હિન્દ ન્યુઝ, મહીસાગર
મહીસાગર જીલ્લામાં લુણાવાડા હાડોડ વરધરી રોડ ઉપર જુનો હયાત ડુબાઉ હાડોડ બ્રીજ આવેલ છે જે હાલમાં જર્જરીત સ્થિતિમાં છે. આ બ્રીજની અપસ્ટ્રીમ બાજુએ રાજ્ય માર્ગ યોજના વિભાગ, વડોદરા દ્વારા નવીન હાઈલેવલ મેજર બ્રીજનું બાંધકામ કરવામાં આવેલ હોય આ હાઈલેવલ બ્રીજ વાહન વ્યવહાર માટે કાર્યરત છે, જેથી જુના ડુબાઉ પુલ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાની ન સર્જાય તે માટે બ્રીજ બંધ કરેલ છે.
ઉપરોક્ત બાબત ધ્યાને લઈ ડુબાઉ પુલ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાની ન સર્જાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જાહેરહીતમાં જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રીમતી નેહા કુમારી દ્વારા મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ જર્જરીત ‘જુના હાડોડ બ્રીજ’ ઉપર અવરજવર માટે બીજો હુકમ ન થાય ત્યાં સુધી મનાઈ ફરમાવવામાં આવે છે.
આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઇ પણ વ્યક્તિ ગુજરાત પોલિસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ -૧૩૧ તથા કલમ-૧૩૫ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ – ૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખથી અત્રેથી બીજો હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર
Advt.