મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર અને NDRF સંયુક્ત ઉપક્રમે હાડોડ ગામે મહીસાગર નદીના કીનારે ખાતે મોકડ્રિલ યોજાઇ

હિન્દ ન્યુઝ, મહીસાગર 

          પૂર આપત્તિ વિષય સંબંધિત મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર અને NDRF સંયુક્ત ઉપક્રમે હાડોડ ગામે મહીસાગર નદીના કીનારે ખાતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રિલમાં NDRF ની ટીમના જવાનોએ પાણીમાં ડૂબતા માણસોને કઈ રીતે બચાવવા તેનું નિદર્શન કર્યું હતું. સાથે જ NDRF ના જવાનો દ્વારા પૂર જેવી કુદરતી આપત્તિમાં કે પાણીમાં ડૂબતા માણસોની શોધખોળ સમયે કેવી સાવચેતી રાખવી, કેવા પ્રકારના પગલાં લેવાં અને કેવા પ્રકારની પ્રાથમિક સારવાર આપવી તેનું બોટ અને લાઈફ જેકેટ જેવા બચાવ સાધનોની મદદથી બચાવ રાહત કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

હાડોડ ગામે મહીસાગર નદીના કીનારે ખાતે યોજાયેલ મોકડ્રિલ દરમિયાન NDRF ની ટીમ દ્વારા ડેમના પાણીમાં ડૂબી ગયેલા માણસની શોધખોળ કરી તેને સરળતાથી કિનારા પર પહોંચાડી પ્રાથમિક સારવાર આપવાની તમામ કામગીરીનું આબેહૂબ નિદર્શન કરવામાં આવ્યું હતું.

આ મોકડ્રીલ કમાન્ડર વી વી એન પ્રસન્ના કુમારના માર્ગદર્શન હેઠળ અને સુપરવીઝન પ્રવીણ કુમાર, કમાન્ડર આશુતોષ શ્રીમલ સહિત એન ડી આર એફ ટીમ દ્વારા નિદર્શન કરવામાં આવ્યું હતું. NDRF દ્વારા આયોજિત મોકડ્રિલમાં પોલીસ વિભાગ, ફાયર વિભાગ, ૧૦૮ એમ્બ્યુલન્સ, આરોગ્ય વિભાગ તથા ડિઝાસ્ટર વિભાગ સાથે રહી મોકડ્રીલની કામગીરી કરી હતી.

મોકડ્રીલ જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, પોલીસ વડા જયદીપસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટર સી.વી.લટા સહિત અધિકારીઓએ નિહાળ્યું હતું.

રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર


Advt.

 

 

 

 

Related posts

Leave a Comment