હિન્દ ન્યુઝ, દીવ
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એ અરબી સમુદ્રના કિનારે આવેલ એક સુંદર દરિયાઈ ટાપુ છે, દીવની ચારે બાજુ સમુદ્ર હોવાને કારણે, દીવના 75 ટકા લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ દરિયાઈ માછલીઓ પર જીવન નિર્વાહ કરે છે, ઘણી વખત પાણીના પ્રવાહ અને સારી માછલીની લોભ લાલચ ના કારણે તે સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચે છે અને પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા પકડવાથી લોકોને લાખો રૂપિયાનું નુકશાન વેઠવવું પડે છે.
છેલ્લા ચાર વર્ષ થી પાકિસ્તાનની જેલમાં બંધ દીવના વણાંકબારા અને સાઉદવાડી ના માછીમારોના પરિવારમાં ચિંતાનો માહોલ છે. કેમકે,પાકિસ્તાન ની જેલ માં કેદ ભારતીય માછીમારોએ એક પત્ર દ્વારા જણાવ્યુ છે કે, અમે ભારતીય માછીમારો માં દીવ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ સહિત 211 થી વધુ ભારતીય માછીમારોને પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાનું ઉલ્લંઘન કરતા પકડીને કરાંચીની લાન્ડી જેલમાં મોકલવામાં આવ્યા હતા.
ભારતીય માછીમારો ના પત્ર માં જણાવ્યા પ્રમાણે 183 ભારતીય માછીમારો નું ક્લિયર છે. તેમાં 148 ભારતીય માછીમારોને પાકિસ્તાન ની કોર્ટે દોઢ વર્ષ પહેલા સજા આપી દીધી છે. પાકિસ્તાન ની કોર્ટના આદેશ મુજબ છોડી મુકવા જોઈએ છતા પાકિસ્તાન ની સરકાર રિલિસ કરતી નથી અને 148 ભારતીય માછીમારોને કોર્ટ લિસ્ટ ની બહાર રાખ્યા છે. આ એક ગમ્ભીર બાબત છે. આ બાબતે અનેકો વાર માછીમાર ના પરિવારો દ્વારા સાંસદો, ધારાસભ્યો ને રજુઆતો કરી પણ ભારત સરકાર કે પાકિસ્તાન સ્થિત આપણી એમ્બેસી તરફ થી કોઈ પણ જાત નું પ્રોત્સાહન કે આશ્વાસન મળતું નથી. તેમજ જેલ ની અંદર વકિલો કે માનવ અધિકાર પંચ ના અધિકારીઓને પણ મળવા દેતા નથી. માછીમારો બધા રિલિજ ના તણાવ માં જીવી રહ્યા છે. 15 ભારતીય માછીમારો એ માનસિક સંતુલન ગુમાવી દેતા સાઈકો થઈ ગયા છે.10 અપંગો છે. 3 હૃદયરોગી છે. છેલ્લા 3 વર્ષ માં 12 ભારતીય માછીમારો પાકિસ્તાન જેલ માં મૃત્યુ પામ્યા છે. છેલ્લા 4 વર્ષ થી અમો પરિવાર થી વિખુટા પડયા છે. પાકિસ્તાન જેલ માં કૈદ ભારતીય માછીમારો ના પત્ર માં જણાવ્યુ કે, જેલ ની ગુપ્ત માહિતિ પ્રમાણે ભારત થી જુના પાકિસ્તાની કૈદીઓને છોડશે ત્યારે જુના ભારતીય માછીમારો ને છોડવામાં આવશે.
પાકિસ્તાન જેલ માં કૈદ દીવના વણાંકબારા અને સાઉદવાડી ના માછીમાર પરિવારો ને તેમના ઘરે દમણ દીવ સાંસદ ઉમેશ પટેલ રૂબરૂ જઈને તેમની રજુઆત સાંભળી માછીમારોના પરિવારોએ સાંસદ ને પાકિસ્તાન જેલમાંથી ભારતીય માછીમારો ને મુક્ત કરવા વિનંતી કરી. દમણ દીવ સાંસદ ઉમેશ પટેલે પિડિત પરિવાર ની મહિલાઓના આંખ ના આસું લુછી ને કહ્યુકે બહેનો તમને આશ્વાસન આપુ છુ. કે આવતાં અઠવાડીયે દિલ્હી લોકસભા માં જઈને હું આ મુદ્દે ગંભીરતાથી ચર્ચા કરીશ. અને જરૂર પડશે તો વડાપ્રધાન નરેંદ્ર મોદી, ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને વિદેશ મંત્રી એસ.જયશંકર ને મળી આપણા માછીમારોને જલ્દી મુક્ત કરવામાં આવે તેવી વિનંતી કરીશ.
પાકિસ્તાન જેલમાં કૈદ ભારતીય માછીમારો ને મુક્ત કરવા ઘણી મીડિયા ચેનલોના પ્રતિનિધિઓને ભારતીય માછીમારો એ પત્રો લખીને વિનંતિ છે કરી હતી કે અમોને પાકિસ્તાન જેલમાંથી જલ્દી મુક્ત કરાવો. આ બાબતે અમારી ફરજના ભાગરૂપે અમારી મીડિયા ચેનલોના પ્રતિનિધિઓની ટીમ પાકિસ્તાન જેલમાં કૈદ ભારતીય માછીમારો પરિવારો ની રજુઆત રેકોર્ડ કરીને ભારત અને પાકિસ્તાન સરકાર સુધી મિડીયા નાં માધ્યમ થી પહોચાડીને અમારી ફરજ પુરી કરીને કેન્દ્ર સરકારને પાકિસ્તાનની જેલમાં કૈદ દીવના માછીમારોને તાત્કાલિક મુક્ત કરવા જરુરી પગલા ભરીને આ દીવના માછીમારોને સન્માનીય જીંદગી જીવવાનો મોકો આપે.
રિપોર્ટર : વિજ્યલક્ષ્મી પંડ્યા, દીવ
Advt.