હિન્દ ન્યુઝ, જામનગર
જામનગરનાં સોનલનગર વિસ્તારમાં આવેલ આંગણવાડી ની અંદર બાળકોની સંખ્યા 30 છે જ્યારે એમાં 2 મુસ્લિમ અને બાકી 28 હિન્દુ બાળકો છે. આ આંગણવાડીમાં તહેવારો કઈ રીતે ઉજવવું એ બાબતે પર્વ ની પદ્ધતિઓ શીખવાડવામાં આવી હતી ત્યારે આંગણવાડીમાં ઈદ માં સલામી કેમ ભરવી, નમાજ કેમ પઢવી, કઈ રીતે અદા કરવી, બિરયાની ખાવી, નવા કપડાં પહેરવા તેમજ “યા હુસેન, યા હુસેન” નાં નારા કેમ લગાવવા ? તે શીખવી એક નાટક રચે છે અને આવા શિક્ષકોથી વિદ્યાર્થીઓ અને બાળકોના માનસ પર તેમની ઘણી અસર થતી હોય છે.
એક સ્કૂલમાં “જય શ્રી રામ અને મહાદેવ હર” વિદ્યાર્થી બોલે તો માર પડે છે ત્યારે બીજી બાજુ આંગણવાડીમાં “યા હુસેન, યા હુસેનના” નારા શીખવવામાં આવે છે. આ બાબતને ગંભીરતાથી લઈએ તો ગુજરાતનાં શિક્ષણમાં ધર્માંતારણ ને લઈને આગળ વધી રહ્યું હોય તેવું દેખાય છે.
જેને ગુજરાત ‘હિન્દુ સેના’ સહન નહીં કરે અને લગત અધિકારીઓ દ્વારા આવા શિક્ષકો પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને વાલીઓ પણ સાવચેતી રાખી પોતાના બાળકો પ્રત્યે ધ્યાન દોરે તેવી ‘હિન્દુ સેના’ ની અપીલ છે.
રિપોર્ટ : પ્રતિક ભટ્ટ, જામનગર
Advt.