દેહવાણ, ચીખોદરા, રાજુપુરા અને અડાસ ગામ ખાતેથી મળ્યા હતા, તેમ વધુમાં જણાવાયું છે.


https://hindnews.in/?p=42757

રાજકોટ ખાતે “પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ – ૨૦૨૪” નો ભવ્ય કાર્યક્રમ યોજાયો

તંત્રીશ્રી : ડૉ સીમાબેન પટેલ

Related posts

Leave a Comment