હિન્દ ન્યુઝ, વાવ
આ પવિત્ર પ્રસંગે બાળ વાટીકા અને ધોરણ-1 માં આગમન પ્રારંભે પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી કાર્યક્રમની શરૂઆત પધારેલ અધિકારી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરી પછી શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના રજૂ કરી. પછી આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. જેમાં જે એસ પટેલ, શાળા પ્રવેશોત્સવના લાયઝન ઓફિસ, સી.આર.સી ભગવાનભાઈ, બુકણા હાઇસ્કુલ આચાર્ય બારોટ દિનેશભાઈ, સીએચઓ રણજીતભાઈ મોડિયા, એમ પી એચ ડબલ્યુ પ્રકાશભાઈ, એફ એચ ડબલ્યુ બતુલબેન, આગેવાન પ્રવિણસિંહ દરબાર, પ્રાથમિક શાળાના આચાર્ય પુંજાભાઈ, તમામોનું સ્વાગત કરવામાં આવ્યું.
શાળા ના શિક્ષકો બહેનો એસએમસી ના સભ્યો વડીલો મુખ્ય મહેમાનો બાળકો નવા પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓ તથા નામી અનામી એવા સૌનું બુકણા પ્રાથમિક શાળા વતી સ્વાગત કર્યું. શાળાનાં બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું. ત્યાર બાદ મહેમાનનાં વરદ હસ્તે આ પુણ્ય નું કાર્ય કરાવવામાં આવ્યું. નાના નાના બાળકોએ શુભ શિક્ષણ માટે પ્રવેશ કર્યો. સૌપ્રથમ આંગણવાડીના બાળકોને પ્રવેશ કરાવ્યો પછી બાળવાટિકાના બાળકોને પ્રવેશ કરાવ્યો ત્યાર બાદ ધોરણ એક ના બાળકોને પ્રવેશ કરાવ્યો. “બેટી બચાવો, બેટી પઢાવો” વિશે જીનલબેને બાળકો સમક્ષ અમૃત વચન રજૂ કર્યા. પછી તેજસ્વી વિદ્યાર્થીઓ જે આ શાળાના ચમકતા સિતારા છે જેવો આ ગામ તથા શાળાનું ગૌરવ છે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું. આવેલ અધિકારીઓ જે.એસ.પટેલ અને ભગવાનભાઈ સી.આર.સી એ પણ પોતાનાં આશિર્વચન પાઠવ્યા. પછી બુકણા હાઈસ્કૂલના આચાર્ય દિનેશભાઈ બારોટ એ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 ના આ કાર્યક્રમની આભાર વિધિ કરી. પછી મહેમાનો દ્વારા શાળાના મેદાનમાં છોડનું વાવેતર કરાયું. બુકણા પ્રાથમિક શાળામાં બાળવાટિકા અને ધોરણ-1 ના તમામ બાળકોને બુકણા ભેરપુરી દાદા સ્વયં સેવક યુવા મંડળ ગૌસેવા ગ્રુપ બુકણા દ્વારા કીટ વિતરણ પણ કરવામા આવેલ.
રિપોર્ટર : રમેશ ચૌધરી, વાવ
Advt.